ગાંધીનગર : લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં એપ્રિલ અને મે માસમાં યોજાશે. તે પહેલા વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2023માં મિઝોરમમાં ત્યારબાદ જાન્યુઆરી 2024 માં છત્તીસગઢ, મધ્યપ્રદેશ,રાજસ્થાન, તેલંગણા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડીસા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે આ બંને ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠનલક્ષી કેટલાક ફેરફાર કર્યાં છે. ભા-જપ મોવડીમડળે 7 જુલાઈએ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાનાના પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરી છે. જેમાં ગુજરાતમાં કાકાના હુલામણાં નામે જાણીતા એવા નીતિન પટેલ અને કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા એમ બે ચહેરાની પસંદગી દેખાઇ છે. જેમાં નીતિન પટેલને રાજસ્થાનની અને મનસુખ માંડવીયાને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જવાબદારી સોંપાઈ છે.
રાજસ્થાનમાં આગળ વધીશું, સરકાર બનાવીશું : કેન્દ્રીય ભાજપ મોવડીમંડળ દ્વારા 7 જુલાઈના રોજ રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની રાજસ્થાન સહપ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે આખી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે. જે અંતર્ગત નીતિન પટેલે ETV BHARAT સાથે પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી.
દેશમાં આવનારા સમયમાં જુદા જુદા રાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે મને રાજસ્થાન વિધાનસભાના નિયુક્તિ કરવામાં આવી છે. જેથી રાજસ્થાનમાં તમામ નેતાઓ સાથે વિશ્લેષણ કર્યા બાદ જ રાજસ્થાનની સ્થિતિ વિશે વધારે કહી શકું. પરંતુ વર્ષ 2024માં રાજસ્થાનમાં ભાજપની સરકાર હશે.પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે ખૂબ સારો સંબંધ છે. વેપાર પરિવાર સાથે રાજસ્થાન અને ગુજરાત જોડાયેલા છે. 2024 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે અને ભાજપની સરકાર રાજસ્થાનમાં બનશે...નીતિન પટેલ(રાજસ્થાન સહપ્રભારી)
સચીન પાયલોટ નવો પક્ષ બનાવશે? : રાજસ્થાનના સહપ્રભારી તરીકે નિયુક્ત થયેલા નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત હાલમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત અને સચીન પાયલોટ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. રાજસ્થાન કોંગ્રેસમાં બે પક્ષ અત્યારે કાર્યરત છે અને તેઓ વિભાજિત થયા છે. સચીન પાયલોટ ચૂંટણી પહેલા પક્ષ છોડે અથવા તો નવો પક્ષ બનાવે તેવી શક્યતાઓ નીતિન પટેલે શક્યતા વ્યક્ત કરી હતી. જ્યારે રાજસ્થાનની ચૂંટણીમાં કોમન સિવિલ કોડ, રામ મંદિર સહિતના મુદ્દાઓને લઈને રાજસ્થાનના લોકો વચ્ચે ભાજપ પક્ષ જશે. આ ઉપરાંત લોકસભામાં પણ રાજસ્થાનમાંથી 25 બેઠક ઉપર જીત મેળવવાની વાત પણ નીતિન પટેલે કરી હતી.
સી આર પાટીલનું નિવેદન ખરું ઠર્યું : આમ નીતિન પટેલના જન્મદિવસ પર ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 22 જૂન 2023 ના રોજ જો નિવેદન આપ્યું હતું કે નીતિન પટેલની જવાબદારી વધી રહી છે અને હવે ગુજરાત નહીં આખો દેશ નીતિન પટેલને જાણશે, ત્યારે તેમણે કહેલી વાતો હવે સાચી પડી છે.
5 લોકસભા બેઠકની જવાબદારી નીતિન પટેલ પર : રાજસ્થાન વિધાનસભાના સહપ્રભારી તરીકે નિયુક્ત થયેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પાંચ લોકસભાની બેઠકની જવાબદારી પણ કેન્દ્રીય ભાજપ પક્ષ દ્વારા સોંપવામાં આવી છે. જેમાં ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની કુલ 5 લોકસભા બેઠકના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. ત્યારે રાજસ્થાનના ચૂંટણી સહપ્રભારીની જવાબદારી પણ નીતિન પટેલને આપી છે.
હવે સત્તાની નહીં સંગઠનની જવાબદારી : ગુજરાતના મોટા ગજાના નેતા ગણાતાં નીતિન પટેલને અન્ય રાજ્યમાં ચૂંટણી જીતાડવાની મોટી જવાબદારી સોંપાવા અંગે ઈટીવી ભારત દ્વારા રાજકીય બાબતોના જાણકાર દિલીપ ગોહિલનો મત જાણવા પ્રયાસ કરાયો હતો. તેમણે આ ફેરફારને લઇને મહત્ત્વનું અવલોકન રજૂ કર્યું હતું.
નીતિન પટેલને રાજસ્થાન વિધાનસભાના ચૂંટણી સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ દેશમાં મોટા સ્થાન પર રહેલા નેતાઓને સંગઠનની જવાબદારી સોંપીને તેમની કામગીરીમાં વધારો કરાયો છે. જ્યારે સંગઠનની જવાબદારી સોંપીને હવે આવનારી રાજ્યસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ તેમને ટિકિટ લગભગ નહીં મળે તેવી પણ શક્યતાઓ છે... દિલીપ ગોહિલ(રાજકીય વિશ્લેષક)
વિકટ પરિસ્થિતિમાં ચૂંટણી જીતતાં આવ્યાં છે નીતિન પટેલ : ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ હોય કે ગમે તેવી રાજકીય પરિસ્થિતિ તેવા તમામ સમયમાં નીતિન પટેલ ચૂંટણીમાં સતત જીતતા આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલની વાત કરવામાં આવે તો તેઓ 1990થી 2002 સુધી સતત ત્રણ ટર્મથી કડી વિધાનસભા બેઠક ઉપરથી જીત મેળવી હતી. ત્યારબાદ 2012 અને 2017માં પણ નીતિન પટેલે મહેસાણા બેઠક ઉપરથી જીત મેળવી હતી. ખાસ તો 2017માં પાટીદાર આંદોલનની નકારાત્મક અસર હોવા છતાં પણ તેઓએ જીત મેળવી હતી.
- BJP Campaign: નીતિન પટેલને રાજસ્થાન અને માંડવિયાને છત્તીસગઢની જવાબદારી, સહપ્રભારી બનાવાયા
- 9 Years Of Modi Govt: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઉત્તરાખંડ પહોંચ્યા, કેન્દ્રની ઉપલબ્ધિઓની કરી ચર્ચા
- Election 2023: ભાજપે ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રભારી જાહેર કર્યા, રાજસ્થાનમાં પ્રહલાદ જોશી અને મધ્યપ્રદેશમાં ભૂપેન્દ્ર યાદવને જવાબદારી