સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવાશે અને તેઓ ચૂંટણી જીતી જશે.
એસ. જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ પદે રહ્યા હતા. આ પહેલા તેઓ સિંગાપુરમાં હાઈકમીશનર તેમજ ચીન અને અમેરિકામાં રાજદુત પદ પર રહ્યા હતા. ભારત અમેરિકા પરમાણું કરારમાં પણ અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકામાં રાજદુતના પદ પર રહીને તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. જેથી તેઓ વિદેશ સચિવ પદ સુધી પહોંચ્યા હતા.
એસ જય શંકરની સફળ કામગીરીને કારણે જે તેમને PM નરેન્દ્ર મોદી વિદેશપ્રધાન બનાવ્યા છે. તેમના ચીન અને અમેરિકા સાથેના સંવાદને કારણે કેબિનટ પ્રધાનમાં વિદેશપ્રધાન બની શક્યા છે. ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે સાંસદ પદે ચૂંટાઈ આવશે. તેમ સુત્રો કહી રહ્યા છે.