ગાંધીનગરઃ GMV(ગાંધીનગર મહાનગરપાલિકા)ની હદમાં આવતા વિસ્તારમાં મંગળવારે કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં GEB કોલોનીમાં રહેતી અને UGVCLમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય યુવતી, સેક્ટર 27 SRP કેમ્પસમાં રહેતો અને અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો 33 વર્ષીય યુવક, સેક્ટર 13aમાં રહેતો અને ખાનગી સોલર પ્લાન્ટનો બિઝનેસ કરતો 33 વર્ષીય યુવક, સેક્ટર 30માં રહેતો અને ખાનગી ધંધો કરતો 40 વર્ષીય પુરૂષ, સેક્ટર 1માં રહેતી 67 વર્ષીય મહિલને કારોનાનો ચેપ લાગ્યો છે.
સેક્ટર-13માં રહેતો અને અમદાવાદમાં ST ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો 48 વર્ષીય પુરૂષ, સેક્ટર 22માં રહેતી અમદાવાદમાં પોઝિટિવ કેર સેન્ટરમાં ફરજ બજાવતી 26 વર્ષીય યુવતી, સેક્ટર 2dમાં રહેતો 51 વર્ષીય આધેડ, GEB કોલોનીમાં રહેતી 50 વર્ષીય ગૃહિણી, સેક્ટર 5bમાં રહેતો રહેતો 65 વર્ષીય વૃદ્ધ, 52 વર્ષીય આધેડ અને સેક્ટર 21માં ખાનગી ધંધો કરતો 46 વર્ષીય પુરૂષ કોરના સંક્રમિત થયો છે.
ગાંધીનગર તાલુકામાં 3 કેસ
- ઝુંડાલમાં 53 વર્ષીય મહિલા
- અડાલજમાં 50 વર્ષીય પુરૂષ
- સુઘડમાં 53 વર્ષીય પુરૂષ
દહેગામ તાલુકામાં 1 કેસ
- કરોલી ગામમાં 32 વર્ષીય મહિલા
માણસા તાલુકામાં 3 કેસ
- લોદરા ગામમાં 42 વર્ષીય પુરૂષ
- લોદરા ગામમાં 41 વર્ષીય મહિલા
- માણસા શહેરમાં રહેતો 51 વર્ષીય પુરૂષ
કલોલ તાલુકામાં સાત કેસ સામે આવ્યા છે. જેમાં ચાર શહેર વિસ્તારમાં અને ત્રણ ગ્રામ વિસ્તારમાં નોંધાયા છે.
શહેર વિસ્તાર
- અર્બન 1 વિસ્તારમાં 35 વર્ષીય પુરૂષ
- અર્બન 1 વિસ્તારમાં 76 વર્ષીય પુરૂષ
- અર્બન 2 વિસ્તારમાં 52 વર્ષીય પુરૂષ
- અર્બન 2 વિસ્તારમાં 73 વર્ષીય પુરૂષ
ગ્રામ્ય વિસ્તાર
- રકનપુર 42 વર્ષીય પુરૂષ
- પાનસરમાં 22 વર્ષીય પુરૂષ
- બોરીસનામાં 35 વર્ષીય પુરૂષ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ કોરોનાના 668 પોઝિટિવ કેસ નોંધાય છે. જ્યારે કુલ 40 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.