ETV Bharat / state

Gandhinagar News : સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીન પ્રોજેક્ટ માટે સરકારે ફાળવ્યાં 70 કરોડ, કેન્સર સારવારની આ વાત જાણો - સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીન પ્રોજેક્ટ

ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા 70 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતાં જેમાં આ નિર્ણય પણ શામેલ છે.

Gandhinagar News : સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીન પ્રોજેક્ટ માટે સરકારે ફાળવ્યાં 70 કરોડ, કેન્સર સારવારની આ વાત જાણો

author img

By

Published : May 9, 2023, 3:14 PM IST

ગાંધીનગર : સરકાર દ્વારા સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ માટે નાણાંની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નિર્ણય કર્યો છે. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનો ઉપયોગ યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ખાતે આ પ્રોજેક્ટ શરૂ થવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા સાથે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. એટલું જ નહીં, દર્દી-દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે.

5 માળનું યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ : આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અને તેની અન્ય વ્યવસ્થાઓ માટે 1000 સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત છે. સાયક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિતના 5 માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે 1000 સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત રહેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેન્શન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યુ હતું. આ સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષની અવધિમાં પૂર્ણ થશે.

આ પણ વાંચો

  1. Green Hydrogen Project: ગ્રીન હાઇડ્રોજન પાર્કની જમીન ફાળવણી બાબતે સૈદ્ધાંતિક મંજૂરી, ટુંક સમયમાં જાહેર કરાશે નોટિફિકેશન
  2. ગણેશ ચોકડી પર બનશે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ, મળી સૈદ્ધાંતિક મંજૂરી
  3. મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો

રેડિયો એક્ટિવ પદાર્થ જ્યારે જોઈએ ત્યારે મળશે : બેઠકમાં આ અંગેની વધુ વિગતો આપતાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ઈન્સ્ટિટ્યુટમાં ન્યુક્લિયર મેડીસીન વિભાગનું પોતાનું સાયક્લોટ્રોનના હોવાને કારણે વર્ષે દિવસે લગભગ 4000 જેટલા દર્દીઓને જ લાભ મળે છે. કેટલાક મોલેક્યુલસ એવા હોય છે જેની હાફ લાઇફ થોડી જ મિનીટો માટે હોય છે. આવી કોઇ પણ તપાસ અત્યારે આ ઇન્સ્ટીટ્યુટમાં શકય નથી પરંતુ સાયકલોટ્રોન પ્રોજેક્ટ અન્વયે મશીન ઉપલબ્ધ થવાથી કોઇ પણ તપાસ જ્યારે પણ કરવાની હશે ત્યારે કરી શકાશે.

16000 જેટલા દર્દીઓને લાભ : આપને જણાવીએ કે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ ખાતે ન્યુકિલયર મેડીસીન વિભાગ 28 વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત છે. આ વિભાગમાં રાજ્ય સરકારની મદદથી સાયકલોટ્રોન પ્રોજેક્ટ હવે કાર્યરત કરવામાં આવશે. આ નવો પ્રોજેક્ટ શરૂ થવાથી ભવિષ્યમાં હાલની સ્થિતિના ચાર ગણાં એટલે કે વર્ષે 16000 જેટલા દર્દીઓને તપાસ અને સારવારનો લાભ આપી શકાશે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ જીસીઆરઆઈની અન્ય હોસ્પિટલો કે સેન્ટર્સ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગરને પણ મટિરિયલ સપ્લાય કરી શકાશે.

દસક્રોઇના ખોડિયારમાં આરોગ્ય કેન્દ્ર : આ જ ઉચ્ચસ્તરીય બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે. હાલમાં કાસિન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ખોડિયાર પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થયેલો છે. આ ખોડિયાર પેટા આરોગ્ય કેન્દ્રથી ખોડિયાર, લપકામણ અને લીલાપુર એમ ત્રણ ગામોની 8603 નાગરિકોને આરોગ્યવિષયક સેવાઓ મળી રહી છે. આ ત્રણ ગામોની ગ્રામીણ વસતીને વધુ સુદ્રઢ આરોગ્ય સેવા-સુવિધા નજીકના સ્થળેથી મળે માટે 1 કરોડ 60 લાખ રૂપિયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ સાથે ખોડિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સોલા હોસ્પિટલ સાધન ખરીદી હિસાબ : આ ઉપરાંત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલા હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડતી મોડેલ હોસ્પિટલ બનાવવા 40 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવેલી છે, તે સંદર્ભમાં રેડિયોલોજી, એનેસ્થેસિયા, મેડિસીન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, આંખોના રોગ સહિતના વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી માટે ખરીદવામાં આવેલા સાધનોની વિસ્તૃત વિગતો પણ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં સીએમઓ ઓફિશના વરિષ્ઠ અધિકારીઓ તથા આરોગ્ય કમિશનર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તજજ્ઞ તબીબો હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.