ETV Bharat / state

દૂધ ઉત્પાદન માટે વાઇબ્રન્ટ ગુજરાતનો ઉપયોગ, જાણો ઝારોલાના પશુપાલકની 12 ગાયો થકી મહિને દોઢ લાખની આવકની વાત - ઝારોલાના પશુપાલક

પશુપાલનનો ઉદ્યોગ આજના જમાનામાં કંઇક અલગ રીતે કરવામાં આવી રહ્યો છે. તેનું સરસ ઉદાહરણ ઝારોલાના પ્રગતિશીલ પશુપાલકની તગડી કમાણી છે. તેઓ કઇ રીતે મહિને દોઢ લાખ રુપિયાની કમાણી કરી રહ્યાં છે તેની વિગતો જાણો.

દૂધ ઉત્પાદન માટે વાઇબ્રન્ટ ગુજરાતનો ઉપયોગ, જાણો ઝારોલાના પશુપાલકની 12 ગાયો થકી મહિને દોઢ લાખની આવકની વાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 3:55 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઇ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊર્જા મળી છે. કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે, પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી, આ ક્ષેત્રનો ચૌમુખી વિકાસ થઇ રહ્યો છે. પરિણામે એક સર્ક્યુલર ઇકોનોમીનો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે અને આજે ડેરી ક્ષેત્રે ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે.

પ્રગતિશીલ પશુપાલકનું દ્રષ્ટાંત : ગુજરાતનો ડેરી ઉદ્યોગ એક લાખ કરોડને પાર કરી ગયો છે અને ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અંતર્ગત 36 લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક 200 કરોડ ચૂકવવામાં આવે છે. GCMMFની અમૂલ બ્રાન્ડ આજે વિશ્વવ્યાપી બની છે અને તેના પાયામાં લાખો પશુપાલકોની ખંતપૂર્વકની મહેનત છે. એવા જ એક પ્રગતિશીલ પશુપાલક વિશે અહીં જાણીએ. આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના રહેવાસી જયેશભાઇ શંભુભાઇ પટેલની પશુપાલક તરીકેની સિદ્ધિની નોંધ લેવામાં આવી રહી છે.

સર્વેયરની નોકરી છોડી પશુપાલન શરૂ કર્યું : 51 વર્ષીય જયેશભાઇ પટેલ 18 વર્ષ સુધી સર્વેયર તરીકે વડોદરા અને મુંબઇમાં નોકરી કરી ચૂક્યાં છે. તેમના પરિવારમાં દોઢ એકર જેટલી જમીન પર નાના પાયે પશુપાલન થતું હતું. સમયાંતરે અવનવા અભ્યાસની માહિતી તેમજ વ્યવસાયિક અને આપસૂઝ ધરાવતા જયેશભાઇએ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે સમય આપવો શરૂ કર્યો હતો.

મેં 10થી 12 જેટલી જ ગાયો રાખી છે. તેમને યોગ્ય સમયે નિત્યક્રમમાં દાણ આપી દઇએ અને તેમના ખોરાકનો સમય બરોબર સાચવીએ તેથી તે દરરોજ નિર્ધારિત દૂધ આપે છે. ગાયને રાખવા માટે શેડ બનાવ્યો છે અને દોહવા માટે મશીન પણ મૂક્યું છે. અત્યારે અમૂલમાં દૂધની ભરતી કર્યા પછી મહિને દોઢ લાખ જેટલી આવક થઇ જાય છે...જયેશભાઇ પટેલ (પશુપાલક)

10 વર્ષથી પ્રાકૃતિક ખેતી : જયેશભાઇ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી તેઓ ખાતર અને કીટનાશક બનાવે છે. તેના ઉપયોગથી તેઓ શાકભાજી, ગાય માટે રંજકો અને જરૂરી પાક તેમની જમીનમાં તૈયાર કરે છે. સાથે તેઓ છાણમાંથી ખાતર બનાવીને આસપાસના ખેડૂતોને વેચીને પણ આવક કરી રહ્યા છે. તેમના ઘરમાં પ્રવેશતાં જ ગોબરમાંથી બનાવેલા ધૂપની સુવાસ ફરી વળે છે.

12 ગાય કરાવી રહી છે તગડી કમાણી
12 ગાય કરાવી રહી છે તગડી કમાણી

અમૂલનો સહકાર : ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં અમૂલ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, ડેરી ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયું છે. પશુપાલકોને યોગ્ય તાલીમ, બિયારણ, દૂધની ખરીદી, કૃત્રિમ બીજદાન અને વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડવામાં સંસ્થા દ્વારા મદદ મળતી હોય છે. અમૂલના આ યોગદાન વિશે વાત કરતાં જયેશભાઇએ કહ્યું હતું કે અમૂલના કારણે અમને સારું બીજદાન મળ્યું. બ્રીડીંગ ડેવલપ થવા લાગ્યું અને તેના લીધે ઉત્પાદન વધી ગયું. તેના લીધે આવક વધવા લાગી અને અમારો ઉત્સાહ પણ વધ્યો. પરિણામે અમારા જાણકારી મેળવવાના પ્રયત્નો પણ વધ્યા અને અમને દરેક બાબતનું છેડા સુધીનું નૉલેજ મળવા લાગ્યું. અમે જે ઇચ્છતા હતાં એ અમૂલના કારણે અમને મળવા લાગ્યું હતું.

દૂધ ઉત્પાદન માટે વાઇબ્રન્ટ ગુજરાતનો ઉપયોગ : આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 આવી રહી છે ત્યારે આ સમિટ કેવી રીતે તેમને માટે મહત્વપૂર્ણ છે તે વિશે વાત કરતાં પશુપાલક જયેશભાઇએ જણાવ્યું હતું કે તેઓ એક પણ વાયબ્રન્ટ સમિટ ચૂકતાં નથી અને આ સમિટનો ઉપયોગ કરે છે. આ સમિટમાં તેમના જેવા ઘણા લોકો આવે છે. જેનો ઘણો ફાયદો મળે છે જેથી તેઓ કાયમ વાયબ્રન્ટ સમિટનો લાભ ઉઠાવે છે. પશુપાલન અને પ્રાકૃતિક ક્ષેત્રે સંકળાયેલા જયેશભાઇને પશુપાલન, પ્રાકૃતિક ખેતી અને તેના દ્વારા વિવિધ બિઝનેસ મોડલ વિકસિત કરવા અંગે રાજ્યભરમાં તાલીમ પણ આપે છે. તેમની પ્રેરણાથી ઘણા ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ પણ વળ્યા છે.

  1. International Women's Day: બનાસ ડેરી દ્વારા પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરાયું
  2. Gopal Ratna Award 2021: બનાસકાંઠાના નિરક્ષર પશુપાલક મહિલાએ 6 કાંકરેજી ગાય અને બન્ની નસ્લની 14 ભેંસ તૈયાર કરતા મળ્યો એવોર્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.