ETV Bharat / state

Common Universities Act : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આવશે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ, કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ - Monsoon session

ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ ( કોમન યુનિવર્સિટી એક્ટ ) રજૂ કરાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયોની વિગતો જણાવતાં ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી.

Common Universities Act : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આવશે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ, કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ

author img

By

Published : Jul 26, 2023, 3:25 PM IST

ગાંધીનગર : એનઈપી 2020 હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા- કાર્યપદ્ધતિના અમલ માટે એક સમાન કાયદો અનિવાર્ય છે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ કાયદાને લઇને આગામી સમયમાં ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ - કોમન એક્ટ રજૂ કરશે. કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ શરુ કરવા હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક,આંધ્રપ્રદેશ રાજયોમાં યુનિવર્સિટી કોમન એકટ બનાવવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એનઈપી 2020 હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના સુચારુ અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય છે. આ એકટના અમલથી સંશોધન અને સઘન અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની જરૂરીયાતોના સંદર્ભે એકસરખા માળખા પર અને કાર્યપદ્ધતિ પર આધારીત હોય તેવી પ્રણાલીગત તમામ યુનિવર્સિટીઓ માટે એક સમાન કાયદો બનાવીને અમલ કરવાનું સરળ હોવા સાથે યોગ્ય, વ્યવહારૂ અને કાયદાકીય રીતે પણ વાજબી અને ન્યાયપૂર્ણ છે. જે માટે રાજ્યની યુનિવર્સિટીઓ માટે કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય અને જરૂરી છે...ઋષિકેશ પટેલ(ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણપ્રધાન)

ચોમાસુ સત્રમાં રજૂ થશે બિલ : ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ (કોમન એક્ટ) રજૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ ડ્રાફ્ટ બિલની વિશેષ જોગવાઈઓ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં વર્ષો બાદ તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરાનું રાજ્ય છે.

શી છે જોગવાઇઓ : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને કેન્દ્ર સરકારની રેગ્યુલેટરી બોડીઝ જે પ્રમાણે નીતિઓ ઘડે છે તે પ્રમાણે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ઘણા ઠરાવ અને નોટિફિકેશન્સ બનાવવામાં આવે છે. જેનો અમલ રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયાંતરે થાય તે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 - નેશનલ એજ્યુકેશન પોલિસીના મુખ્ય મુદ્દાઓનું રાજ્યની યુનિવર્સિટીમાં અમલીકરણ થાય તે મુજબ યુનિવર્સિટી ઉદ્દેશ્ય, સત્તાઓ અને ફરજો માટે જોગવાઈ કરાઇ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો, ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને એન્ટરપ્રાઇઝ જેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મહત્વના મુદ્દાઓની કામગીરી કરવા માટે સત્તાધીશોની નિમણૂક માટેની મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ઓટોનોમી પૂરી પાડવામાં આવશે : કોમન યુનિવર્સિટી એક્ટની અન્ય મહત્વની જોગવાઈઓ વિશે નજર કરીએ તો તેમાં જરૂરિયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ, બોર્ડ, સમિતિ કાઉન્સિલની જોગવાઈઓ, અસરકારક નિયમો અને નિયમન સાથે નવી કાઉન્સિલ - કમિટીઓ ઉમેરવામાં આવી છે. યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે.

સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા : પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC એ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલા છે તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ધોરણો પ્રમાણે કરવી આવશ્યક બને છે. યુનિવર્સિટીનું સંચાલન સુચારૂરૂપે થાય તે માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી તે જ યુનિવર્સિટીઓનો જ આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે.

  1. HNGU News: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ક્રેડીટ માળખામાં સુધારા સાથે ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારાયું, આગામી સમયમાં તેનો અમલ
  2. Patan news : પાટણમાં 26 ઉત્તરવહીઓ ગુમ થવા બદલ યુનિવર્સિટી દોષિતોને બચાવશે કે સજા કરશે ?
  3. DU Centenary Ceremony: યુનિવર્સિટી અને દેશના સંકલ્પોમાં એકરૂપતા હોવી જોઈએ - PM મોદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.