ETV Bharat / state

ગાંધીનગર કોરોના અપડેટઃ 31 કેસ નવા કેસ, એકનું મોત - corona update

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બુધવારે જિલ્લામાં કોરોનાના 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.

ગાંધીનગર કોરોના અપડેટ
ગાંધીનગર કોરોના અપડેટ
author img

By

Published : Jul 16, 2020, 5:24 AM IST

ગાંધીનગરઃ દહેગામ તાલુકામાં 1, માણસા તાલુકામાં 4, ગાંધીનગર તાલુકામાં 13 અને કલોલ તાલુકામાં 4 મળી 22 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાટનગરમાં વિકરાળ બની રહેલો કોરોના વાઇરસ બુધવારે એક આધેડને ભરખી ગયો છે. આ સાથે વધુ 9 વ્યક્તિને કોરોનાએ તેના ભરડામાં લીધા છે.

ગાંધીનગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 690
  • કુલ સક્રિય કેસ - 162
  • કુલ ડિસ્ચાર્જ - 469
  • કુલ મૃત્યુ - 41
  • કુલ ક્વોરેન્ટાઇન - 21,649
  • કુલ હોમ ક્વોરેન્ટાઇન - 21,503
  • કુલ ફેસીલીટી ક્વોરેન્ટાઇન - 86
  • કુલ ખાનગી ફેસીલીટી ક્વોરેન્ટાઇન - 60

સેકટર-4સી ખાતે રહેતો 19 વર્ષીય વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. સેકટર-27માં રહેતા અને બરોડા ખાતે રોડ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા 37 વર્ષીય પુરૂષ અને સચિવાલયના નાણાં વિભાગમાં ફરજ બજાવતી તેમની 36 વર્ષીય પત્ની પણ કોરોનાગ્રસ્ત થઈ છે. આ બંનેને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-29ની 49 વર્ષીય મહિલા અને સેકટર-24માં રહેતા શાકભાજીના 50 વર્ષીય વેપારી સંક્રમિત થયાં છે. સેકટર-2માં રહેતી 55 વર્ષીય મહિલા અને સેકટર-14માં રહેતા 65 વર્ષીય પુરૂષ કોરોનામાં સપડાયા છે.

આ સાથે અમદાવાદ શાહીબાગ ખાતે માર્કેટિંગ બિઝનેસ ધરાવતા અને સેકટર-3ડી ખાતે રહેતા 57 વર્ષીય પુરૂષને કોરોનાનો ચેપ લાગ્યો છે. સેકટર-3એ ખાતે રહેતી અને રાધેય ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફરજ બજાવતી 39 વર્ષીય શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સેકટર-24માં રહેતા અને સેક્ટર-28 ખાતે કલ્પતરૂ પાવરમાં ફરજ બજાવતા 57 વર્ષીય પુરૂષને કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને બુધવારે બપોરે તેમનું નિધન થયું હતું. આરોગ્ય વિભાગન સત્તાવાર યાદીમાં આ અંગે ઉલ્લેખ નથી. બુધવારે વધુ એક મોત સાથે પાટનગરમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ છે.

ગાંધીનગર તાલુકામાં કુડાસણ ગામમાં 55 વર્ષીય મહિલા અને 40 વર્ષીય પુરૂષ, ન્યુ પાલજ ગામમાં 58 વર્ષીય પુરૂષ, ભાટ ગામમાં 57 વર્ષીય પુરૂષ, ઉવારસદ ગામમાં 38 વર્ષીય મહિલા, શેરથા ગામમાં 56 અને 39 વર્ષીય મહિલા, વાવોલ ગામમાં 42 વર્ષીય મહિલા અને 11 વર્ષીય દીકરી, ઝુંડાલ ગામમાં 37 વર્ષીય યુવાન, રાંધેજા ગામમાં 34 વર્ષીય યુવાન, કસ્તુરીનગરના 47 વર્ષીય પુરૂષ, પેથાપુર ગામમાં 36 વર્ષીય યુવાન અને દહેગામ શહેરમાં 51 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા છે.

માણસા શહેરમાં 41 અને ૫૨ વર્ષીય પુરૂષ, પંધુરા ગામમાં 47 વર્ષીય પુરૂષ અને વેડા ગામમાં 45 વર્ષીય પુરૂષ, કલોલ તાલુકામાં નાદરી ગામમાં 37 વર્ષીય યુવાન, ઇસંડ ગામમાં 53 વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં 85 વર્ષીય મહિલા અને 37 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર તાલુકાના હાયપરટેન્શનની બિમારી ધરાવતા 52 વર્ષીય પુરૂષનું બુધવારે મૃત્યૃ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.