રાજ્યમાં વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી વરસાદ 15-25 દિવસ સુધી ખેંચાવવાની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવણી તો કરી લેવામાં આવે છે. આ વાવણીમાં ઉપયોગ કરવામાં આવેલ બિયારણ, દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને નુકશાન થાય તેવી શક્યતાઓને આધારે ભારતીય કિસાન સંધ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજુઆત કરીને વર્તમાન સમયમાં જ્યાં વાવણી થઇ ગઇ છે. વરસાદ ખેચાય તવા સંજોગોમાં સરકાર તાત્કાલિક અસરથી 12 કલાક વીજળી આપે જેથી વીજળીના ઉપયોગથી કુવામાંથી પાણી આપી શકાય.
વાયુ વાવાઝોડાને કારણે આવેલ વરસાદમાં ખેડૂતોઓ વાવેતર કરી નાખ્યુ છે. ત્યારે વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલ બિયારણ અને દવાનુ નુકશાન ના થાય, વાવેતર નિષ્ફળ ના જાય તે અર્થે કિસાન સંઘ દ્વારા સરકાર પાસે 12 કલાક વીજળીની માંગણી કરવામાં આવી છે. જ્યારે ભુતકાળમાં પાક બચાવવા માટે સરકારે આવી રીતે વીજ સપ્લાય કર્યો હોવાની વાત કિસાન સંઘે લેખિતમાં સરકારને જણાવી છે. ત્યારે ફરી વખત કિસાન સંઘ દ્વારા સરકારને રજૂઆત કરી છે.