ETV Bharat / state

રાજ્યમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકાશે, ખાસ સ્નિફર ડોગ પોલીસમાં સામેલ કરાશે - Gujarati news

ગાંધીનગરઃ રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાબંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

rrrr
author img

By

Published : Jun 19, 2019, 7:55 PM IST

રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાબંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકાશે,ખાસ સ્નિફર ડોગ પોલીસમાં સામેલ કરાશે

રાજ્યના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. હાલમાં ભારતના 12 રાજયો સહિત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહિં તે માટે રાજ્યમાં આવેલ મોટા શૈક્ષણિક સંકૂલો, સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવામાં આવશે. તો આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખી કાઢીને તેમની વિરુદ્ધમાં કડકમાં કાર્યવાહી થાય અને જો આવા પદાર્થો રાજ્ય બહારથી ઘુસાડવામાં આવતાં હોય તો તેના મૂળ સ્ત્રોત્ર તથા હેરાફેરીના માધ્યમો શોધીને આવી આવા સમગ્ર રૂટ ઉપર ચાંપતી નજર રાખીને સંડોવાયેલ તમામ વ્યક્તિઓને પકડી પાડવામાં આવશે.

કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-2017 માં કુલ-67 કેસોમાં 87 આરોપીઓની ઘરપકડ કરાઇ છે, તો વર્ષ-2018માં કુલ-150 કેસોમાં 207 આરોપીઓ તેમજ વર્ષ-2019માં 31 મે ની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુજરાત સંપૂર્ણપણે નશાબંધીને વરેલું રાજય છે. તો રાજય સરકારે નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે કડક નિયમો અમલી બનાવ્યા છે, જેમાં દારૂના ઉત્પાદન, ખરીદ- વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો - 10 વર્ષ સુધીની કેદ અને રૂા. 5 લાખ સુધીના દંડની જોગવાઇ, દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને 10 વર્ષ સુધીને કેદ અને રૂા. 1 લાખ સુધીના દંડની જોગવાઇ તો દારૂ પીને જાહેરમાં દંગલ કરનારા, મહિલાઓની છેડતી કરનાર સામે વધુ કડક કાયદો, હવે 3 વર્ષ સુધીની કેદની જોગવાઇ, આ ઉપરાત ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારીને પણ 7 વર્ષ સુધીની કેદ અને રૂા. 1 લાખ સુધીનો દંડ તેમજ કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ 5 વર્ષ સુધી કેદ અને 5 લાખ દંડની જોગવાઇ કરવામાં આવી છે.

તો રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નં. 14405 પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર 9978934444 પર વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે. મહત્વનુ છે કે આ માહિતી ગુપ્ત રહેશે. તો સ્ટેટ મોનીટરીંગ સેલનું ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ smcgujarat1@gmail.com પણ કાર્યરત કરવામાં આવ્યું છે. તો આ સાથે જ હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરીને હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, અને જપ્તીની સત્તા પોલીસ અધિકારીઓને આપી છે. તો આ કાયદાના ભંગ બદલ ઓછામાં ઓછી 1 વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષની સજા તેમજ રૂ. 20 હજારથી રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઇ કરી છે. વધુમાં આ ગુનો કોગ્નિઝેબલ(કોઈ પણ પ્રકારના વોરંટ વગર ધરપકડ) ગણાશે તેવો સુધારો સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન ધારો - 2003માં કરવામાં આવ્યો છે.

મહત્વનું છે અગાઉ રાજ્યની ATS દ્વારા દેવભૂમિ દ્રારકાના સલાયા ખાતે રૂ. 14 કરોડથી વધુનો 300 કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કરીને ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર પાસેના ઇનપુટના આધારે ગુજરાત ATS ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ઇન્ડીયન કોસ્ટગાર્ડ સાથે રહીને પોરબંદરના દરીયામાંથી 9 ઇરાનીઓ પાસેથી ATS દ્વારા રૂ. 500 કરોડનો અંદાજે 100 કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એ.ટી.એસ. ખાતે ગુન્હો દાખલ કરી આરોપી મહોમદ અબ્દુલ સલામ કન્નીની પુછપરછ દરમિયાન તેમના કબ્જામાં દિલ્હી ખાતેના પહાડગંજ વિસ્તારમાંથી રૂ.20 કરોડની કિંમતનું 4 કિલો મેથાએમફેટામાઈન પકડી પાડવામાં આવ્યું હતું. તો કચ્છના જખૌવની પાસે 21 મે, 2019 ના રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી હેરોઈન ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400,500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે.

