આ અંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ.મુરલીકૃષ્ણને જણાવ્યું કે, લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ચાર બેઠકો પર બીપી કુલ ૫૧ 851 મતદાન મથકો ઉપર સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત માટે લોકશાહીના મહાપર્વનો 23મી એપ્રિલે મહત્વનો દિવસ છે. લોકસભાની 26 બેઠકો માટે મતદાન મંગળવારે યોજાઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી તંત્ર પણ સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરી રહ્યું છે. મતદાન પ્રક્રિયાને લઇને કેટલીક મહત્વની બાબતો પર નજર નાખીએ...
કુલ કેટલા મતદારો?
- કુલ 4 કરોડ 51 લાખ 52 હજાર 371 મતદારો
- રાજ્યના 371 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી
- 2 કરોડ 34 લાખ 38 હજાર 119 પુરુષ મતદારો, જ્યારે 2 કરોડ 16 લાખ 96 હજાર 571 મહિલા મતદારો,
- 18–19 વર્ષની વય જૂથના દસ લાખ 6 હજાર 855 યુવા મતદારો
- 1 લાખ 68 હજાર 54 દિવ્યાંગ મતદારો મતદાન કરશે.
- રાજ્યમાં 34 હજાર 421 ગ્રામ્ય અને 17430 શહેરી મળી કુલ 51851 મતદાન મથકો ઉપર ઇવીએમ વીવીપેટથી મતદાન થશે.
મતદાનના સમયમાં ફેરફાર
- ગરમી, વીવીપેટનો ઉપયોગ અને પેટા ચૂંટણી જેવા પરિબળોને ધ્યાને રાખતા સમયમાં ફેરફાર
- આ વખતે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમયગાળો રાખવામાં આવ્યો છે.
- ગરમીને ધ્યાને રાખી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી
- મતદાન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ કુલ 2 લાખ 23 હજાર 775 કર્મચારીઓ પોલીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે.
- ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થામાં 1લાખ 30 હજારથી વધારે પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહેશે.
- આ વખતે સૌપ્રથમ વખત વનવિભાગના ફોરેસ્ટ ગાર્ડની પણ સેવા લેવામાં આવી રહી છે.
- એક હજારથી વધારે ફોરેસ્ટ ગાર્ડ સુરક્ષાની જવાબદારીમાં સહયોગ આપશે.
સંવેદનશીલ મથકો પર ખાસ વ્યવસ્થા
- સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો અંગે બે વખત એસેસમેન્ટ કરવામાં આવ્યું છે.
- આવા મતદાન મથકો ઉપર માઇક્રો ઓબ્ઝર્વર અને વેબકાસ્ટિંગની મદદથી નજર રખાશે.
- સીએપીએફની 150થી વધારે કંપની, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ની 12 જેટલી કંપની વિવિધ વિસ્તારો અને મતદાન મથકો ઉપર તૈનાત રહેશે.
- લોકસભાની 26 બેઠકો પર કુલ 572 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા.
- 120 ઉમેદવારીપત્રો ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા.
- કુલ 452 માન્ય ઉમેદવારીપત્રોમાંથી 81 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી
- હવે 371 ઉમેદવારો મેદાનમાં છે. 23 મેના રોજ 28 સેન્ટર્સ પર મતગણતરી હાથ ધરવામાં આવશે.
સુરક્ષાલક્ષી કામગીરી
- પ્રથમ તબક્કે 371માંથી 282 ઉમેદવારે હિસાબ રજૂ કર્યો હતો.
- તકેદારીના ભાગ રૂપે 67417 બિનજમીન પાત્ર વોરંટ બજાવવામાં આવ્યા.
- 524.34 કકરોડની કિંમતનું 130.73 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે.
- બીજી તપાસ દરમિયાન 345 ઉમેદવારે હિસાબ રજૂ કર્યા છે.
- 56907 હથિયારમાંથી 51995 હથિયાર જપ્ત કરવામાં આવ્યા
- આ વખતે 1035 ફોરેસ્ટ ઓફિસર સુરક્ષા માટે ફરજ બજાવશે.
- આવક વેરાએ ચૂંટણી દરમિયાન 6.98 કરોડ રકમ જપ્ત કરી છે.
- જ્યારે ફ્લાઈંગ સ્કોર્ડ 0.61 કરોડ જપ્ત કરી છે.
- જેમા સુરતમાંથી 1.04 કરોડ, વલસાડથી 2.45 કરોડ,
- અમદાવાદમાંથી 1.24 કરોડ, રાજકોટમાંથી 0.54 કરોડ,
- વડોદરમાંથી 0.35 કરોડ, નવસારીમાંથી 0.97 કરોડ જપ્ત કરાયા.