ETV Bharat / state

IAS ગૌરવ દહિયાને ગાંધીનગર 'પોલીસ' સ્ટેશન લાવવામાં વામણી પુરવાર થઇ, ચોથી નોટિસ ફટકારી

ગાંધીનગર: સામાન્ય લોકો ઉપર બાહુબલી બનીને રોફ જમાવતી પોલીસ રાજકોટ રાજ્યના એક IAS સામે ઘૂંટણિયે પડી હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ ત્રણ નોટીસ પાઠવ્યા છતાં હાજર નહીં થતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. IAS ડૉ. ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જેના પગલે તેઓ નિવેદન નોંધાવવા માટે ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા સાથે પોલીસ આખો દિવસ રાહ જોઈને બેસી રહી હતી. પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. દહિયાના વલણ સામે પોલીસ ખાતામાં જાણ કર્યા બાદ ગુનો પણ નોંધી શકે છે.

etv bharat ghandhinagar
author img

By

Published : Aug 13, 2019, 11:12 PM IST

IAS અધિકારી ડૉ. ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સેક્ટર 7 પોલીસે અગાઉ નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. નોટિસની સમય મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી. ત્યારે, પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ પાઠવી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ તબિયતનું કારણ દર્શાવી 6 દિવસનો સમય માંગ્યો હતો.

પોલીસે તેમને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. આ અંગેની નોટિસ સેકટર-19 ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ પાઠવી છે. જેમાં બે દિવસમાં હાજર રહેવા જણાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, ગૌરવ દહિયા પોલીસની ચોથી નોટિસ ફટકારવા સામે હાજર થાય છે કે, પોલીસને દહિયા ગોળ ગોળ ફેરવી રહ્યા છે તેમ આગળના દિવસોમાં પણ ફેરવતા રહેશે. તે તો આગામી સમય જ બતાવશે.

Intro:હેડિંગ) IAS ગૌરવ દહિયાને ગાંધીનગર 'પોલીસ' સ્ટેશન લાવવામાં વામણી પુરવાર થઇ, ચોથી નોટિસ ફટકારી

ગાંધીનગર,

સામાન્ય લોકો ઉપર બાહુબલી બનીને રોક જમાવતી પોલીસ રાજકોટ રાજ્યના એક આઇએસ સામે ઘૂંટણિયે પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ ત્રણ નોટીસ આપવા છતાં હાજર નહીં થતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. આઈએએસ ડૉ. ગૌરવ દહિયાને મંગળવારે ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી. જેના પગલે તેઓ નિવેદન નોંધાવવા માટે ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા સાથે પોલીસ આખો દિવસ રાહ જોઈને બેસી રહી હતી. જોકે પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. આઈએસઆઈ દહિયાના વલણ સામે પોલીસ ખાતામાં જાણ કર્યા બાદ ગુનો પણ નોંધી શકે છે. Body:ઉલ્લેખનીય છે કે, આઈએએસ અધિકારી ડૉ. ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સે- 7 પોલીસે અગાઉ નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. ઉક્ત નોટિસની સમય મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ આપી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ નાદુસ્ત તબિયતનું કારણ દર્શાવી છ દિવસનો સમય માગ્યો હતો.Conclusion:જોકે, પોલીસે તેમને મંગળવાર સાંજ સુધીમાં પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું અને આ અંગેની નોટિસ સેકટર-19 ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. મંગળવાર સાંજ સુધી પણ અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે, જેમાં બે દિવસમાં હાજર રહેવા જણાવાયું છે. હવે જોવાનું એ રહે છે કે ગૌરવ દહિયા પોલીસની ચોથી નોટિસ ફટકારવા સામે હાજર થાય છે કે પોલીસને દહિયા ગોળ ગોળ ફેવરી રહ્યા છે તેમ આગળના દિવસોમાં પણ ફેરવતા રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.