ETV Bharat / state

મહાપાલિકામાં ઘરના ભુવાને ઘરના ડાકલા, એજન્સીને રૂપિયા 9 કરોડનું ટેન્ડર આપવા કવાયત

લોકડાઉન અને કોરોના મહામારીના કારણે લાંબા સમયથી અટકી પડેલા વિકાસ કાર્યોને ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ પર લેવાયા છે. કરોડો રૂપિયાના ટેન્ડરોને મંજૂરી માટે તંત્ર દ્વારા તજવીજ શરૂ થતાં જ વિવાદના ભણકારા વાગી રહ્યા છે.

GMC
GMC
author img

By

Published : Jul 29, 2020, 6:43 AM IST

ગાંધીનગરઃ લોકડાઉન અને કોરોના મહામારીના કારણે લાંબા સમયથી અટકી પડેલા વિકાસ કાર્યોને ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ પર લેવાયા છે. કરોડો રૂપિયાના ટેન્ડરોને મંજૂરી માટે તંત્ર દ્વારા તજવીજ શરૂ થતાં જ વિવાદના ભણકારા વાગી રહ્યા છે. સેકટરોની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે સત્તાધિશોની માનીતી ગણાતી એક એજન્સીને રૂપિયા 9 કરોડનું ટેન્ડર આપવા માટે તજવીજ હાથ ધરાઈ છે. પરંતુ આ ટેન્ડરમાં ઘરના ભુવાને ઘરના ડાકલા જેવા સિનારિયો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર મનપા અને સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાના કામ કરનારી આ એજન્સીની ખાસિયત એ છે કે, ટેન્ડર પ્રક્રિયામાં ઓછા ભાવ ભરીને તે એલ-1 તરીકે પસંદગી પામે છે. વર્ક ઓર્ડર મળ્યા બાદ મહાપાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારોના આશીર્વાદથી ટેન્ડરમાં મંજૂર થયેલા ખર્ચ કરતાં ઘણું વધારે બિલ આ એજન્સીને ચૂકવાય છે. ટેન્ડર એક્સેસ કરવામાં એક્સપર્ટ ગણાતી આ એજન્સીને કમ્પાઉન્ડ વોલનું કામ આપવા તજવીજ હાથ ધરાઈ છે. ટેન્ડરમાં ઓછા ભાવ ભર્યા બાદ ચાલુ કામ દરમિયાન એન-કેન પ્રકારે ફેરફારો કરીને આ એજન્સીને વધુ બિલ ચૂકવવા માટે તંત્ર હંમેશા થનગનતું હોય છે.

ગાંધીનગર મહાપાલિકા દ્વારા રૂપિયા 10.95 કરોડના અંદાજિત ખર્ચે સેકટરો ફરત કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ટેન્ડર બહાર પડાયુ હતું. મનપાની માનીતી એક એજન્સીએ 17.14 ટકા નીચા ભાવ સાથે ટેન્ડર ભરીને એલ-1 સ્થાન મેળવ્યુ હતું. એજન્સીને કામ સોંપવા માટેની દરખાસ્ત અંગે આગામી સમયમાં યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. જ્યારે બોરીજ ખાતે આંગણવાડી, લગ્નવાડી અને સ્કૂલ તથા સે-13માં આવેલા નંદનવન આશ્રમશાળામાં શેડ બનાવવાની કામગીરી માટે રૂપિયા 16 લાખના ખર્ચે કામગીરી સોંપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે. તમામ કામગીરી પોતાના માનીતાઓને જ આપવામાં આવશે તેમાં બેમત નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.