ETV Bharat / state

ગાંધીનગરમાં જમીનના નકલી ડોક્યુમેન્ટ બનાવી છેતરપીંડી કરવા જતા...કંઈક આવું થયું - Fake documents of the land are for sale

ગાંધીનગર: જિલ્લાના પેથાપુર ગામ પાસે આવેલી સાડાચાર વિઘા જમીનને ખોટા ડોક્યુમેન્ટના આધારે વેચવા ફરતા બે શખ્સો ઝડપાયા છે. બે કરોડ જમીન વેચવા માટે પહોંચેલા શખ્સોનો ભેટો જમીનના અસલી માલિક સાથે જ થઈ જતા તેમનો ભાંડો ફૂટ્યો હતો. 10 વર્ષ પહેલાં જમીન વેચનાર મૂળ માલિકના પુત્રએ જ અન્ય શખ્સ સાથે આ તરકટ રચ્યું હતું. જે માટે તેમને નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ પણ તૈયાર કર્યા હતા.

ગાંધીનગરમાં જમીનના નકલી ડોક્યુમેન્ટ બનાવી છેતરપીંડી કરવા જતા...
author img

By

Published : Nov 22, 2019, 11:48 PM IST

મળતી માહિતી મુજબ હતીશ પ્રભુદાસભાઈ ચૌધરી રહેવાસી (આંબલી) સેક્ટર-21માં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના પિતા પ્રભુદાસભાઈ જોઈતારામ ચૌધરીએ 10 વર્ષ પહેલાં પેથાપુરમાં સર્વે નંબર 308, 309/3ની આશરે સાડા ચાર વીઘા જમીન પેથાપુરના રતનસિંહ ડાભી પાસેથી ખરીદી હતી. એકાદ વર્ષ જમીન મૂળ માલિકે સાચવ્યા બાદ પ્રભુદાસભાઈના પરિવારે જાતે કબ્જો લઈ લીધો હતો. જે મુદ્દે રતનસિંહના દિકરા ઘનશ્યામસિંહ સાથે મનદુ:ખ થયું હતું. ફરિયાદ મુજબ ઘનશ્યામસિંહે પોતાના એક સગા દિલીપસિંહ હરીસિંહ ઝાલા સાથે મળી ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી જમીન બે કરોડમાં વેચી મારવાનો કારસો રચ્યો હતો.

ગાંધીનગરમાં જમીનના નકલી ડોક્યુમેન્ટ બનાવી છેતરપીંડી કરવા જતા...
ખોટા ડોક્યુમેન્ટ આધારકાર્ડ

જમીન વેચી મારવા માટે આરોપીએ પ્રભુદાસભાઈ ચૌધરીના નામનું નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ બનાવ્યું હતું. જેમાં નામ-એડ્રેસ તો તેમનું હતું પરંતુ, ફોટો દિલીપસિંહ ઝાલાનો હતો. જે ધોળાકુવા અને પીયજ ગામના બે દલાલો મારફતે જમીન વેચવા માટે ફરતો હતો. જમીન દલાલો સે-26 ખાતે જમીન લે-વેચનું કામ કરતાં વ્યક્તિને ત્યાં પહોંચ્યા હતા. જેઓ અન્ય કોઈ નહીં પરંતુ જમીનના માલિકના સગા જ નીકળ્યા હતા. જેથીએ તેઓએ ફરિયાદીને ફોન કરીને જાણ કરી દીધી હતી કે, તમારી પેથાપુર ગામની જમીનના સાત-બારના ઉતારા સાથે આવ્યા છે અને બે કરોડમાં જમીન વેચવાની વાત કરે છે.

ગાંધીનગરમાં જમીનના નકલી ડોક્યુમેન્ટ બનાવી છેતરપીંડી કરવા જતા...
ખોટા ડોક્યુમેન્ટ પાનકાર્ડ

હતીશભાઈએ પોતાના સંબંધીને તેઓને ચર્ચામાં રાખવાનું કહ્યું હતું. આ સમય દરમિયાન તેઓ તાત્કાલિક ગાંધીનગર પહોંચ્યા હતા. હતીશભાઈ ગાંધીનગર પહોંચ્યા ત્યારે દિલીપસિંહે ફરિયાદીના તેમના પિતાના નામે એટલે પ્રભુદાસભાઈ ચૌધરી બનીને મળ્યો હતો. ફરિયાદીએ આધાર પુરવા માંગતા તેણે નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ બતાવ્યું હતું. ફરિયાદી અને તેમના સંબંધીએ સોદાની ચર્ચા ચાલુ જ રાખ્યા બાદ આરોપી દિલીપસિંહે ખોટી સહી કરીને એક લાખ રૂપિયા પેથાપુર ગામથી રોકડા લીધેલ છે, તેવી ચીઠ્ઠી લખીને ફરિયાદીના પિતાજીની ખોટી સહી કરી આપી હતી.

જે બાદ ફરિયાદીએ તેને સાચી હકીકત કહેતાં તે ગેંગફેફે થઈ ગયો હતો. તેણે ખોટા ડોક્યુમેન્ટ પેથાપુરના ઘશ્યામસિંહ ડાભીએ તૈયાર કરી આપ્યા હોવાની કેફિયત આપી હતી. આરોપીનો ભાંડો ફૂટ્યા બાદ ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. સેક્ટર-21 પોલીસે દિલીપસિંહ ઝાલાની ધરપકડ કરીને મુખ્ય આરોપી ઘનશ્યામસિંહ ડાભીની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પોલીસે બંને જમીન દલાલો છેતરપીંડીમાં સામેલ હતા કે, અજાણ હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Intro:હેડલાઈન) પેથાપુરની જમીનને બનાવટી ડોક્યુમેન્ટ બનાવી વેચવા નીકળેલા બે સકશને અસલી માલિક ભટકાઈ ગયા !!

