ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 15 મી વિધાનસભાનું ગઠન થયા બાદ આજે સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભા દ્વારા અલગ અલગ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસો માટે સમિતિ પંચાયતી સમિતિ માટેનું ચૂંટણીનું પરિણામ આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યું છે. જેમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
અંદાજ સમિતિ શું છે : અંદાજ સમિતિમાં દર વર્ષે પ્રથમ સત્રની શરૂઆતમાં અંદાજ સમિતિની રચના કરવામાં આવે છે. પણ 15મી વિધાનસભામાં પ્રથમ સત્રની બાદ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં મનીષા વકીલને પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. આ સમિતિ અંદાજપત્રમાં સુધારેલા ખર્ચના અંદાજોની તપાસ કરે છે અને તે અંદાજો અંતર્ગત નીતિ અનુસાર કોઈ ફેરફાર અથવા તો કાર્યક્ષમતામાં સુધારો અથવા તો વહીવટી સુધારા અંગેનો અહેવાલ આપે છે અને તેને અમલ કરવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવે છે.
અંદાજ સમિતિ સભ્યોના નામ : મનીષા વકીલને પ્રમુખને પ્રમુખ બનાવાયાં છે. તે સાથે અન્ય 14 સભ્યોના નામમાં તુષાર ચૌધરી, બલરાજસિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ, હર્ષદ પટેલ, ભગવાનજી કરગતિયા, ભગાભાઈ બારડ, શંભુનાથ ટુંડિયા, ગોવિંદભાઈ પરમાર,અર્જુનસિંહ ચૌહાણ, માનસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, સંગીતા પાટીલ, વિનોદ મોરડીયા અને અરવિંદ પટેલનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો Karnataka Assembly Elections : કર્ણાટકની ચૂંટણી માટે ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી મહત્વની જવાબદારી
જાહેર હિસાબ સમિતિ : જાહેર હિસાબ સમિતિમાં પણ પંદર સભ્ય હોય છે. આ સમિતિમાં સરકારના એકેય પ્રધાનો સમિતિમાં સભ્યપદ રહી શકતા નથી. રાજ્યના વિનિયોગ હિસાબો નાણાકીય હિસાબો કેગનો અહેવાલ તપાસીને સમિતિને અહેવાલ તેઓ રજૂ કરે છે. સાથે સાથે અહેવાલ ઉપર સરકારે લીધેલા પગલાં વિશે પણ સમિતિ ચકાસણી કરે છે અને તે અંગેના મંતવ્યો પણ અહેવાલમાં જણાવવામાં આવે છે.
જાહેર હિસાબ સમિતિના સભ્યો : આ સમિતિમાં જીતુ વાઘાણી, પ્રવીણ માળી,ડોક્ટર સી જે ચાવડા, વિનેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, કાંતિલાલ અમૃતિયા, જયેશ રાદડિયા, હેમંત આહીર, અર્જુન મોઢવાડિયા, સી કે રાહુલજી, ઈશ્વરસિંહ પટેલ, અરવિંદ રાણા, કુમાર કાનાણી અને નરેશ પટેલનો સમાવેશ કરાયો છે.
પંચાયતી રાજ સમિતિ : દરેક વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆતમાં પંચાયતી રાજ સમિતિનો રચના કરવામાં આવે છે. આ સમિતિમાં વિધાનસભા પોતાના સભ્યમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંત અનુસાર 15 સભ્યો હોય છે. જ્યારે આ સમિતિની શરૂઆત 9 માર્ચ 1981ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ એક સપ્ટેમ્બર 1987 થી ગુજરાત વિધાનસભામાં નિયમોની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતોના હિસાબ પરના સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકોના ઓડિટ અહેવાલ તપાસીને સમિતિ તેનો અહેવાલ સમક્ષ રજૂ કરે છે.
આ પણ વાંચો Cabinet Meeting: મોટું એલાન થઈ શકે, આજે CM પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક
પંચાયતી રાજ સમિતિ સભ્યોના નામ : આ સમિતિમાં પંકજ દેસાઈ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગેનીબેન ઠાકોર, કરસનભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ પરમાર, દેવાભાઈ માલમ, ભીખાભાઈ બારૈયા, ગુલાબસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, અક્ષય કુમાર પટેલ, દર્શના દેશમુખ, ઈશ્વરભાઈ પરમાર, મોહન ઢોડીયા અને ભરત પટેલના નામ જાહેર થયાં છે.
જાહેર સાહસોની સમિતિ : જાહેર સાહસો માટેની સમિતિની વાત કરવામાં આવે તો એ રાજ્યના જુદા જુદા બોર્ડ અને કોર્પોરેશનની સ્વાયત્તા અને કાર્યક્ષમતાના સંદર્ભમાં તેમના કામકાજનું સંચાલન તંદુરસ્ત વેપારી ધોરણે ચાલે છે કે નહીં તે આ સમિતિ તપાસ કરે છે. જેમાં બોર્ડ, કોર્પોરેશનની સ્વાયત્તા અને કાર્યકક્ષાના સંદર્ભમાં વહીવટી અહેવાલો અને હિસાબો અને તેના ઓડિટ રિપોર્ટ અને રાજ્યના કેગના રિપોર્ટમાં બોર્ડ કોર્પોરેશનની તપાસ કરે છે.
જાહેર સાહસોની સમિતિ સભ્યોના નામ : મહત્ત્વપૂર્ણ એવી આ સમિતિમાં ગણપતસિંહ વસાવા, માલતી મહેશ્વરી, ઇમરાન ખેડાવાલા, બાબુભાઈ પટેલ, જે વી કાકડીયા, મહેશ કસવાલા, હીરાભાઈ સોલંકી, રમેશભાઈ કટારા, કેતન ઈમાનદાર, યોગેશ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, પ્રવીણભાઈ ઘોઘારી,
પૂર્ણશ મોદી અને જીતુભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો Right to Education : બાળકોને એડમિશન અપાવતા પહેલા થઈ જાવ સાવધાન, વાલી અને એજન્ટ સામે થશે કાર્યવાહી
તમામ પક્ષને સ્થાન : 15મી ગુજરાત વિધાનસભાની અલગ અલગ કમિટીઓમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અપક્ષ તરીકે એક પણ ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અપક્ષ ધારાસભ્યોએ ભાજપને વિધાનસભા ટેકો જાહેર કર્યો છે, તેમ છતાં પણ તેઓને એક પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કિરીટ પટેલને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની કોર્ટમાં અમિત શાહ અને હર્ષદ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની કોર્ટમાં શિવાભાઈ ગોહિલ અને કચ્છ યુનિવર્સિટીની કોર્ટમાં અનિરુદ્ધ દવેને સ્થાન પ્રાપ્ત થયું છે.
અન્ય યુનિવર્સિટીની કોર્ટમાં સ્થાન મેળવેલ સભ્યોના નામ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટમાં ઉદય કાનગઢ, ડોક્ટર દર્શિતા શાહ અને સંજય કોરડીયા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેનેટમાં સંગીતાબેન પાટીલ અને સંદીપ દેસાઈ, સરદાર પટેલ યુનિવર્સિટી સેનેટમાં યોગેશ પટેલ અને પંકજ દેસાઈ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટમાં મનીષા વકીલ અને કેયૂર રોકડિયાને મૂકવામાં આવ્યાં છે.