ETV Bharat / state

હવે ઉમેદવારો પાણીની જેમ વાપરી શકશે પૈસા, ચૂંટણી પંચે 12 લાખ વધુ ખર્ચવા આપી મંજૂરી - Association for Democratic Reforms

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ઉમેદવારો પૈસા પાણીની જેમ વાપરે તે સ્વાભાવિક છે. તેવામાં હવે કેન્દ્રિય ચૂંટણી પંચે ઉમેદવારોને 12 લાખ વધુ ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ આ ચૂંટણીમાં ઉમેદવારો 40,00,000 રૂપિયા સુધીની મર્યાદામાં ખર્ચ કરી (Election Expenses) શકશે.

Etv Bharatહવે ઉમેદવારો પાણીની જેમ વાપરી શકશે પૈસા, ચૂંટણી પંચે 12 લાખ વધુ ખર્ચવા આપી મંજૂરી

author img

By

Published : Nov 29, 2022, 3:12 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી (Gujarat Election 2022) માટે કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission of India) વિશેષ તૈયારી કરી છે. રાજ્યભરમાં તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. સાથે જ રાજ્યભરમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન પણ થશે. ત્યારે આ તમામની વચ્ચે કેન્દ્રિય ચૂંટણી પંચે ઉમેદવારોને રાહત આપતો એક નિર્ણય કર્યો છે.

ખર્ચમાં રાહત કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission of India) વર્ષ 2017ની ચૂંટણી કરતા 12,00,000 રૂપિયા વધુ ખર્ચ (Election Expenses) કરવાની મંજૂરી આપી છે. આમ, વર્ષ 2022ની ચૂંટણીમાં ઉમેદવારો 40,00,000 રૂપિયા સુધીની મર્યાદામાં ખર્ચો કરી શકે તેમ છે. ત્યારે પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં 15-15 દિવસના ખર્ચ નિયંત્રણ તેમના દેખરેખ હેઠળ થયેલી વિગતો અનુસાર વધુમાં વધુ 12 લાખ જેટલો જ ખર્ચ ઉમેદવારો દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

સૌથી વધુ ખર્ચ કરનારા ધારાસભ્ય
સૌથી વધુ ખર્ચ કરનારા ધારાસભ્ય

15 દિવસે થઈ રહ્યું છે ચેકીંગ ગુજરાતી વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election 2022) જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી અને નિયમ પ્રમાણે 15-15 દિવસના અંતરે ખર્ચ નિયંત્રણ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ ચેકિંગ કરવામાં પણ આવી રહ્યું છે. જ્યારે સમયસર ચેકિંગ ન થતા સૌરાષ્ટ્ર ઝોનમાંથી કુલ 4 જેટલા ઉમેદવારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જ્યારે પ્રથમ તબક્કાના ઉમેદવારો માટે 30 નવેમ્બર સુધી અંતિમ રજિસ્ટર ચેક કરવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તમામ ઉમેદવાર દ્વારા 12થી 15 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે.

વર્ષ 2017માં સૌથી વધુ કરેલા ઉમેદવારોની વિગતો હિંમતનગરના ભાજપના રાજેન્દ્રસિંહ ચાવડાએ કુલ 33,78,309 રૂપિયાનો ખર્ચ (Election Expenses) કર્યો હતો. તેમણે 5,78,309 રૂપિયા વધારાનો ખર્ચ કર્યો હતો. જ્યારે સંતરામપુર ભાજપના ઉમેદવાર કુબેર ડિંડોરે કુલ 28,95,766 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમાં તેમણે 95,755 રૂપિયા વધારાના ખર્ચ્યા હતા.

