દબંગ દિલ્હીના કેપ્ટન વિશાલ માણેએ જણાવ્યું હતું કે, ટીમ ફાઇનલ માટે તૈયાર છે. બંને ટીમ પાસે સારા પ્લેયર છે. પણ જે ટીમ ટેનશનમાં આવી જશે તે ટીમ હારશે, કબડ્ડીમાં કોઈ પણ સમયે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે છેલ્લી 10 મિનિટ જ મહત્વપૂર્ણ હોય છે. જે ટીમ આ 10 મિનિટમાં સારો દેખાવ કરે છે તે વિજેતા બને છે. જ્યારે અમારી પાસે રાઈડર્સ અને ડિફેન્ડર સારા છે. જ્યારે બેંગાલ ટાઇગરના કેપ્ટન મનીંદરસિંહે જણાવ્યું હતું કે, આ હું પહેલા પણ ફાઇનલ રમી ચુક્યો છું.આ ફાઇનલ પણ સારી ગેમ રહેશે. કોણ જીતશે કોણ હારશે તે ખબર નથી પરંતુ ગેમ તમામ લોકોને ગમશે તેવી રસપ્રદ હશે.
બંને ટીમ ના કોચ ભારત માટે આંતરરાષ્ટ્રિય મેચ રમી ચુક્યા છે. જ્યારે બંગાળ ટાઇગરના કોચ બી.સી રમેશ પહેલા જોગિંદરસિંહ નરવાલના અંડરમાં રમી ચુક્યા છે. બંને સારા મિત્રો છે. ત્યારે પ્રથમ વખત એક બીજાને હારવા માટે મેદાનમાં નવી રણનીતિઓ તૈયાર કરશે. આ મેચ કોણ જીતશે તે બન્ને ટીમના રમવા પર અને ગેમ પ્લાન પર આધાર છે.