ગાંધીનગર : 60 વર્ષના ઇતિહાસમાં ગુજરાત વિધાનસભામાં એક પણ વખત હોળીની ઉજવણી કરવામાં આવી નથી. કર્મચારીઓ પોત પોતાની રીતે જ હોળીની ઉજવણી કરતા હોય છે, પરંતુ ધારાસભ્ય દ્વારા પણ ક્યારેય હોળીની ઉજવણી કરવામાં આવી નથી, ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપને 156 બેઠક મળ્યા બાદ આજે ગુજરાત વિધાનસભાની સામે આવેલા મેદાનમાં હોળીની ઉજવણી કરવામાં આવશે.
કેસૂડાના ફૂલથી ઉજવણી : વર્તમાન સમયમાં યુવાનો કેમિકલ યુક્ત કલરથી ધુળેટી હોળીની ઉજવણી કરતા હોય છે. જેનાથી ભૂતકાળમાં અનેક એવી ઘટના દુર્ઘટના બની છે. જ્યારે અમુક લોકોની આંખોની રોશની પણ જતી રહી હોવાની સામે આવ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા 12 કલાકે હોળી ઉજવણી કરવામાં આવશે. પરંતુ આ હોળી કેસુડાના ફૂલથી પ્રાકૃતિક કલરથી રમવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકારનો નુકસાન ન થાય આ સાથે જ ગુજરાતના યુવાઓને પણ કેમિકલ યુક્ત હોળીથી મુક્ત કરવાનો સંદેશ પણ ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો આપશે.
આ પણ વાંચો : Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ
રાજકીય પર રહીને ઉજવણી : ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યની સંખ્યા બળ છે. જેમાં 156 ભાજપ પક્ષના ધારાસભ્ય 17 કોંગ્રેસના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો અને અન્ય ત્રણ ધારાસભ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્ય રાજકીય પર રહીને એક સાથે જ ઉજવણી કરશે, ત્યારે આ ઉજવણીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તેમના સંપૂર્ણ પ્રધાનમંડળ તમામ ધારાસભ્યો ઉજવણીમાં હાજરી આપશે.
આ પણ વાંચો : Junagadh News : હોળીના તહેવાર પર જલેબી જેવી મધુર ઘેવર મીઠાઈનું અનેરું મહત્વ
12 વાગે સત્ર પૂર્ણ, ઉજવણી શરૂ : સામાન્ય રીતે ગુજરાત વિધાનસભાનો મોર્નિંગ સત્ર સવારે 10:00 કલાકે શરૂ થાય છે, પરંતુ હોળીની ઉજવણી કરવા માટે વિધાનસભાનું સૂત્ર નવ કલાકે શરૂ કરવામાં આવ્યું છે. 12:00 વાગે પૂર્ણ કરવામાં આવશે અને 12:00 વાગ્યા બાદ તમામ ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વારની સામે આવેલા મેદાનમાં હોળીની ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે હોળી અને ધૂળેટીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ધારસભ્યો પણ એકસાથે હોળીના પર્વની ઉજવણી કરશે.