ETV Bharat / state

આખરે ગાંધીનગરનો જુગારી જમાદાર પોલીસના પંજામાં આવી ગયો - ગાંધીનગર LCB

ઉનાવા જુગારકાંડમાં છેલ્લા 28 દિવસથી જમાદાર નાસતો ફરતો હતો. ગાંધીનગર જિલ્લાની પોલીસ પણ છૂપી રાહે જમાદારને ઝડપી લેવા માટે કામગીરી કરી રહી હતી. સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ વાઘેલા ઉર્ફે જુગારી જમાદાર આખરે પકડાયો છે. ગાંધીનગર LCB-2એ 17 જુલાઈની રાત્રે ઉનાવા ગામે ખેતરની ઓરડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો.

જુગારી જમાદાર
જુગારી જમાદાર
author img

By

Published : Aug 14, 2020, 7:54 PM IST

ગાંધીનગર: ગાંધીનગર LCB-2એ 17 જુલાઈની રાત્રે ઉનાવા ગામે ખેતરની ઓરડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં કમલેશકુમાર ચીમનભાઈ પટેલ ઉર્ફે કે.સી. સહિત 8 જુગારીઓ ઝડપાયા હતા. સમગ્ર જુગારકાંડમાં મુખ્ય સુત્રધારા તરીકે ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદાર, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ જયપાલસિંહનું નામ બહાર આવ્યું હતું. જ્યારે તાજેતરમાં ઉદેપુરના પકડાયેલા આરોપી શંભુ રબારીની પૂછપરછમાં માણસા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કેતનસિંહ મહોબતસિંહ વાઘેલાનું નામ ખુલતા તેની સામે પગલા લેવાયા હતા. ત્યારે હવે પોલીસે મુખ્યસુત્રધાર જમાદારને ઝડપી પાડ્યો છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જમાદાર ગાંધીનગર શહેરની આસપાસ અને ગુજરાત બહાર સંતાતો ફરતો હતો. પોલીસની ટીમ ઘણીવાર તેની નજીક પહોંચી જતી હતી પરંતુ તે પહેલા જ છૂ થઈ જતો હતો. ત્યારે શુક્રવારે LCB-2ની ટીમે શહેરમાંથી જ ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની ઊંડાણપૂર્વક પૂછપરછની તજવીજ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.