કલેકટર કુલદીપ આર્યને માહિતી આપતા વાસ્મોના યુનિટ મેનેજર એમ.કે.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ’ નલ સે જલ ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 100 ટકા નળ કનેકશનની સુવિઘા ખૂબ જ ટુંકા સમયમાં પૂર્ણ કરવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુઘીમાં તમામ ઘરે નળ કનેકશનની જાહેરાત કર્યાબાદ ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લાને સૌ પ્રથમ 100 ટકા નળ કનેકશન ઘરાવતો જિલ્લો બનાવા સરકારે ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ઘરવામાં આવી છે.
યુનિટ મેનેજર એમ.કે.મહેશ્વરીએ કહ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના 303 ગામોમાંથી માણસાના 59, કલોલના 61, ગાંધીનગરના 68 અને દહેગામ તાલુકાના 86 ગામોમાં 100 ટકા નળ કનેકશનની સુવિઘા છે. માણસાના 8 ગામના 104 ઘરોમાં નળ કનેકશન, કલોલના 8 ગામના 172 ઘરમાં નળ કનેકશન, ગાંધીનગરના 6 ગામના 43 ઘરોમાં નળ કનેકશન તથા દહેગામ તાલુકાના 7 ગામના 249 ઘરોમાં નળ કનેકશન મળી કુલ 29 ગામના ગામતળના 568 ઘરોમાં નળ કનેકશન આપવાના બાકી છે. આ 568 નળ કનેકશનના કામ માટેના રૂપિયા 17.94 લાખના ખર્ચે કરી ટુંકા સમયમાં આપી દેવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં એનઆરડીડબ્લ્યુપી. હેઠળ ગાંધીનગર જિલ્લામાં 13મી ઓકટોબર, 19 અંતિત સુઘીમાં 303 ગામમાંથી 255 ગામો વાસ્મો સાથે જોડાયેલ છે. વાસ્મો સાથે જોડાયેલા માણસાના 63 ગામોમાં 82, કલોલના 54 ગામોમાં 80, ગાંધીનગરના 63 ગામોમાં 85 અને દહેગામ તાલુકાના 70 ગામોમાં 82 એન.આર.ડી.ડબ્લ્યુ.પી. હેઠળ કુલ- 329 યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૩૨૬ યોજનાઓના કામ પૂર્ણ થઇ ગયા છે. 3 યોજનાઓના કામ પ્રગતિ હેઠળ છે.