ETV Bharat / state

Gandhinagar News : 400 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, શાહે કહ્યું હું રમકડાં ભેગા કરીશ - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 400 કરોડ રૂપિયા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રસંગે અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ અમિત શાહે કહ્યું હતું કે, હું પોતે મારા વિસ્તારમાં જઈને ઘરે ઘરે ફરીને જૂના રમકડાંઓ ભેગા કરીશ.

Gandhinagar News : 400 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, શાહે કહ્યું હું રમકડાં ભેગા કરીશ

author img

By

Published : May 20, 2023, 10:15 PM IST

ગાંધીનગરમાં અમિત શાહે વિકાસના કામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગાંધીનગર : દેશમાં લોકસભા 2024ની ચૂંટણી નજીક છે, મેં 2024માં ચૂંટણી થઈ શકે તેવી સંપૂર્ણ સંભાવના છે ત્યારે આજે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે આજે ગાંધીનગર શહેરના 400 કરોડ રૂપિયા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે બોરીજ ગામમાં અમિત શાહે આંગણવાડીના બાળકોને રમકડાંનું વિતરણ કર્યું હતું.

અમિત શાહે કાર્યક્રમમાં કરી જાહેરાત : આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, જો મને સમય મળશે તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં શનિવાર અને રવિવારે સોસાયટીઓમાં અને ગલીઓમાં જઈને જુના રમકડાંઓનું કલેક્શન કરીશ અને ત્યારબાદ આ રમકડાઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા આંગણવાડીના બાળકોને આપી. જ્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓને જોડાવાનું આહવાન શાહે કર્યું હતું, ત્યારબાદ શાહ રામકથા મેદાનમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટા પટેલ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી.

લોકસભા વિસ્તારમાં હવે રમકડાંનું થશે કલેક્શન : ગાંધીનગર શહેરના મોદી ગ્રામ્ય વિસ્તારમાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે સાંજે સાડા પાંચ કલાકની આસપાસ આંગણવાડીના બાળકોને જૂના રમકડાનો વિતરણ કર્યું હતું, ત્યારે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવેથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો ધારાસભ્ય, પદાધિકારીઓ અને જો સમય હશે તો હું પોતે પણ મારા વિસ્તારમાં જઈને ઘરે ઘરે ફરીને જૂના રમકડાંઓ ભેગા કરીશ, ત્યારબાદ ગરીબ બાળકોને આ રમકડાંનું વિતરણ કરવામાં આવશે.

ક્યાં કામોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કર્યું : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર મનપા દ્વારા આયોજિત આશરે 400 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મનપાના સેક્ટર .21 માં ડિસ્ટ્રિક શોપિંગ સેન્ટરમાં 11 કરોડના ખર્ચે બનાવેલા 1700 ટુ વ્હીલર તેમજ 14 અન્ય વાહનો માટે પાર્કિંગનું લોકાર્પણ, 25 કરોડના ખર્ચે મનપા વિસ્તારમાં સેક્ટર 11,17,21 અને 22ના રોડ ને 4 માર્ગીય બનાવી વરસાદી પાણીના નિકાલ માટે વોટર ડીશ ચેનલ તેમજ ફૂટપાથ બનાવી ઉપરાંત વિવિધ સ્થળો પર 865kw,ની સોલાર સિસ્ટમ, 645kw ના સોલાર રૂફ્ટોફ, 25 થી 30 વરસ સુધી કામ કરી શકે તેવા 220 kw na solar ટ્રી મુક્યા..કુલ ખર્ચ 6.45 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રેલવે ફાટક મુક્ત : જ્યારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રેલ્વે ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ 58.17 ખર્ચે રેલવે ઓવરબ્રિજ, રાંધેજા,પેથાપુરમાં 4.52 કરોડના ખર્ચે અધ્યતન સુવિધા વાડું સ્મશાનગૃહ, મનપામાં અધિકારી, કર્મચારીઓ માટે મનપાના સ્વભંડોળમાંથી 28 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાટર, સેકટર 2, 24 અને 29 ખાતે દવાખાનાઓનું નવીનીકરણ તેમજ નવું બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

કોંગ્રેસના સમયે તબક્કાવાર થતું હતું આયોજન : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પહેલાની સરકારોમાં જ્યારે ચૂંટણી આવતી ત્યારે લોકોને રોડ બનાવવાનું આપવામાં આવતું હતું. બીજી ચૂંટણીમાં રોડ માટેનું જોબ નંબર બતાવવામાં આવતો હતો અને ત્રીજી ચૂંટણી દરમિયાન જ્યાં રોડ બનાવવાનો છે, ત્યાં રેતી કપચી નાખી લોકોને બતાવવામાં આવતું હતું. ચોથી ચૂંટણી આવે ત્યારે એ જ ઉમેદવાર હારી ગયો હતો. કારણ કે લોકોને ખબર પડી ગઈ છે, પરંતુ ભાજપની સરકારમાં એક જ પદ્ધતિથી કામ કરવામાં આવે છે. જે ખાતમુહૂર્ત કરે તે જ યોજનાનું અને વિકાસના કામોનું લોકાર્પણ કરે છે, જ્યારે પહેલા 24 કલાક વીજળી નહોતી, પરંતુ મુક્ત તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી.

હું ખુશ નસીબ સાંસદ, મારી ટીમ મજબૂત : લોકસભાની ચૂંટણીઓ જ ગણાઈ રહ્યા છે, ત્યારે તમામ સાંસદ સભ્યો પોતાના લોકસભા વિસ્તારમાં ફરીથી ધીમે ધીમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નિવેદન કર્યું હતું કે, સમગ્ર દેશમાં હું એક નસીબદાર સાંસદ છું કે, મારા સંસદીય વિસ્તારમાં આવેલા સાતધારા સભ્યો ખૂબ મજબૂત છે. તેઓ સારું કામ કરી રહ્યા છે એટલે જ મને કોઈ ચિંતા નથી, મારી ટીમ મજબૂત છે, એટલે મારે કોઈ મહેનત કરવી પડતી નથી પણ જો જરૂર પડે તો મારા કાર્યાલયમાં રજૂઆત કરી શકો છો. ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં 16,500 કરોડના કામોના લોકાર્પણ કર્યા છે, જ્યારે હજુ 5500 કરોડના કામો પાઈપ લાઈનમાં હોવાની જાહેરાત કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કરી હતી.

Lok Sabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા મહિલાઓને પક્ષ તરફ ખેંચવા ભાજપનું કમલ મિત્ર અભિયાન

BJP Meeting : ભાજપ કારોબારી બેઠક મળી, લોકસભા અને વિધાનસભાસ્તરે " 9 સાલ બેમિસાલ" ના સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન તૈયાર

Kamalam Bjp Meeting : આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ શરૂ કરશે મહાસંપર્ક અભિયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.