મળતી માહીતી અનુસાર રાજ્યમાં ભારે વાહનો માટે ખાસ લાઇસન્સ પરિક્ષાની સુવિધા કરવામાં આવશે. પહેલાની વાત કરવામાં આવે તો ભારે વાહનોના લાઇસન્સ મેળવવા માટે ફકત અરજી જ કરવામાં આવતી હતી, પરંતુ હવે આ સિસ્ટમમાં ભારે બદલાવ કરવામાં આવી રાહ્યો છે. જેમાં પાયલોટ પ્રોજેકટ રૂપે રાજ્યમાં 4 જેટલા ભારે વાહનોના ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં અમદાવાદના બાવળા, રાજકોટ, કચ્છ, ગોધરા અને સુરત ખાતે ભારે વાહનો માટે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે. આમ, પાયલોટ પ્રોજેકટ બાદ સમગ્ર રાજ્યમાં RTO પ્રમાણે ભારે વાહનોના ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ભારે વાહનોથી અનેક અકસ્માતની ઘટના થઈ છે જેથી હેવી લાઇસન્સ ધારકોને કાબુમાં રાખવા અને જેને સંપૂર્ણ રીતે ભારે વાહનો ચલાવતા આવડતું હશે તેમને જ હેવી ડ્રાયવીંગ લાઇસન્સ આપવામાં આવશે. આમ રાજ્ય સરકારે ભારે વાહનોના ટ્રાફિક નિયમન માટે નવી પોલિસી તૈયાર કરી છે.ભારે વાહનો માટે બનાવવામાં આવતો ટેસ્ટ ટ્રેક હાઇવે પર જ બનાવવામાં આવશે જેથી લાઇસન્સ માટે અરજી કરતા તમામ ટ્રક અને બસ ડ્રાયવરને સરળતા રહે.
એહવાલ- પાર્થ જાની,Etv Bharat ગાંધીનગર