ETV Bharat / state

Gandhinagar News : PM મોદીએ શરૂ કરેલ સ્વાગત, સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે સ્વાગત સપ્તાહની ઉજવણી - સ્વાગત

24 એપ્રિલ 2003થી શરૂ થયેલો ગુડ ગવર્નન્સનો સ્વાગત કાર્યક્રમ સ્વાગત આગામી 24 એપ્રિલે 21માં વર્ષમાં પ્રવેશ કરશે. જેને લઇને સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ અઠવાડિયું સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

Gandhinagar News : એપ્રિલના છેલ્લા સપ્તાહમાં સ્વાગત સપ્તાહની ઉજવણી, છેક સીએમ સુધી કાર્યક્રમ શૃંખલા નક્કી થઇ

author img

By

Published : Apr 14, 2023, 6:55 PM IST

Updated : Apr 14, 2023, 9:12 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની સરકારી કચેરીઓમાં ઇન્ફરમેશન ટેક્નોલોજી-ઇ ગવર્નન્સના માધ્યમથી પ્રજાજનોની ફરિયાદોના વાજબી નિરાકરણ માટે ગુજરાતમાં શરૂ કરાવેલા દેશભરના પ્રથમ અભિનવ પ્રયોગ ‘સ્વાગત’ના સફળ બે દાયકા પૂર્ણ થવા જઇ રહ્યાં છે. ત્યારે તેની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવશે.

ગતના આયોજનને આખરી ઓપ : સ્વાગત સપ્તાહ ઉજવણી અંગેના આયોજન માટે રાજ્યના મુખ્ય સચિવે રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી જેમાં ગ્રામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય સ્વાગતના આયોજનને આખરી ઓપ અપાયો છે. 17 એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા કેમ્પનું આયોજન થશે જ્યારે 24 એપ્રિલથી 26 એપ્રિલ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે અને 27 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત યોજાશે.

જનફરિયાદ નિવારણની પહેલ : આ અંગે વધુ વિગતો આપતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલ 2003 થી શરૂ કર્યો હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ એટલે સ્વાગત હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે.

આ પણ વાંચો Ambedkar Birth Anniversary: કમલમ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી, યુવા જોડો અભિયાનનો પ્રારંભ

સીમાચિન્હ કાર્યક્રમ : તેમણે જણાવ્યું કે પ્રજાજનોએ પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતિના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સીમાચિન્હ બની ગયો છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003 થી સ્વાગત કાર્યક્રમમાં દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે નક્કી કર્યો છે. જેમાં મુખ્યપ્રધાન પોતે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદાર નાગરિકની રજૂઆત સાંભળે છે અને તેનું વાજબી નિવારણ લાવે તેવી સંવેદનશીલ પરિપાટી પડી છે.

બેઠકમાં નક્કી થયાં કાર્યક્રમ : રાજ્યમાં સ્વાગત કાર્યક્રમના 21 વર્ષની ઉજવણીને લઇને નક્કી થયેલા કાર્યક્રમોમાં ગ્રામ તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ 21 થી 29 એપ્રિલ સુધી યોજાશે જેને સામાન્ય વહીવટ વિભાગે આખરી ઓપ આપ્યો છે. તમામ જિલ્લા કલેક્ટર વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ આયોજન સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં.

પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન : 11 થી 17 એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પ યોજાશે.જેમાં સંબંધિત જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકાના મોટા ગામોની પસંદગી કરી અરજી સ્વીકારવા માટેના કેમ્પ યોજાશે.તેમાં આવેલી અરજીઓનો તાલુકા સ્વાગતમાં સમાવેશ કરીને ઝડપથી નિરાકરણ લાવવા અને ગ્રામ સ્વાગતને સુદ્રઢ કરવા માટે નોડલ ઓફિસર તરીકે ક્લાસ ટુના એક અધિકારીની નિમણૂક કરાશે. 5 એપ્રિલે શનિવારે બાયસેગ સેટકોમ દ્વારા તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની તાલીમનું પણ આ સંદર્ભે આયોજન કરાયું છે.

આ પણ વાંચો Zaveri Commission: ઝવેરી કમિશનનો રિપોર્ટ સીએમને સુપ્રત, સરકાર હવે કરશે મહત્ત્વનો નિર્ણય

24થી 26 એપ્રિલ તાલુકાદીઠ સ્વાગત યોજાશે : સ્વાગત સપ્તાહ દરમ્યાન 24થી 26એપ્રિલ સુધીમાં તમામ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તાલુકા વાઇઝ સ્વાગત યોજવામાં આવશે. જેમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અધ્યક્ષતા કરશે. તાલુકા સ્વાગતના પ્રશ્નોની સમીક્ષા દર મહિને યોજાતી મહેસૂલી અધિકારીઓની બેઠકમાં પણ હાથ ધરાશે. તાલુકા સ્વાગતની પરિપાટીએ 27 એપ્રિલે જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવશે અને તેમાં તાલુકા સ્વાગતમાં લેવાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવા સાથે તાલુકા કક્ષાએ હલ ન થયા હોય તેવા પ્રશ્નોનું જિલ્લા સ્વાગતમાં નિરાકરણ લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઝૂંબેશ : જિલ્લા સ્વાગતમાં રજુ થયેલા પ્રશ્નોનું ઝૂંબેશ સ્વરૂપે નિવારણ થાય તે માટે દરેક જિલ્લા કલેક્ટરને આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જે પ્રશ્નો પેન્ડીંગ રહેશે તેની સમીક્ષા જિલ્લા ફરિયાદ સહસંકલન સમિતી બેઠકમાં કરવામાં આવશે.

મુખ્યપ્રધાન 27મીએ કરશે અધ્યક્ષતા : આ કડીમાં અંતિમ દિવસોમાં સીએ ભૂપેન્દ્ર પટેલ સ્વાગત સપ્તાહને લઇ એપ્રિલના અંતિમ ગુરૂવારે 27 એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જેમાં તેઓ સ્વયં જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન આવેલા પ્રશ્નો અને તેના નિવારણની કામગીરીની સમીક્ષા કરશે. મુખ્યમંત્રીશ્રી કરવાના છે.ત્યારે સુશાસન પરંપરાને વધુ લોકાભિમુખ બનાવી પ્રજાજનોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે સરકારની પ્રતિબદ્ધતાની અનૂભુતિ આ લોકોને થાય તે પ્રકારના સ્વાગત સપ્તાહ કાર્યક્રમનું સુદ્રઢ આયોજન વહીવટીતંત્રએ શરુ કર્યું હોવાનું જણાવાયું હતું.

Last Updated : Apr 14, 2023, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.