ETV Bharat / state

રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહેશે, સોમવારે નીકળશે પલ્લી

author img

By

Published : Oct 6, 2019, 11:03 AM IST

ગાંધીનગરઃ  રૂપાલ ગામના પ્રસિધ્ધ વરદાયિની માતાના મંદિરે આસો સુદ-9ની રાત્રે એટલે કે 7મી ઓક્ટોબરને સોમવારે રાત્રે 12 વાગ્યે પલ્લી મેળો યોજાવાનો છે. હૈયે હૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે વરદાયિની માતાનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે. લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે આ ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે.

રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમા ઘીની નદીઓ વહેશે, સોમવારે નીકળશે પલ્લી
  • રૂપાલમાં અંદાજે 10 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડવાની શક્યતાઓને લક્ષમાં લઇ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. માતાજીના કિમતી આભૂષણોની સુરક્ષા માટે મંદિર પરિસરમાં સીસી ટીવી કેમેરા લાગી ગયા છે. શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવશે, ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે. આ પ્રસંગને નિહાળવા અનેક એન.આર.આઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પલ્લીના માર્ગ ઉપર વિવિધ સ્થળે 15 CCTV કેમેરા મુકવામાં આવ્યા હતા.
  • મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ગાંધીનગરના પ્રાંત અધિકારી જે.એમ ભોરાણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે વિશ્વ પ્રસિધ્ધ પ્રસંગની મહત્વતાને લક્ષમાં લઇ ધાર્મિક ઉત્સવ દરમિયાન 7 એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ હાજર રહેશે. તે ઉપરાંત 10 લાખથી વધુ દર્શનાર્થીઓની સલામતી જળવાઇ રહે. તે માટે 500થી વધુ શસ્ત્રધારી પોલીસ જડબેસલાક બંદોબસ્તમાં તહેનાત રહેશે. તેમાં DYSP, PI અને PSI ઉપરાંત 200 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ડુપ્લીકેટ ઘીનું વેચાણ ન થાય તેની તકેદારી માટે ફૂડ અને ડ્રગ્સ કંટ્રોલની વિવિધ ટીમ હાજર રહેશે. પ્રસંગમાં ઘીનો અભિષેક થતો હોવાથી ફાયરબ્રિગેડના લાશ્કરો પલ્લી સાથે ફરતા રહેશે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તે માટે 4 મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તહેનાત રહેશે UGVCLની ટીમ પણ હાજર રહેશે. રૂપાલમાં પાણી પુરૂ પાડતી ટાંકીઓમાં ક્લોરીનેશનનું પ્રમાણ જાળવી રાખવામાં આવ્યુ છે. મંદિરના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે શ્રધ્ધા અને આસ્થાના પ્રતિકસમી 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થશે. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડા અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી છે.
    રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહેશે
  • શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, વનવાસ દરમિયાન 12મુ વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતા. ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી ૬ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બિરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં, અને વિરાટનગરના જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતાં. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી ,અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.
  • સુપ્રસિધ્ધ રૂપાલ ખાતેના પલ્લી મેળા માટે ભક્તોનો ભારે ધસારો થતો હોય છે. તેને ધ્યાનમાં રાખી એસ.ટી નિગમ દ્વારા પ્રતિ વર્ષ નવરાત્રિના નોમના દિવસે ખાસ વધારાની બસો મૂકી ફેરા કરવામાં આવે છે. તે મુજબ સોમવારે ગાંધીનગર, કલોલ અને માણસા ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના 4 એસ.ટી ડેપો દ્વારા ખાસ એક્સસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યુ છે. તે માટે 40 બસો ફાળવાઇ છે. જે બપોરથી શરૂ થશે અને આખી રાત રૂપાલ જવા માટે ઉપડશે. આવુજ આયોજન રૂપાલથી પરત ફરવા માટે પણ કરાયુ છે. રૂપાલ જવા માટે ગાંધીનગર તાલુકામાંથી અને અમદાવાદથી હજ્જારો ભક્તોનો ધસારો અગાઉના વર્ષોમાં થયો છે. તેને અનુલક્ષી ગત વર્ષની જેમ આ વખતે પણ ખાસ 20થી વધુ ગાંધીનગર ડેપો દ્વારા એસ.ટી બસો રૂપાલના મેળા માટે ફાળવવામાં આવી છે. આ માટે ગાંધીનગર ડેપોમાં ખાસ કંટ્રોલ પોઇન્ટ ઉભો કરાશે. તે આખી રાત ચાલુ રહેશે. આ ઉપરાંત કલોલ, માણસા અને દહેગામ એસ.ટી ડાપો દ્વારા પણ રૂપાલ જવા માટે વધારાની બસો મુકવામાં આવશે.

