વિધાનસભાના ઓર્ડર ઓફ ધ ડેમાં દર્શાવ્યા પ્રમાણે સવારે 10 કલાકે વિધાનસભાનું સત્ર મળશે. એક કલાક સુઘી પ્રશ્નોત્તરીકાળ ચાલશે. ત્યારબાદ સવારે 11 કલાકે ગુજરાત સરકારનો નાણાકિય વર્ષ 2017-2018નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. કેગનો રિપોર્ટ રજૂ કર્યા બાદ અમદાવાદ કાપડ બજાર અને દુકાન કામદાર બોર્ડનો નાંણાકિય વર્ષ 2018-2019નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યા બાદ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિહ જાડેજા વર્ષ 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગાડવાના બનાવની તપાસ પંચે કરેલ તપાસનું લેખીતમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષમાં રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.
વિધાનસભા ગૃહમાં ગોઘરાકાંડ અંગેનો રિપોર્ટ રજૂ કરતી વખતે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને પણ આવશે અને અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવશે. ત્યારે તે સમય દરિમયાન વિધાનસભા ગૃહમાં ગરમ વાતાવરણ જામશે. વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં ગૃહમાં કેગનો રિપોર્ટ, ગોઘરાકાંડ તથા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી જાહેર સાહસો અને સરકારી નોકરીમાં થતી ગેરરીતિઓ, પેપર લીક થવા, પરીક્ષા મોકુફ રાખવી, પરીક્ષા રદ કરવી તથા પરીક્ષા બાદ પરિણામો સ્ટેન્ડબાય રાખવા જેવા મુદ્દે કોંગ્રેસના ઘારાસભ્ય પ્રવિણ મુસડિયાએ વિઘાનસભાના નિયમ 102 મુજબ ગૃહમાં ચર્ચા કરશે.
જ્યારે મહાત્મા ગાંઘીજીની 150મી જન્મ જ્યંતિ નિમિતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ગૃહમાં અન્ય સભ્યો બે કલાક સુધી ચર્ચા કરશે. આમ વિધાનસભાના અંતિમ દિવસે સવારે 10 કલાકે સત્ર મળશે. જ્યારે બાકી રહેલા બિલો, વિધેયકો પણ અંતિમ દિવસે હાથ પર લેવામાં આવશે. આમ, જ્યા સુધી કામ પુર્ણ ના થાય ત્યાં સુધી સત્ર કાર્યરત રહેશે.