ETV Bharat / state

GMC raised taxes: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્ષ 50 ટકા અને ટ્રાન્સફર ફીમાં 100 ટકાનો વધારો કર્યો - Property tax increased by 50 percent

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં માલ મિલકત વેરામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા ગામોમાં તમામ જગ્યાએ નવા સ્મશાનો તૈયાર કરવામાં આવશે. ગાંધીનગરના બગીચાઓને મેન્ટેન કરવા તથા 2 ગાર્ડનને રીનોવેશન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

gmc-raised-taxes-property-tax-increased-by-50-percent-and-transfer-fee-by-100-percent

author img

By

Published : Jan 21, 2023, 6:15 PM IST

પ્રોપર્ટી ટેક્ષ 50 ટકા અને ટ્રાન્સફર ફીમાં 100 ટકાનો વધારો કર્યો

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી 12 કલાકે મળેલ બેઠકમાં કુલ 7 જેટલા એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી સાત એજન્ડા ઉપર કુલ 52 જેટલા વિષયોને મંજૂર કરવામાં આવ્યા છે. એક વિષય કે જેમાં કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોને છોડવા બાબતની ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં સરકારના આદેશ અને સૂચનો બાદ ઢોરોને મુક્ત કરવાની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે નિવેદન આપ્યું હતું. જ્યારે GMC દ્વારા મિલકત પર ટેક્સમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશ માં મોબાઈલ પેથોલોજી વાન માટેની મંજુરી સેન્ડિંગ કમિટીમાં મંજુરી આપવામાં આવી છે.

મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બને દસ વર્ષ થયા છે પરંતુ હજી સુધી એક પણ વખત મિલકતવેરામાં વધારો કરવામાં આવ્યો ન હતો. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લાંબા સમય બાદ મિલકત વેરામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે 10 રૂપિયા રેટ હતો જે વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યો છે. કોમર્શિયલમાં પ્રતિ ચોરસ મીટરે ₹20નો ચાર્જ હતો જે વધારીને 30 કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં GMCમાં કુલ 90,000 મિલકતો હતી જે વધીને 1,76,000 મિલકત થઈ છે જ્યારે હજુ પણ GMCનો સર્વે ચાલુ છે. જેમાં 10,000 જેટલી મિલકત હજુ નોંધાશે તેવી વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કરી હતી. આ નિર્ણયથી 10 કરોડની આવક થવાનો અંદાજ GMC એ રાખ્યો છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

ટ્રાન્સફર પ્રોપર્ટીમાં ફીમાં વધારો: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માલ મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ માલમિલકતના ટ્રાન્સફર ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટીના સર્વાનુમતે નિર્ણય પ્રમાણે 25 લાખ રૂપિયા સુધીની મિલકતમાં ₹2,000 ફી, 25 લાખથી 50 લાખ રૂપિયા સુધીની મિલકતમાં 4000 રૂપિયા ફી અને 50 લાખથી 1.5 કરોડની મિલકતમાં દસ્તાવેજના 0.02 ટકા ફી અને 1.5 કરોડથી વધુની કિંમતના મિલકતમાં દસ્તાવેજના 0.04 ટકા કિંમત ટ્રાન્સફર ફી પેટે લેવામાં આવશે. જ્યારે આનો અમલ 1 એપ્રિલ 2023થી શરૂ થશે. આ નિર્ણયથી 20 લાખની આવક થશે.

આ પણ વાંચો Longest Cycle Track : વડોદરામાં સાઈકલિસ્ટોને હવે પડી જશે જલસા, પાલિકાએ બનાવ્યો 4 કિમીનો ટ્રેક

સ્મશાન નવા બનશે, 2 ગાર્ડનના રીનોવેશન થશે: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે વધુમાં જાહેરાત કરી હતી કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા ગામોમાં તમામ જગ્યાએ નવા સ્મશાનો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ ગાંધીનગરના બગીચાઓને મેન્ટેન કરવા તથા 2 ગાર્ડનને રીનોવેશન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સાથે જ રાંધેજાના ગામતળ અને સીમ તળમાં વોટર સપ્લાયના 33 કરોડના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ભાટ ગામમાં સિવરેજના કામને પણ મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. આમ આજે મળેલ કમિટીની બેઠકમાં કોઈ 104 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો G20 summit in India ગાંધીનગરમાં G20 અંતર્ગત 22થી 24 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ 20 ઇન્સેપ્શનની બેઠક

વિપક્ષે કર્યો વિરોધ: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત એક જ બેઠક ધરાવતા કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટેક્સમાં અને પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેનો વિરોધ કર્યો હતો. આક્ષેપ કરતા અંકિત બારોટે જણાવ્યું હતું કે, ગાંધીનગર જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષને ખોબલે ખોબલે મત આપ્યા છે. ત્યારે ભાજપ પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં મળેલ જીતનું રિટર્ન ગીફ્ટ ગાંધીનગર વાસીઓને આપવામાં આવી છે. જ્યારે હવે આવનારી સ્ટેન્ડિંગ સમિટ કમિટીની બેઠકમાં ટેક્સ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવશે અને જો પાછો ખેંચવાની રજૂઆત નહીં થાય તો વિરોધ કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાતા સરકારી કાર્યક્રમો વાઇબ્રન્ટ સમિટ જી 20 જેવા કામગીરીમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરીને ગાંધીનગરના જ રજાજનો પાસેથી વધુ ટેક્સ ઉઘરાવવાનો આક્ષેપ પણ કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.