ગાંધીનગર,

પેથાપુર ગામ પાસે આવેલી સાડાચાર વિઘા જમીનને ખોટા ડોક્યુમેન્ટના આધારે વેચવા ફરતાં બે શખ્સો ઝડપાયા છે. બે કરોડ જમીન વેચવા માટે પહોંચેલા શખ્સોનો ભેટો જમીનના અસલી માલિક સાથે જ થઈ જતા તેમનો ભાંડો ફૂટ્યો હતો. 10 વર્ષ પહેલાં જમીન વેચનાર મૂળ માલિકના પુત્રએ જ અન્ય શખ્સ સાથે આ તરકટ રચ્યું હતું. જે માટે તેમને નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ પણ તૈયાર કર્યું હતું.Body:મળતી માહિતી મુજબ હતીશ પ્રભુદાસભાઈ ચૌધરી (45 વર્ષ, રહે-શાંતિનિવાસ,આંબલી, મૂળ-પામોલ, વિજાપુર)એ સેક્ટર-21માં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના પિતા પ્રભુદાસભાઈ જોઈતારામ ચૌધરીએ 10 વર્ષ પહેલાં પેથાપુરમાં સર્વે નંબર 308,309/3 ની આશરે સાડા ચાર વીઘા જમીન પેથાપુરના રતનસિંહ ડાભી પાસેથી ખરીદી હતી. એકાદ વર્ષ જમીન મૂળ માલિકે સાચવ્યા બાદ પ્રભુદાસભાઈના પરિવારે જાતે કબ્જો લઈ લીધો હતો. જે મુદ્દે રતનસિંહના ડાભીના દિકરા ઘનશ્યામસિંહ સાથે મનદુ:ખ થયું હતું. ફરિયાદ મુજબ ઘનશ્યામસિંહે પોતાના એક સગા દિલીપસિંહ હરીસિંહ ઝાલા (રહે-હીરાબાગનો માઢ, કટોસણ, મહેસાણા) સાથે મળી ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી જમીન બે કરોડમાં વેચી મારવાનો કારસો રચ્યો હતો.
Conclusion:જમીન વેચી મારવા માટે આરોપીએ પ્રભુદાસભાઈ ચૌધરીના નામનું નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ બનાવ્યું હતું. જેમાં નામ-એડ્રેસ તો તેમનું હતું પરંતુ ફોટો દિલીપસિંહ ઝાલાનો હતો. જે ધોળાકુવા અને પીયજ ગામના બે દલાલો મારફતે જમીન વેચવા માટે ફરતો હતો. જમીન દલાલો સે-26 ખાતે જમીન લે-વેચનું કામ કરતાં વ્યક્તિને ત્યાં પહોંચ્યા હતા. જેઓ અન્ય કોઈ નહીં પરંતુ જમીનના માલિકના સગા જ નીકળ્યા હતા. જેથીએ તેઓએ ફરિયાદી ફોન કરીને જાણ કરી દીધી હતી કે, તમારી પેથાપુર ગામની જમીનના સાત-બારના ઉતારા સાથે આવ્યા છે અને બે કરોડમાં જમીન વેચવાની વાત કરે છે.

હતીશભાઈએ પોતાના સંબંધીને તેઓને ચર્ચામાં રાખવાનું કહ્યું હતું. આ સમય દરમિયાન તેઓ તાત્કાલિક ગાંધીનગર પહોંચ્યા હતા. હતીશભાઈ ગાંધીનગર પહોંચ્યા ત્યારે દિલીપસિંહે ફરિયાદીના તેમના પિતાના નામે એટલે પ્રભુદાસભાઈ ચૌધરી બનીને મળ્યો હતો. ફરિયાદીએ આધાર પુરવા માંગતા તેણે નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ બતાવ્યું હતું. ફરિયાદી અને તેમના સંબંધીએ સોદાની ચર્ચા ચાલુ જ રાખ્યા બાદ આરોપી દિલીપસિંહે ખોટી સહી કરીને એક લાખ રૂપિયા પેથાપુર ગામની રોકડા લીધેલ છે તેવી ચીઠ્ઠી લખીને ફરિયાદીના પિતાજીની ખોટી સહી કરી આપી હતી.

જે બાદ ફરિયાદીએ તેને સાચી હકીકત કહેતાં તે ગેંગેફેફે થઈ ગયો હતો. તેણે ખોટા ડોક્યુમેન્ટ પેથાપુરના ઘશ્યામસિંહ ડાભીએ તૈયાર કરી આપ્યા હોવાની કેફિયત આપી હતી. આરોપીનો ભાંડો ફૂટ્યા બાદ ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. સેક્ટર-21 પોલીસે દિલીપસિંહ ઝાલાની ધરપકડ કરીને મુખ્ય આરોપી ઘનશ્યામસિંહ ડાભીની શોધખોળ આદરી છે. સાથે જ પોલીસે બંને જમીન દલાલો છેતરપીંડીમાં સામેલ હતા કે અજાણ હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.