- વોર્ડ એક નંબર 1ના સૌથી વધુ ઉમેદવારો
- વોડ નંબર પાંચના સૌથી ઓછા ઉમેદવારો
- ફોર્મ પાછા ખેંચાતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું
ગાંધીનગર : ગાંધીનગરની ચૂંટણી યોજાવાના ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીમાં સોમવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું. આઠ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે, જ્યારે 70 જેટલા ઉમેદવારના ફોર્મ કેન્સલ થયા છે. કયા વોર્ડમાં કયો ઉમેદવાર છે, તેની સ્પષ્ટતા લોકોને થઈ છે. પરંતુ કોરોના વચ્ચે ચૂંટણીમાં નીરસ પ્રતિસાદ ઉમેદવારોના મતોને લઈને થઈ શકે છે. જેથી આ વખતે બહુ જ ઓછું મતદાન થાય તેવી શક્યતા છે.
વોર્ડ નંબર 1માં હાઈએસ્ટ 20 ઉમેદવારો
44 ઉમેદવારો વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યાં સૌથી વધુ વોર્ડ નંબર 1માં 20 ઉમેદવારો છે. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ અને કોંગ્રેસને અહીં વધુ મહેનત કરવી પડે તેવી છે. કેમ કે, અહીં અપક્ષના ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી મોટી પાર્ટીઓને વધુ મહેનત કરવી પડી શકે છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી હતી કે, વોર્ડ નંબર એકની પેનલને મોટી પાર્ટીઓ દ્વારા ચૂંટણીના મેદાનમાંથી હટાવવા માટે સફળતા મળી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભીડ જામી
વોર્ડ નંબર 5માં ફોર્મ પાછા ખેંચાતા 11 ઉમેદવારો રહ્યા, આપની પેનલ તૂટી
વોર્ડ નંબર 5માં અત્યાર સુધી 13 ઉમેદવારો હતા. જેમાં સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી આપના બે ઉમેદવારોએ પોતાના ફોર્મ વોર્ડ નંબર 5માંથી પાછા ખેંચતા આપની ચાર ઉમેદવારોની પેનલ જ તૂટી ગઈ છે. જેથી કુલ ઉમેદવારોની સંખ્યા આ વોર્ડમાં 11ની થઈ ગઈ છે. જોકે આ પહેલા તેમને ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો હતો, તે છતાં પણ હટી ગયા હતા. તેમાં પણ આપના ઉમેદવાર નીશીરાજસિંહ રમલાવતે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજરાજસિંહના ટેકામાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચ્યું છે.
ચૂંટણીમાં મતદાતાઓની લાઈનો લાગશે, પરંતુ અત્યારે વેક્સિન-ટેસ્ટિંગની લાઈનો
આ વખતની ચૂંટણીમાં મતદારો તરફથી નિરસતા એટલા માટે જોવા મળી રહી છે કેમકે, કોરોનાના પણ ગાંધીનગરમાં દિવસેને દિવસે વધી કેસો રહ્યો છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ મહિનામાં ના જોવા મળેલા કેસો સૌથી વધુ નોંધાયા છે. રોજના અહીં 60થી વધુ કેસો આવે છે. સોમવારે જ 66 કેસો જિલ્લામાં હતા. લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લાઇનમાં ઊભા રહેતા હોય છે. આ ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિન માટે પણ લોકો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. જેથી સ્વાભાવિક છે કે આ વખતે ચૂંટણીમાં મતદારો તરફથી નિરસતા જોવા મળી શકે છે. કેમ કે, સરકાર વિજયના ઉન્માદમાં કોરોનામાં પણ ચૂંટણી લઈને આવ્યું છે. એક અંદાજ મુજબ 30 ટકા આજુબાજુ વોટીંગ થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર જિલ્લામાં મતગણતરીને લઇને બપોરે 12ઃ30 વાગ્યાની સ્થિતિ