આ ઘટના અંગે પત્રકારો સાથે વાતચીત કરતા કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું કે રાજસ્થાનથી પ્રવેશ કરેલા આ તીડના ટોળાએ ઉભા પાકને નુકસાન પહોંચાડ્યુ છે. જે ફરિયાદને ધ્યાનમાં લઈને કૃષિ પ્રધાનની સાથે સાંસદ પરબત પટેલ અને પૂર્વ આરોગ્યપ્રધાન શંકર ચૌધરી સાથે બનાસકાંઠા અને વાવ થરાદની મુલાકાતે લીધી હતી.
સાંભળો કૃષિપ્રધાને આ અંગે શું કહ્યું..
આ અંગે જણાવ્યું હતુ કે તીડના આક્રમણના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારબાદ ગ્રામજનોના સહયોગ અને તેઓની મદદથી થાળી વેલણના અવાજ સાથે તીડના આક્રમણને ભગાડી મૂકવામાં સફળ રહ્યા હતાં.