ગાંધીનગરથી યુવતીને પૂછપરછ માટે ટીમ દિલ્હી ગઈ હતી. ત્યારે યુવતીએ ગૌરવને જાન્યુઆરી 2018માં પ્રથમ વખત મળ્યા હતા અને તેઓએ તિરુપતિ બાલાજીમાં લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગૌરવ દહિયા અને યુવતી જે હૉટલમાં મુલાકાત કરી હતી તે તમામ ફાઈવસ્ટાર હોટેલ નામ પોલીસને જણાવ્યા હતા.
બાળકી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "બાળકીનો જન્મ થયો ત્યારે ગૌરવ દહિયા પણ તેમની સાથે જ હતા. સિઝેરિયન ઓપરેશન દરમિયાન હોસ્પિટલના કાગળ પર ગૌરવ દહિયાએ જ સહી કરી હતી. બાળકીના બર્થ સર્ટિફિકેટમાં પણ તેનું જ નામ છે."
યુવતીએ ગૌરવ દહિયા અને યુવતી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય તેવા પુરાવા ગાંધીનગર પોલીસને આપવાની મનાઇ કરી હતી. તેણે પુરાવા દિલ્હી મહિલા આયોગમાં રજૂ કરવા જણાવ્યું હતું. આગળની તપાસ માટે યુવતીને રાજ્ય સરકારે 2 ઓગસ્ટના રોજ સચિવાલયમાં તપાસ કમિટી ખાતે નિવેદન આપવા જણાવ્યું છે.
dysp એમ.કે.રાણાએ જણાવ્યુ હતુ કે IAS ગૌરવ દરિયાને પોલીસમાં પોતાનો જવાબ લખવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે દિલ્હીની મહિલા સ્થાનિક આયોગમાં પોતાનો જવાબ રજૂ કરશે. દહિયા તમામ મામલો મીડિયામાં આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ સમક્ષ હાજર નહીં થવાના હોવાના કારણે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે તેમ છતાં હાજર થતા નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો ગૌરવ દહિયા હાજર નહીં થાયતો પોલીસ બીજી નોટિસ ફટકારશે. ત્યારબાદ જરૂર જણાશે તો રાજ્યના મુખ્ય સચિવને આ બાબતની જાણ કરશે.