લિમિટ તો નામની છે, પ્રતિ બેઠકે 2 કરોડનો ખર્ચ થાય છે: રાજકીય વિશ્લેક્ષક ચૂંટણી ખર્ચ બાબતે રાજકીય વિશ્લેક્ષક હરિ દેસાઈએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વધુ ખર્ચ હોય તો પાર્ટીમાં રજૂ કરીને બતાવી શકે છે, પણ બધાને ખબર છે કે, કોઈ 40 લાખમાં ચૂંટણી (Gujarat Election 2022) લડતું નથી. ગુજરાતમાં હારેલા ઉમેદવારે 15 કરોડના દાખલા અને જીતેલા ઉમેદવારે 10 કરોડના ખર્ચ કરેલ દાખલા છે. આવા નિયમોનું પાલન થતું નથી. અને પ્રતિ વિધાનસભા સરેરાશ 2 કરોડથી ઓછો ખર્ચ (Election Expenses) થતો નથી અને બધા નિયમો તોડે છે અને સાબિત ન થાય તે રીતે ઉમેદવારી છટકબારી શોધતા હોય છે.

સૌથી ઓછો ખર્ચ કરનારા ધારાસભ્ય
સૌથી ઓછો ખર્ચ કરનારા ધારાસભ્ય

સાબિત થાય તો શીટ ખાલી પડે ચૂંટણી પંચના (Election Commission of India) નિયમ અનુસાર, જો કોઈ પણ ઉમેદવાર ખર્ચ લિમિટ કરતા વધુ ખર્ચ કરે તો ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા એક્શન લેવામાં આવે છે. ઉપરાંત જો તમામ ખર્ચ સાબિત થાય તો ધારાસભ્ય પદ જતું રહે છે. જ્યારે કોઈ હરીફ ઉમેદવાર પણ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરીને જીત્યા હોવાની અરજી કરી શકે છે, જેમાં ચૂંટણી પંચ તે અરજીકર્તાને મદદ કરી શકે છે. જ્યારે આ બાબતે તપાસ પણ શરૂ થાય છે. વર્ષ 2017ની ચૂંટણીમાં દ્વારકા બેઠકમાં ભાજપના જીતેલા ઉમેદવારે પોતાનો વિધાનસભાનો ક્રમ દર્શાવ્યો નહતો, જેથી હાઈકોર્ટ દ્વારા પબુભા માણેકને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા હતા. જ્યારે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી.

27 ટકા ઉમેદવારોએ પ્રચાર પ્રસાર ની સામગ્રી ખરીદી ન હતી વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીની (Gujarat Election 2022) વાત કરીએ તો, 27 ટકા ઉમેદવારો એટલે કે, 50 જેટલા ધારાસભ્યોએ ચૂંટણીના પ્રચાર પ્રસારના મટિરીયલ ઉપર કોઈ પ્રકારનો ખર્ચો (Election Expenses) કર્યો નહતો. જ્યારે 62 જેટલા ધારાસભ્યોએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રીક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર કર્યો નહતો. જ્યારે 27 જેટલા ધારાસભ્યો કોઈ પણ કાર્યકર્તાઓને પૈસા ફાળવ્યા નહતા. ઉપરાંત 8 ધારાસભ્યોએ કોઈ પણ વાહન પાછળ પ્રચાર પ્રસાર કર્યો ન હતો.

2017માં 3 પ્રધાનોએ કર્યા હતા ઓછા ખર્ચે ADRના રિપોર્ટ (Association for Democratic Reforms) અનુસાર, વર્ષ 2017ના પરિણામ બાદ જે ત્રણ ધારાસભ્યોને પ્રધાન તરીકેની જવાબદારી આપવામાં આવી હતી. તેમાંથી ઈશ્વરસિંહ પટેલે 12,44,774, પ્રદીપસિંહ જાડેજા 14,16,561 અને બચુભાઈ ખાબડે 14,64,381 રૂપિયાનો જ ખર્ચ કર્યો હતો. એટલે કે 44 ટકા અને 52 ટકા જ ખર્ચ કર્યો હતો, જે સૌથી ઓછો ખર્ચ વિજય રૂપાણીના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન હતા. જ્યારે સૌથી વધુ ખર્ચની (Election Expenses) વાત કરવામાં આવે તો ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 23,43,936 લાખ રૂપિયા, વાસણ આહીરે 23,05,660 લાખ રૂપિયા અને રમણલાલ પટકારે 22,96,386 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.