ગાંધીનગર : ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો પર દેશવાસીઓને સંબોધનના મન કી બાત કાર્યક્રમમાં જેમનો વિશેષ ઉલ્લેખ કર્યો છે તેવા મૂળ ગુજરાતના 22 જેટલા વ્યક્તિવિશેષોનું ગૌરવ સન્માન તેમના નિવાસસ્થાને કર્યુ હતું. સમાજજીવનમાં પ્રજાલક્ષી, પ્રજાઉપયોગી અને પ્રેરણાત્મક કાર્યો કરનારા જનસામાન્યની વાત દેશવાસીઓ સમક્ષ સહજ સંવાદથી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના માનવીની મોટી સિદ્ધિઓને બિરદાવી છે તેમ પણ સીએમ પટેલે જણાવ્યું હતું.
પ્રેરણાસ્ત્રોત લોકો ગણાવ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ 22 વ્યક્તિવિશેષો સાથે સંવાદ સાધતાં કહ્યું કે પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલક્ષી કાર્યો અને સમાજજીવનમાં ઉલ્લેખનીય પ્રદાન કરનારા આપ સૌ અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છો. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સૌ મહાનુભાવોનું સન્માન કરતા તેમને પોતાના કાર્યક્ષેત્રમાં વધુને વધુ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવવા સાથે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જ્યાં જરૂર પડે ત્યાં તેમને સહયોગ આપવા પણ તત્પર રહેશે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેયમંત્ર સાથે ગુજરાતને દેશના ગ્રોથ એન્જીન તરીકે આગળ ધપાવવા પણ અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે
100 અંક આગામી દિવસોમાં પૂર્ણ : આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોમાં સંબોધનના શરૂ કરેલા મન કી બાત કાર્યક્રમના 100 અંક આગામી દિવસોમાં પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ વાર્તાલાપ શ્રેણીના અત્યાર સુધીના વિવિધ એપિસોડમાં જેમનો વડાપ્રધાન મોદીએ વિશેષ ઉલ્લેખ કરેલો છે તેવા 22 ગુજરાતીઓને સ્મૃતિચિન્હથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સન્માનિત કર્યા હતા અને સ્નેહમિલન યોજ્યું હતું.
સીએમ મુલાકાતમાં સન્માનિત ગુજરાતીઓ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં જેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યાં હતાં તેમાં કેટલાક નામોની જાણકારી સામે આવી છે તેમાં 27 જાન્યુઆરી 2015ના મન કી બાતના કાર્યક્રમમાં ડોક્ટર કમલેશ ઉપાધ્યાય વ્યક્તિવિશેષ તરીકે પીએમ મોદીએ તેમને યાદ કર્યાં હતાં. 27 ડીસેબમ્બર 2015ના અંકમાં આંશિંક પ્રજ્ઞાચક્ષુ દિલીપ ચૌહાણને પીએમ મોદીએ યાદ કર્યાં હતાં. 30 એપ્રિલ 2017ના એપિસોડમાં ચકલી બચાવવાનું કામ કરનારા જગત કિનખાબવાલા, 25 જૂન 2017ના એપિસોડમાં ડોક્ટર અનિલભાઈ સોનારા, 29 જૂન 2018ના રોજ આફરીન શેખ અને તેમના પિતા શેખ મહોમ્મદ જલા, 27 સપ્ટેમ્બર 2020ના અંકમાં અમર વ્યાસ, 31 જુલાઇ 2022ના અંકમાં ધર્મેશભાઇ અને કાજલબેન ગોહિલ, મૂકેશભાઇ પાંચાની, ઇન્દુબેન ખાખરાવાલા, તેમના પુત્ર નિશીથ ઝવેરી અને સત્યેનભાઇ શાહને યાદ કર્યાં હતાં.
આ પણ વાંચો Vadodara News : વડોદરાની આ શાળામાં પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડની એકસાથે ઝલક માણો
પીએમે બિરદાવી કામગીરી :29 ઓગસ્ટ 2021ના મન કી બાતમાં ગુરચરણ તડવી, હેતલબેન પટેલ, નીલમબેન તડવી, ગંગાબેન તડવીને યાદ કરી એક જ એપિસોડમાં આ તમામની કામગીરીને બિરદાવી હતી. 26 જૂન 2022ના અંકમાં તન્વીબેન પટેલ-લાડોલવાળા, 26 નવેમ્બર 2017ના રોજ દિવ્યાંગ જીગર ક્કકડ, 26 જૂન 2016ના રોજ વડોદરાના મોહના, 25 સપ્ટેમ્બર 2016ના અંકમાં નવસારીના ગૌરી શાર્દૂલ, 27 નવેમ્બર 2016ના રોજ સુરતના દક્ષાબેન પરમાર અને ભરત મારુને યાદ કર્યાં હતાં.
વિવિધ અંકમાં નામોલ્લેખ : 25 ફેબ્રુઆરી 2018ના દિવસે મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ આઈ ક્રિએટ સંસ્થાના ઉદઘાટક યુવકને, 24 ફેબ્રુઆરી 2016ના રોજ દિવ્યાંગ પદ્મશ્રી મુક્તાબેન પંકજભાઇ ડગલી, 24 ફેબ્રુઆરી 2019ના એપિસોડમાં કચ્છના અબ્દુલ ગફુલ ખત્રી, 23 ફેબ્રુઆરી 2020ના રોજ કચ્છના ઇસ્માઇલભાઈ, 27 સપ્ટેમ્બર 2020ના દિવસે બનાસકાંઠાના ઇસ્માઇલભાઇ, 25 ઓક્ટોબર 2020ના એપિસોડમાં વિકાસ વર્તુળ ટ્ર્સ્ટ ભાવનગરના ડોક્ટર પ્રિયેશ પારેખ અને પરેશ ત્રિવેદીને, 25 ઓક્ટોબર 2020ના એપિસોડમાં ભાવનગરના પુસ્તક પરબના રણજિતસિંહ ચૌહાણને, 28 ફેબ્રુઆરી 2021ના રોજ પાટણના કામરાજભાઇ ચૌધરીને, 26 સપ્ટેમ્બર 2021ના રોજ આણંદના મેડિહબના મનીષ દાસ અને આણંદના રમેશ પટેલને તેમના યોગદાન બદલ બિરદાવ્યાં હતાં.