ETV Bharat / state

Gandhinagar News : જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, 551 વિકાસકાર્યોની ભેટ આપશે મુખ્યપ્રધાન - CM Bhupendra Patel

આ વર્ષે પહેલી મે 2023ના રોજ જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ નિમિત્તે પરેડમાં સલામી ઝીલશે. આ ઉપરાંત કયા આયોજન થયાં છે તે જોઇએ.

Gandhinagar News : જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, 551 વિકાસકાર્યોની ભેટ આપશે મુખ્યપ્રધાન

author img

By

Published : Apr 27, 2023, 2:28 PM IST

Updated : Apr 28, 2023, 3:20 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની સરકાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભાજપ સરકારની ખાસિયત રહી છે કે, રાજ્ય સ્થાપના દિવસની કોઇ એક જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે 1 લી મેએ ગુજરાતનો 63માં ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવશે. આ વિશે પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે વધુ વિગતો આપી હતી.

551 વિકાસકાર્યોની ભેટ : ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યપાલ, મુખ્યપ્રધાન, પ્રધાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિને પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરાયું છે. આ અવસર પર જામનગરને 300 કરોડથી વધારેની રકમના કુલ 551 જેટલા વિકાસકાર્યોની ભેટ મળશે.

આ પણ વાંચો SWAGAT: સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ, PM મોદી વિડીયો કોનફરન્સથી તમામ જિલ્લામાં સંબોધન કરશે

લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન : રાજ્ય સ્થાપના દિવસને લઇને ઋષિકેશ પટેલે ગુજરાત સ્થાપના દિવસ સંદર્ભમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને શુભેચ્છાઓ પાઠવી છે. નાગરિકોને તેમણે એનુરોધ કર્યો કે સર્વોત્તમ ગુજરાત બનાવવાના સરકારના સંકલ્પમાં સહભાગી બને. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજયના પ્રધાનમંડળના સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે.

શસ્ત્ર પ્રદર્શન યોજાશે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે હાથ ધરાયેલ ચર્ચાની વિગતો આપતા રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 1 લી મે 63માં ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. જે અવસરે 29 એપ્રિલથી સરકાર દ્વારા વસાવવામાં આવેલા અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન જાહેર જનતાના નિદર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.

આ પણ વાંચો Mann ki Baat 100 : PMની 'મન કી બાત'ના 100મા એપિસોડને લઈને ભાજપની તૈયારીઓ, ગુજરાતના યુવાઓ પર વધુ ફોક્સ

303. 48 કરોડના વિકાસકાર્યો : જામનગરમાં જ્યારે રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થતી હોય ત્યારે જામનગર શહેર અને જિલ્લા માટે વિવિધ વિકાસકાર્યોનો થાળ પણ સરકાર લાવવાની છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ 303. 48 કરોડની કિમતના કુલ 551 વિકાસકાર્યોનું ઈલોકાર્પણ, ઈખાતમૂહુર્ત અને ઈભૂમિપૂજન કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી 29મી એપ્રિના દિવસથી સરકારે વસાવેલા આધુનિચ અને પહેલાંના શસ્ત્રોનું એક જાહેર નિદર્શન પણ શરુ થવા જઇ રહ્યું

મહારાણા પ્રતાપની કાસ્ય પ્રતિમાનું અનાવરણ : આ ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ પણ યોજાશે. પોલીસ પરેડ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ જવાનોની 21 પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ પરેડ યોજાશે જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સલામી ઝીલશે. આ સાથે કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા આકર્ષણરુપ કહી શકાય તેવા શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Last Updated : Apr 28, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.