ETV Bharat / state

રાજ્યમાં 4 ધારાસભ્ય સાંસદ બનતા પુનઃ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, ભાજપને ભારે લીડ મળી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચાર ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી હતી. આ ચારેય ધારાસભ્યો હવે સાંસદ બની ગયા છે. ત્યારે આગામી છ મહિનામાં રાજ્યમાં ચાર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. પરિણામે આગામી 14 દિવસમાં તમામ ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપશે. નિયમ પ્રમાણે એક વ્યક્તિ એક જ પદ ઉપર રહી શકે છે તેથી રાજીનામું આપવામાં આવે છે. તેથી વિજેતા સંસદ સભ્યો ધારાસભ્ય તરીકે રાજીનામું આપશે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 24, 2019, 1:31 PM IST

Updated : May 24, 2019, 2:06 PM IST

લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કારમો પરાજય થયો છે. જ્યારે ભાજપના તમામ ધારાસભ્યો ભારે લીડથી વિજેતા બન્યા છે. જેમાં ખેરાલુ વિધાનસભા બેઠકના ભરતસિંહ ડાભી, અમરાઈવાડી બેઠકના હસમુખ પટેલ, થરાદ બેઠકના પરબત પટેલ અને લુણાવાડા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડનાર અને પાછળથી ભાજપનો ટેકો જાહેર કરનાર રતનસિંહ રાઠોડ લોકસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. ત્યારે આ ચારેય ધારાસભ્યો આગામી 14 દિવસમાં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે.

સાંસદ તરીકે શપથ લેતા પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જરૂરી હોય છે. રાજ્યમાં 14 મી વિધાનસભા સતત ખંડિત થતી આવી છે. 99 બેઠક ઉપર આવેલી ભાજપે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ધારાસભ્યોને ત્રાજવે તોલી પક્ષ પલટા કરાવ્યા હતા. પક્ષ પલટો કર્યા બાદ રાજ્યમાં લોકસભાની સાથે ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ચારેય કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરીને કોંગ્રેસના હાથનો સાથ છોડ્યો હતો. ત્યારે ભાજપે ચારેય બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણી થરાદ, અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા વિધાનસભા બેઠક પર થશે.

R_GJ_GDR_RURAL_01_24_MAY_2019_STORY_ BY ELECTION ASSEMBLY_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) રાજ્યમા 4 ધારાસભ્ય સાંસદ બનતા પુનઃ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે

ગાંધીનગર, (ફોટા મુકવા)

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, ભાજપને બમ્પર લીડ મળી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચાર ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી. 4 ધારાસભ્યો હવે  સાંસદ બની ગયા છે. ત્યારે આગામી છ મહિનામાં રાજ્યમાં ચાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરિણામે આગામી 14 દિવસમાં તમામ ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપશે. નિયમ પ્રમાણે એક વ્યક્તિ એક જ પદ ઉપર રહી શકે છે. પરિણામે વિજેતા સંસદ સભ્યો ધારાસભ્ય તરીકે રાજીનામું આપશે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કારમો પરાજય થયો છે. જ્યારે ભાજપના તમામ ધારાસભ્યો બમ્પર લીડથી વિજેતા બન્યા છે. જેમાં ખેરાલુ વિધાનસભા બેઠકના ભરતસિંહ ડાભી, અમરાઈવાડી બેઠકના હસમુખ પટેલ, થરાદ બેઠકના પરબત પટેલ અને લુણાવાડા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડનાર અને પાછળથી ભાજપનો ટેકો જાહેર કરનાર રતનસિંહ રાઠોડ લોકસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. ત્યારે આ ચારેય ધારાસભ્યો આગામી 14 દિવસમા વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે.

સાંસદ તરીકે શપથ લેતા પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જરૂરી છે ત્યારે આગામી સમયમાં હજાર ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે. રાજ્યમાં 14 મી વિધાનસભા સતત ખંડિત થતી આવી છે. 99 બેઠક ઉપર આવેલી ભાજપે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ધારાસભ્યોને ત્રાજવે તોલી પક્ષ પલટા કરાવ્યા હતા. પક્ષ પલટો કર્યા બાદ રાજ્યમાં લોકસભાની સાથે ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ચારેય કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસધારણ કરીને કોંગ્રેસના હાથનો સાથ છોડ્યો હતો. જેની ચૂંટણી પૂર્ણ થાય છે, ત્યારે હવે ચાર ધારાસભ્યો લોકસભાના સંસદ સભ્ય બનતા પુનઃ  આગામી છ મહિનામાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે.
Last Updated : May 24, 2019, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.