Intro:હેડલાઈન) રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમા ઘીની નદીઓ વહેશે, સોમવારે નીકળશે પલ્લી

ગાંધીનગર,

રૂપાલ ગામના પ્રસિધ્ધ વરદાયિની માતાના મંદિરે આસો સુદ-9ની રાત્રે એટલેકે 7મી ઓક્ટોબરને સોમવારે રાત્રે 12 વાગ્યે પલ્લી મેળો યોજાશે. હૈયેહૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે વરદાયિની માતાનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે. લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે આ ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે. તેની સાથે આ પ્રસંગનું વિશ્વભરમાં લાઇવ ટેલિકાસ્ટ કરવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ છે. આ પ્રસંગે ભક્તો, શ્રધ્ધાળુઓ અને બાધા રાખનારાઓ દ્વારા 20 કરોડના શુધ્ધ ઘીનો અભિષેક થવાની ધારણા સેવાઇ રહી છે. તેના કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદી વહેતી હોય તેવુ દ્રશ્ય જોવા મળશે. Body:રૂપાલમાં અંદાજે 10 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડવાની શક્યતાઓને લક્ષમાં લઇ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. માતાજીના કિમતી આભૂષણોની સુરક્ષા માટે મંદિર પરિસરમાં સીસી ટીવી કેમેરા લાગી ગયા છે. શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવશે, ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે. આ પ્રસંગને નિહાળવા અનેક એનઆરઆઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પલ્લીના માર્ગ ઉપર વિવિધ સ્થળે 15 સીસી કેમેરા મુકવામાં આવ્યા છે. તેના દ્વારા સતત મોનિટરીંગ થતુ રહેશે. જ્યારે લાઇવ પ્રસારણ માટે 17 કેમેરા ગોઢવી દેવાયા છે. તેના દ્વારા પલ્લીનું જીવંત પ્રસારણ થશે. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ પલ્લીનો આરંભ મધરાતે 2 વાગ્યા પહેલા થાય તેવી શક્યતા છે.Conclusion:મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ગાંધીનગરના પ્રાંત અધિકારી જે.એમ ભોરાણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે વિશ્વ પ્રસિધ્ધ પ્રસંગની મહત્વતાને લક્ષમાં લઇ ધાર્મિક ઉત્સવ દરમિયાન 7 એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ હાજર રહેશે. તે ઉપરાંત 10 લાખથી વધુ દર્શનાર્થીઓની સલામતી ળવાઇ રહે તે માટે 500થી વધુ શસ્ત્રધારી પોલીસ જડબેસલાક બંદોબસ્તમાં તહેનાત રહેશે. તેમાં ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ ઉપરાંત 200 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ડિપ્લીકેટ ઘીનું વેચાણ ના થાય તેની તકેદારી માટે ફૂડ અને ડ્રગ્સ કન્ટ્રોલની વિવિધ ટીમ હાજર રહેશે. પ્રસંગમાં ઘીનો અભિષેક થતો હોવાથી ફાયરબ્રિગેડના લાશ્કરો પલ્લી સાથે ફરતા રહેશે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તે માટે 4 મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તહેનાત રહેશે અને યુજીવીસીએલની ટીમ પણ હાજર રહેશે. રૂપાલમાં પાણી પુરૂ પાડતી ટાંકીઓમાં ક્લોરીનેશનનું પ્રમાણ જાળવી રાખવામાં આવ્યુ છે. મંદિરના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે શ્રધ્ધા અને આસ્થાના પ્રતિકસમી ૫ જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થશે. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડા અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી છે.

શાત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે વનવાસ દરમિયાન 12મુ વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતા ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી ૬ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બીરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગર (ધોળકા) જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતાં. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.

સુપ્રસિધ્ધ રૂપાલ ખાતેના પલ્લી મેળા માટે ભક્તોનો ભારે ધસારો થતો હોય છે. તેને ધ્યાનમાં રાખી એસ.ટી નિગમ દ્વારા પ્રતિ વર્ષ નવરાત્રિના નોમના દિવસે ખાસ વધારાની બસો મૂકી ફેરા કરવામાં આવે છે. તે મુજબ સોમવારે ગાંધીનગર, કલોલ અને માણસા ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના 4 એસ.ટી ડેપો દ્વારા ખાસ એક્સસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યુ છે. તે માટે 40 બસો ફાળવાઇ છે. જે બપોરથી શરૂ થશે અને આખી રાત રૂપાલ જવા માટે ઉપડશે. આવુજ આયોજન રૂપાલથી પરત ફરવા માટે પણ કરાયુ છે. રૂપાલ જવા માટે ગાંધીનગર તાલુકામાંથી અને અમદાવાદથી હજ્જારો ભક્તોનો ધસારો અગાઉના વર્ષોમાં થયો છે. તેને અનુલક્ષી ગત વર્ષની જેમ આ વખતે પણ ખાસ 20થી વધુ ગાંધીનગર ડેપો દ્વારા એસ.ટી બસો રૂપાલના મેળા માટે ફાળવવામાં આવી છે. આ માટે ગાંધીનગર ડેપોમાં ખાસ કન્ટ્રોલ પોઇન્ટ ઉભો કરાશે. તે આખી રાત ચાલુ રહેશે. આ ઉપરાંત કલોલ, માણસા અને દહેગામ એસ.ટી ડાપો દ્વારા પણ રૂપાલ જવા માટે વધારાની બસો મુકવામાં આવનાર છે.

બાઈટ

જે એમ ભોરાણીયા, પ્રાંત અધિકારી ગાંધીનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.