પ્રથમ નોરતે ખેલૈયાઓ સજી ધજીને માતાજીના ગરબા રમવા માટેની તૈયારીઓ કરી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે ગાંધીનગરમાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા. પાટનગરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવરાત્રીની ઉજવણી થઈ રહી છે . એક ખાનગી ઈન્સ્ટીટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ગરબા રમ્યા હતા.
ગરબા આયોજક કિશોરસિંહ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી તેમના માટે એક દિવસ ગરબાનું આયોજન કરાયું હતું. આ આયોજનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ રહેશે અને પરીક્ષામાં તેમને નુકસાન પણ નહીં જાય.
પ્રથમ નોરતે વરસાદને લીધે નવરાત્રી માટે તૈયાર કરવામાં આવેલા ગ્રાઉન્ડ પાણીમાં ભરાઈ ગયા હતા. જેના લીધે ખેલૈયાઓ નિરાશ થયા હતા. પરંતુ સાંજ બાદ વરસાદ નહીં પડતા ખેલૈયો રમવા માટે બહાર આવ્યા હતા.