ETV Bharat / state

રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલની આ છે હાલત, ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી - Civil Hospital

ગાંધીનગરઃ રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલ ખાડે જઈ રહી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજ્યમાં સેવાઓ સુદ્રઢ બનાવવાના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સામાન્ય દર્દીઓ તો ઠીક નિવૃત્ત સેક્રેટરી પણ સલામત નથી. હૃદયની બીમારીને લઇને નિવૃત્ત સેક્રેટરી આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે આંખના ઉપરના ભાગે ઉંદર કરડતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ બાદ સિવિલનું તંત્ર ચોંકી ઉઢ્યું હતું અને તમામ કર્મચારીઓને ઉંદર પકડવા માટે આદેશ આપી દીધા હતા. જોકે, હવે સમાચાર મળી રહ્યાં છે કે, દર્દીનું મોત થઈ ગયું છે.

ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી
author img

By

Published : Jul 8, 2019, 2:41 PM IST

Updated : Jul 8, 2019, 11:29 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા આઇ.સી.યુ. વોર્ડમાં 82 વર્ષીય નિવૃત સેક્રેટરી જે જી ભટ્ટ હૃદયની બીમારીને લઇને છેલ્લા એક સપ્તાહથી સારવાર મેળવી રહ્યા છે, પરંતુ આજે વહેલી સવારે આરામ ફરમાવી રહ્યા હતા. તે દરમિયાન તેમની આંખ ઉપરથી એકાએક લોહી વહેતુ જોવા મળ્યું હતું. તેમની પાસે રહેલી તેમની દીકરી આરામ કરી રહી હતી, ત્યારે તેમના હાથ ઉપરથી ઉંદર નીકળ્યો હોય તેવું જણાવ્યું હતું. જ્યારે દર્દીની સામે જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઉંદર કરડ્યો હોય તેવું જણાવ્યું હતું. જોકે, હવે સમાચાર મળી રહ્યાં છે કે, દર્દી સેક્રેચરીનું મોત થઈ ગયું છે.

રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલની આ છે હાલત, ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી

આ બનાવ બાદ દર્દીની આંખની ઉપરના ભાગે સારવાર કરી લોહી વહેતું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બનાવની જાણ સિવિલ સત્તાધીશોને કરતા તાત્કાલિક આઈ.સી.યુ. વોર્ડમાં દોડી ગયા હતા. હોસ્પિટલ કર્મચારીઓને ઉંદર પકડવાના પણ આદેશ આપ્યાં હતા. હાલ તંત્રએ તપાસની કામગીરી શરૂ કરી દીધી છે. ગાંધીનગર સિવિલમાં ઉંદરનો ત્રાસ છેલ્લા ચાર વર્ષથી છે. અગાઉ ઉંદર પકડવા માટે 40 જેટલા પાંજરા ખરીદવામાં આવ્યા હતા અને અલગ-અલગ વોર્ડમાં ગોઠવવામાં આવ્યા હતા. એક સપ્તાહ જેટલો સમય વીતવા છતાં પણ એક પણ ઉંદર પાંજરે પુરાયો નહતો.

સિવિલની ઇન્ડોર બિલ્ડિંગમાં ઉંદર વધવાનું મુખ્ય કારણ ખોરાક છે. દર્દીઓને આપવામાં આવતા ભોજનના એઠવાડનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી. જેના પરિણામે ભોજન ખાવા માટે ઉંદરો વોર્ડમાં આવે છે. જોકે, હવે સમાચાર મળી રહ્યાં છે કે, દર્દી સેક્રેચરીનું મોત થઈ ગયું છે.

R_GJ_GDR_RURAL_08_01_JULAY_2019_STORY_GNR_CIVIL HOSPITAL_REBIT BYTE_SLUG_VIDEO_STORY_7205128_gandhinagar_rural

હેડિંગ) વડાપ્રધાનના રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સેક્રેટરીની આંખ ઉંદરે કોતરી ખાધી

ગાંધીનગર,

રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલ ખાડે જઈ રહી છે. આરોગ્યપ્રધાન રાજ્યમાં સેવાઓ સુદ્રઢ બનાવવાના બણગા ફૂંકી રહ્યા છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સામાન્ય દર્દીઓ તો ઠીક નિવૃત્ત સેક્રેટરી પણ સલામત નથી. હૃદયની બીમારીને લઇને નિવૃત્ત સેક્રેટરી આઈ.સી.યુ વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આંખના ઉપરના ભાગે ઉંદર કરડતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવ બાદ સિવિલનું તંત્ર ગીતા એક કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી ગયું હતું અને તમામ કર્મચારીઓને ઉંદર પકડવા માટે આદેશ આપી દીધા હતા.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા આઇસિયૂ વોર્ડમાં 82 વર્ષિય નિવૃત સેક્રેટરી જે જી ભટ્ટ હૃદયની બીમારીને લઇને છેલ્લા એક સપ્તાહથી સારવાર મેળવી રહ્યા છે. પરંતુ આજે વહેલી સવારે આરામ ફરમાવી રહ્યા હતા તે દરમિયાન તેમની આંખ ઉપર થી એકાએક લોહી વહેતુ જોવા મળ્યું હતું. તેમની પાસે રહેલી તેમની દીકરી આરામ ફરમાવી રહી હતી. ત્યારે તેમના હાથ ઉપાડતી ઉંદર નીકળ્યો હોય તેવું જણાવ્યું હતું જ્યારે દર્દી ની સામે જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઉંદર કરડ્યો હોય તેવું જણાવ્યું હતું.

આ બનાવ બાદ દર્દીની આંખની ઉપરના ભાગે સારવાર કરવામાં આવી હતી લોહી વહેતું બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ આ બનાવની જાણ સિવિલ સત્તાધીશોને કરતા તાત્કાલિક આઈ.સી.યુ વોર્ડમાં દોડી ગયા હતા. કર્મચારીઓને ઉંદર પકડવાના પણ આદેશ કરી દેવામાં આવ્યા હતા. એકાએક કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગી જઇને જાણે સિવિલમાં કશું બન્યું જ નથી કેવી રીતે કામગીરી શરૂ કરી દીધી હતી.

ગાંધીનગર સિવિલમાં ઉંદર નો ત્રાસ છેલ્લા ચાર વર્ષથી છે અગાઉ ઉંદર પકડવા માટે 40 જેટલા પાંજરા ખરીદવામાં આવ્યા હતા અને અલગ-અલગ વોર્ડમાં આ૫ણને ગોઠવવામાં આવ્યા હતા. એક સપ્તાહ જેટલો સમય વીતવા છતાં પણ એક પણ ઉંદર પાંજરામાં પૂરાયો હતો.

સિવિલની ઇન્ડોર બિલ્ડિંગમાં ઊંદર વધવાનું મુખ્ય કારણ ખોરાક છે. દર્દીઓને આપવામાં આવતા ભોજનના એઠવાડનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે ભોજન ખાવા માટે ઉંદરો વોર્ડમાં ધીંગા મસ્તી કરતા જોવા મળે છે.

નોંધ વર્ષ ચાલતું નહીં હોવાથી ઈ મેલ કરેલ છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવો
Last Updated : Jul 8, 2019, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.