ગાંધીનગરઃ દહેગામ તાલુકામાં 2, માણસા તાલુકામાં 1, કલોલ તાલુકામાં 8 અને ગાંધીનગર તાલુકામાં 10 સહિત 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મહાપાલિકા વિસ્તારમાં LIC અને બેંકના અધિકારી સહિત વધુ 7 વ્યક્તિ સંક્રમિત થયા છે.
સેકટર-25 ખાતે હિટાચી કંપનીમાં ફરજ બજાવતા 48 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-29માં રહેતા 55 વર્ષીય એલઆઈસી અધીકારી પણ સંક્રમિત થયાં છે. આ બંને દર્દીઓને કોરોના વાઇરસના લક્ષણો ન હોવાથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. જીઈબી કોલોનીમાં રહેતા 55 વર્ષીય હેલ્પર અને સેકટર-3 ખાતે રહેતા અને છત્રાલ જીઆઈડીસીમાં કામ કરતાં 26 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. આ બંને દર્દીને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. એલડીઆરપીમાં નોકરી કરતાં અને સેક્ટર-15માં રહેતા 39 વર્ષીય પરૂષ કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે સેકટર-2બીમાં રહેતા અને અમદાવાદ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવતા 31 વર્ષીય પુરૂષ તથા સેકટર-27ના 37 વર્ષીય મોબાઈલ શોપના માલિક પણ કોરોનામાં સપડાયા છે.
ગાંધીનગર તાલુકામાં વાવોલ ગામમાં 62 વર્ષીય પુરૂષ, ઉનાવા ગામમાં 42 વર્ષીય પુરૂષ, પેથાપુર ગામમાં 50 અને 54 વર્ષીય પુરૂષ, 23 વર્ષીય યુવતી, અડાલજ ગામમાં 61 વર્ષીય પુરૂષ, શેરથા કસ્તુરીનગરમાં 45, 60 અને 20 વર્ષીય પુરૂષ અને 46 વર્ષીય મહિલા અને માણસા તાલુકામાં લોદરા ગામમાં 44 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. દહેગામ તાલુકામાં ઘમીજ ગામમાં 55 વર્ષીય પુરૂષ , દહેગામ શહેરમાં 24 વર્ષીય યુવતીને અને કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં 48 વર્ષીય પુરૂષ, નાદરી ગામમાં 69 વર્ષીય પુરૂષ તથા કલોલ શહેરમાં 5 પુરૂષો અને 1 મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 811 થયો છે. જેમાં 171 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. 481 વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 41 વ્યક્તિઓના મોત થયા છે. ગાંધીનગર જિલ્લામાં 23057 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 22,909 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન, 84 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇન અને 64 વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.