રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલંબન, સ્વદેશી અને ગ્રામ રાજ્યથી રામ રાજ્યના વિચારો કાળ બાહ્ય છે. વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે. ગાંધીજી પક્ષાપક્ષી પર હતા અને એટલે જ સૌ કોઇના સ્વીકૃત અને મહામાનવ હતા.
વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગદર્શક મહાત્મા નથી બની શકયા, જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે. એમ તેમણે ગાંધી વંદના કરતાં ગૃહ સમક્ષ જણાવ્યું હતું. જ્યારે બાપૂની કરણી અને કથનીમાં કોઇ તફાવત ન હતો. એટલે જ તેમણે સત્યના પ્રયોગો દ્વારા પોતાનું જીવન જેવું છે. તેવું ‘‘મારૂં જીવન એ જ મારો સંદેશ’’ના ભાવથી આપણી સમક્ષ મૂકયું છે.
જ્યારે આફ્રિકામાં રંગભેદની નીતિ સામે લડાઇ લડીને સ્વતંત્રતાના જંગના મંડાણ કર્યા, પરિવર્તન લાવ્યા અને બ્રિટીશ સલતનતના પાયા ડગાવી નાખ્યા. મહાત્મા ગાંધી સ્વયં સામાજિક પરિવર્તન-સામાજીક ઉત્તરદાયિત્વના સંવાહક બન્યા અને સમાજને લોકશકિતને પોતાની સાથે જોડી અહિંસક સત્યાગ્રહથી આઝાદી અપાવી. રૂપાણીએ ગૃહમાં કહ્યું હતું કે, ગાંધીજીમાં વૈચારિક સ્પષ્ટતા હતી. ભારતના ભાવિની ચિંતા હતી. તેઓ સ્પષ્ટ માનતા કે છૂઆછૂત દૂર નહિ થાય, સામાજિક સમાનતા નહિ આવે, ગરીબ-દરિદ્ર, ગામડાનો વિચાર નહિ થાય તો આપણો દેશ વિકાસ માર્ગે આગળ નહિ વધી શકે.
ગાંધીજીની 150મી જન્મજ્યંતિની ઉજવણીએ તેમના વિચાર-આચાર અને જીવન આદર્શોને પ્રવર્તમાન સમયમાં આત્મસાત કરવાની ઉજવણી બની રહે તેવો આપણો સંકલ્પ હોવો જોઈએ. આ વિશ્વ માનવમાંથી પ્રેરણા લેવા દુનિયા આખી આવે છે. બાપૂને સમજે તેમના કાર્યો તેમના જીવન કવનને અનુભવે તે માટે દાંડી સ્મારક, રાજકોટમાં ગાંધી મ્યૂઝિયમ, સાબરમતી આશ્રમ રિનોવેશન જેવા બહુઆયામી પ્રકલ્પો શરૂ કર્યા છે, તેની ભૂમિકા આપી હતી.