ETV Bharat / state

લો, નિતીન પટેલ જ અંધારામાં, જે તબીબને ગાંધીનગર ભૂલી જવાનું કહ્યું હતું તે જ સિવિલના RMO બન્યાં - CMO

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી પડી હતી. જેમાં થોડાસમય પહેલાં જ મહિલા તબીબને ચાર્જ આપવામાં આવ્યો છે. પરંતુ હવે આ જગ્યાને લઇને રાજકારણ ગરમાઈ ગયું છે. એકસમયે રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલે જે તબીબને કહ્યું હતું કે, તમારે હવે ગાંધીનગર ભૂલી જવાનું તે જ તબીબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ તરીકે નિમણૂક પામ્યાં છે.

લો, નિતીન પટેલ જ અંધારામાં, જે તબીબને ગાંધીનગર ભૂલી જવાનું કહ્યું હતું તે જ સિવિલના RMO બન્યાં

author img

By

Published : May 4, 2020, 3:33 PM IST

Updated : May 5, 2020, 12:32 AM IST

ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના પહેલાં ડોક્ટર રાજેન્દ્ર ચૌહાણ આરએમઓ તરીકે નિવૃત્ત થતાં જગ્યા ખાલી પડી હતી. જેમાં ડોક્ટર સુધાબેનને ખુરશી સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ ત્રણ જ મહિનામાં તેમની પાસેથી ખુરશી ખેંચી લેવામાં આવી રહી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર દેવાંગ શાહને ઓર્ડર આપવામાં આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલનું રાજકારણ ગરમાયું છે.

નિતીન પટેલ જ અંધારામાં, જે તબીબને ગાંધીનગર ભૂલી જવાનું કહ્યું હતું તે જ સિવિલના RMO બન્યાં

ડોક્ટર દેવાંગ શાહ સહિત અન્ય બે તબીબો દ્વારા વર્ષ 2001માં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જેમાં શિક્ષા સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બદલી કરી દેવામાં આવી હતી. જેની સાથે અન્ય બે તબીબની પણ સંડોવણી હતી તેમને પણ શિક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ખાતાકીય તપાસ ચાલી રહી હતી પરંતુ તે કેટલે પહોંચી છે હવે કહેવું મુશ્કેલ છે તે સમયે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હવે કોઈ દિવસ ગાંધીનગરમાં નોકરી ભૂલી જવાની. ત્યારબાદ થોડાક સમય માટે આરોગ્ય પ્રધાન તરીકે શંકર ચૌધરી આવ્યાં હતાં અને તેમની પાસે સ્વતંત્ર હવાલો હતો તે સમયે ડોક્ટર શાહે ગાંધીનગરમાં પ્રવેશ કરી લીધો હતો.

લો, નિતીન પટેલ જ અંધારામાં, જે તબીબને ગાંધીનગર ભૂલી જવાનું કહ્યું હતું તે જ સિવિલના RMO બન્યાં
લો, નિતીન પટેલ જ અંધારામાં, જે તબીબને ગાંધીનગર ભૂલી જવાનું કહ્યું હતું તે જ સિવિલના RMO બન્યાં
ભૂતકાળમાં જ્યારે મારુતિ 800 ખરીદનારને તવંગર ગણવામાં આવતો હતો સામાન્ય વ્યક્તિ માટે તો મારુતિ 800 સ્વપ્ન જ પૂરતી હતી. તેવા સમયે ડોક્ટર સહિત અન્ય બે તબીબ એક જ દિવસે maruti esteem ખરીદી હતી. આ મામલો પણ તે સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને તબીબોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.ગાંધીનગર સિવિલ વર્તમાન સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણી ડોક્ટર દેવાંગ શાહ ક્લાસમેટ હોવાના કારણે તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભૂતકાળમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલમાં આરએમઓની જગ્યા ખાલી પડી હતી, તે સમયે ડોક્ટર લાખાણી દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતો, તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળતાં હતાં. પરંતુ રાજ્યના વર્તમાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અને દંડ કર્યો હોવાની વાતને લઈને સુપ્રિટેન્ડેન્ટના પગ ઢીલાં પડી ગયાં હતાં.વર્તમાન આર.એમ.ઓ ડોક્ટર સુધાબેન હવે મેદાનમાં આવી ગયાં છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સુધાબેન પણ કહી રહ્યાં છે કે, જો મને આર.એમ.ઓ તરીકે કામગીરી સોંપવી ન હતી, તો 3 મહિનાં પહેલાં કેમ બેસાડવામાં આવ્યાં જેને લઇને તેમના દ્વારા પણ આરોગ્ય કમિશનર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

Last Updated : May 5, 2020, 12:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.