ગાંધીનગરઃ ગુજરાતમાં ફરીથી ભરતીના પ્રશ્નપત્રમાં ગેરરીતિનો મામલો(Forest guard paper leake) પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં આ વધુ 12મું પેપર લીક થયું છે. રાજકોટ શહેરની ઉડાન સ્કૂલના બ્લોક નંબર 2માં વન રક્ષકની પરીક્ષા( Forest guard exam )હતી તેમાં ઉમેદવાર સણસણતો આક્ષેપ કર્યો છે કે આ પરીક્ષા દરમિયાન પેપરના પેકેટ પર સેલોટેપ લગાડવામાં આવી ન હતી જે મુદ્દે થયેલી આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ મીડિયા સાથે વાતચીત કરી ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના નિવેદન પર પલટવાર કર્યો હતો.
વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતી - યુવરાજસિંહ જાડેજા જણાવ્યું કે ઉનાવામાં વન રક્ષકની પરીક્ષા બાદ જે ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તે મામલે રાજ્યના શિક્ષણ પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી નિવેદન આપ્યું હતું કે આ પરીક્ષાનું પેપર લીક થયું નથી. પરંતુ આ પરીક્ષામાં ચોરી થઈ છે તેથી આ ઘટનાને કોપીકેસ ગણવામાં આવશે તેમના આ નિવેદન અંગે કહેવાનું કે વિદ્યાર્થીઓએ આપેલા આધાર પુરાવા સાથે જણાવીએ છીએ કે આ પેપર સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં ફરતું થયું હતું તેના અધિકૃત આધાર પુરાવા સાથે અમે આજે વાત કરી રહ્યા છીએ ત્યારે જીતુ વાઘાણી (Education Minister Jitu Waghan)એ પરીક્ષા પૂર્ણ થઇ અને તરત જ નિવેદન આવી ગયું હતું કે આ પરીક્ષાનું પેપર ફૂટયું નથી જો તમારી પાસે કોઇ આધાર પુરાવો હોય તો જાહેર જનતા જોગ રાખી શકો છો અને ત્યારબાદ અમે એક્શન લઈશું. ત્યારે હવે અમારી પાસે આધાર પુરાવો છે કે ચાલુ પરીક્ષાએ આ પેપર વોટ્સેપ ગ્રુપમાં ફરતું થયું હતું તેના સોશિયલ મીડિયા એવિડન્સ રજૂ કરીએ છીએ.
![વન રક્ષકની પરીક્ષા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14870110_gnr01_aspera.jpg)
22 સ્કૂલમાં પણ નાની મોટી ચોરી - તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે આ પરીક્ષા 12 થી 2 દરમિયાન દેવાઈ હતી જોકે Whatsappમાં ના પેપર 1:15 કલાકે એક ગ્રુપમાં ફરતું થયું હતું બીજા ગ્રુપમાં આખે આખું પેપર આવી ગયું હતું જે વ્યક્તિએ વાયરલ કર્યું છે તેના નંબર પણ અહીં રાખેલા છે તો બીજી તરફ અલગ અલગ 22 સ્કૂલમાં પણ નાની મોટી ચોરી થયેલ છે.
ગૃહપ્રધાન પર પેપર લીક લઈ આક્ષેપો - યુવરાજસિંહ જાડેજાએ ભાજપ સરકાર પર પણ અનેક પ્રકારના આક્ષેપો કર્યા છે. પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી હાલના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પર પણ પેપર લીક લઈ આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચોઃCongress Walkout From Gujarat Assembly: પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર