ETV Bharat / state

મોટા જલુન્દ્રા ગામેથી નકલી ઘી બનાવાતી ફેક્ટરી ઝડપાઈ, 1500 કિલો નકલી ઘીનો જથ્થો મળ્યો - gandhinagar police

ગાંધીનગર: દહેગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓએ રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાલુકાના મોટા જલુન્દ્રા ગામની સીમમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 1500 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે એક આરોપીને ઝડપી લેવાયો હતો.

gandhinagar
gandhinagar
author img

By

Published : Dec 23, 2019, 3:01 PM IST

Updated : Dec 23, 2019, 6:17 PM IST

મળતી માહિતી મુજબ દહેગામ તાલુકામાં આવેલા મોટા જલુન્દ્રા ગામની સીમમાં બનાવટી ઘી બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારે PSI પી.એલ. પઢીયાર સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આ દિશામાં તપાસ વેગવંતી બનાવી હતી.

ડીવાયએસપી, ગાંધીનગર

જેમાં પોલીસે રેડ કરતા રાકેશ ધીરજલાલ આચાર્ય (મૂળ રહે, સિટી સેન્ટર નરોડા પાટીયા અમદાવાદ) પ્લોટ નંબર એ-203માં પતરાનો શેડ બનાવીને બનાવટી ઘી બનાવી રહ્યો હતો. પોલીસે ડ્રગ્સ અધિકારી આશાબેન સોઢાને બોલાવીને આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

મોટા જલુન્દ્રા ગામેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

બીજી તરફ સમગ્ર વિસ્તારમાં વેપારીઆલમમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, બનાવટી ઘી બનાવતી ફેક્ટરીઓની હાટડીઓ ખૂલી ગઈ છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની નજરમાં આવતું નથી. ત્યારે પોલીસ આ પ્રકારના કામગીરી કરે છે તે સરાહનીય છે.

પોલીસે સ્થળ પરથી સ્ટોન ફિલ્ડ ઘી ક્લાસિક ફ્લેવર, નકલી ઘી બનાવવા માટે કરવામાં આવતુ કેમિકલ, ઘીના ડબ્બા પેક કરવાનું મશીન, ડબ્બા સીલ કરવાનું મશીન સહિત રૂ.7,4,615 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાકેશ ધીરજલાલ આચાર્ય અગાઉ નરોડામાં ડુપ્લીકેટ ઘી બનાવતા ઝડપાયો હતો. જેની પાસેથી આશરે 1.60 લાખનું બનાવટી ઘી દિવાળીના સમયમાં ઝડપી લેવામાં આવ્યું હતું.

Intro:હેડલાઇન) મોટા જલુન્દ્રા ગામેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 1500 કિલો જથ્થો મળ્યો

ગાંધીનગર,

દહેગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓએ રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તાલુકાના મોટા જલુન્દ્રા ગામની સીમમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 1500 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે એક આરોપીને ઝડપી લેવાયો હતો.Body:મળતી માહિતી મુજબ દહેગામ તાલુકામાં આવેલા મોટા જલુન્દ્રા ગામની સીમમાં બનાવટી બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારે પીએસઆઇ પી એલ પઢીયાર સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આ દિશામાં તપાસ વેગવંતી બનાવી હતી. જેમાં પોલીસે રેડ કરતા રાકેશ ધીરજલાલ આચાર્ય મૂળ રહે સિટી સેન્ટર નરોડા પાટીયા અમદાવાદ પ્લોટ નંબર એ-203માં પતરાનો શેડ બનાવીને બનાવટી બનાવી રહ્યો હતો. પોલીસે ડ્રગ્સ અધિકારી આશાબેન સોઢાને બોલાવીને આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Conclusion:બીજી તરફ સમગ્ર વિસ્તારમાં વેપારીઆલમમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, બનાવટી ઘી બનાવતી ફેક્ટરીઓએ હાટડીઓ ખૂલી ગઈ છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની નજરમાં આવતું નથી. ત્યારે પોલીસ આ પ્રકારના કામગીરી કરે છે તે સરાહનીય છે. પોલીસે સ્થળ પરથી સ્ટોન ફિલ્ડ ઘી ક્લાસિક ફ્લેવર 1450 કિલો નકલી બનાવવા માટે કરવામાં આવતુ કેમિકલ, ઘીના ડબ્બા પેક કરવાનું મશીન, કિંમત કરવાનું મશીન ડબ્બા સીલ કરવાનું મશીન સહિત રૂ.7.41.615 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે રાકેશ ધીરજલાલ આચાર્ય અગાઉ નરોડામાં ડુપ્લીકેટ બનાવતા ઝડપાયો હતો જેની પાસેથી આશરે 1.60 લાખનું બનાવટી ઘી દિવાળીના સમયમાં ઝડપી લેવામાં આવ્યું હતું
Last Updated : Dec 23, 2019, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.