ETV Bharat / state

Gandhinagar Crime : પૂર્વ આઈપીએસનો સંપર્ક કેવી રીતે કર્યો તે ગ્રાઉન્ડ પર પોલીસે 5 આરોપીઓના રિમાન્ડ મેળવ્યાં

ગુજરાતના નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવી બદનામ કરવાના કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવ્યાં હતાં. જેમાં ગાંધીનગર કોર્ટે 5 આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પૂર્વ IPSનો સંપર્ક કેવી રીતે કર્યો તે ગ્રાઉન્ડ પર પોલીસે 5 આરોપીઓના 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં.

Gandhinagar Crime : પૂર્વ આઈપીએસનો સંપર્ક કેવી રીતે કર્યો તે ગ્રાઉન્ડ પર પોલીસે 5 આરોપીઓના રિમાન્ડ મેળવ્યાં
Gandhinagar Crime : પૂર્વ આઈપીએસનો સંપર્ક કેવી રીતે કર્યો તે ગ્રાઉન્ડ પર પોલીસે 5 આરોપીઓના રિમાન્ડ મેળવ્યાં
author img

By

Published : Feb 14, 2023, 9:55 PM IST

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં મહિલાની સાથે મળીને પૂર્વ આઇપીએસના બદનામ કરવા માટેનું કામ થયું હતું. જેમાં એટીએસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પાંચ આરોપીને ગાંધીનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ ગાંધીનગર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ કઈ બાબતે માંગ્યા રિમાન્ડ : 5 આરોપીઓના રિમાન્ડ બાબતે ગાંધીનગર SOG ના અધિકારી વી.ડી.વાળાએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ 17 ફેબ્રુઆરી 4 કલાક સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Gujarat Ex-IPS Defamation Case : નિવૃત DGPને બદનામ કરવાનો કારસો, ભાજપના રાજકીય નેતા અને બે પત્રકારની સંડોવણી

પોલીસ હવે કઈ દિશામાં કરશે તપાસ : નામદાર કોર્ટ દ્વારા 5 આરોપીઓના રિમાન્ડ આપવામાં આવ્યા છે ત્યારે પોલીસ તપાસની વાત કરવામાં આવે તો વી.ડી.વાળાએ જણાવ્યું હતું કે આરોપીઓ આ સમગ્ર ઘટનામાં ઇનવોલ્વ છે કે નહીં, આરોપીએ કાઈ કર્યું છે કે નહીં, પૂર્વ ips સાથે સંપર્ક કરવા માટે કેવા પ્રયત્નો કર્યા, ક્યાં સોર્સ નો ઉપયોગ કર્યો હતો તે તમામ એન્ગલ થી પોલીસ તાપસ કરશે.

આરોપીના વકીલે શું કરી દલીલ : આરોપીના વકીલ દ્વારા ઓછામાં ઓછા રિમાન્ડ મળેે તે માટેની પણ દલીલ કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે નામદાર કોર્ટમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આ જુનો કેસ છે અને પેથાપુર માં મહિલાના બળાત્કાર બાબતે પહેલા પણ તપાસ થઈ ચૂકી છે જેથી ઓછા દિવસ રિમાન્ડમાં મળવા જોઈએ ત્યારે નામદાર કોર્ટ દ્વારા એક કલાકનો બ્રેક લઈને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ એટલે કે 17 ફેબ્રુઆરી સાંજના ચાર કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ

શું છે મામલો : નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવી બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને ગુજરાત ATS દ્વારા એક રાજકીય નેતા અને બે પત્રકારો સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતાનું નામ સામે આવ્યું છે. સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને નિવૃત્ત DGPને ખોટી રીતે બદનામ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નિવૃત ડીજીપીને ખોટી રીતે ફસાવીને બદનામ કરવાની ઘટના સામે આવી હતી, જેને લઈને ગુજરાત એટીએસ દ્વારા એક રાજકીય નેતા સહિત બે પત્રકારો સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે.

બોગસ સોંગદનામું કરાવ્યું હતું : જે માહિતી સામે આવી હતી, તે મુજબ પાંચ આરોપીઓએ સાથે મળીને એક મહિલા સાથે ખોટુ કામ કર્યું હોવાનું બોગસ સોંગદનામું કરાવ્યું હતું અને આ બનાવટી એફિડેવિટને આધાર બનાવીને પત્રકારોએ ન્યૂઝ છાપ્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતાં. ત્યાર બાદ આખી ઘટના પ્રકાશમાં આવી. ગુજરાત એટીએસ દ્વારા તપાસનો પ્રારંભ કરાયો હતો. જેમાં નિવૃત ડીજીપીને બદનામ કરવાનો આખો ખેલ ખેલાયો હતો. એફિડેવિટ બનાવટી નીકળી અને તપાસ દરમિયાન અનેક પાસા બહાર આવ્યા હતાં. જેમાં જી કે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજુ જેમીની, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીની ધરપકડ કરવામાં આવી હતી. જેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.