R_GJ_GDR_RURAL_04_19_JUNE_2019_STORY_PRADEEPSINH_PRESS_POLICE_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડીંગ )રાજ્યમાં ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ દ્વારા મંગાવાતી ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકાશે,ખાસ સ્નિફર ડોગ પોલીસમાં સામેલ કરાશે

ગાંધીનગર,

રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 

રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS)  દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. હાલમાં ભારતના 12 રાજયો સહિત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ  મુકવામાં આવ્યો છે. રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહિં તે માટે રાજ્યમાં આવેલ મોટા શૈક્ષણિક સંકૂલો, સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવામાં આવશે. આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખી કાઢીને તેમની વિરુદ્ધમાં કડકમાં કાર્યવાહી થાય અને જો આવા પદાર્થો રાજ્ય બહારથી ધુસાડવામાં આવતાં હોય તો તેના મૂળ સ્ત્રોત્ર તથા હેરાફેરીના માધ્યમો શોધીને આવી આવા સમગ્ર રૂટ ઉપર ચાંપતી નજર રાખીને સંડોવાયેલ તમામ વ્યક્તિઓને પકડી પાડવામાં આવશે. 

કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-2017 માં કુલ-67 કેસોમાં 87 આરોપીઓની ઘરપકડ કરાઇ છે,  વર્ષ-2018માં કુલ-150 કેસોમાં 207 આરોપીઓ તેમજ વર્ષ-2019માં 31 મે ની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે. ગુજરાત સંપૂર્ણપણે નશાબંધીને વરેલું રાજય છે. રાજય સરકારે નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે કડક નિયમો અમલી બનાવ્યા છે, જેમાં દારૂના ઉત્પાદન, ખરીદ- વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો - 10 વર્ષ સુધીની કેદ અને રૂા. 5 લાખ સુધીના દંડની જોગવાઇ, દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને 10 વર્ષ સુધીને કેદ અને રૂા. 1 લાખ સુધીના દંડની જોગવાઇ : દારૂ પીને જાહેરમાં દંગલ કરનારા, મહિલાઓની છેડતી કરનાર સામે વધુ કડક કાયદો, હવે 3 વર્ષ સુધીની કેદની જોગવાઇ, ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારીને પણ 7 વર્ષ સુધીની કેદ અને રૂા. 1 લાખ સુધીનો દંડ તેમજ કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ 5 વર્ષ સુધી કેદ અને 5 લાખ દંડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નં. 14405 પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર 9978934444 પર વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે. સ્ટેટ મોનીટરીંગ સેલનું ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ smcgujarat1@gmail.com કાર્યરત કરવામાં આવ્યું છે. હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરીને હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, અને જપ્તીની સત્તા પોલીસ અધિકારીઓને આપી છે. આ કાયદાના ભંગ બદલ ઓછામાં ઓછી  1  વર્ષ  અને વધુમાં વધુ 3 વર્ષની સજા તેમજ રૂા. 20 હજારથી રૂા. 50 હજાર સુધીના દંડની જોગવાઇ કરી છે. વધુમાં આ ગુનો કોગ્નિઝેબલ ગણાશે તેવો સુધારો સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન ધારો - 2003માં કરવામાં આવ્યો છે.

રાજયની ATS દ્વારા દેવભૂમિ દ્રારકાના સલાયા ખાતે રૂા. 14 કરોડથી વધુનો 300 કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કરીને ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર પાસેના ઇનપુટના આધારે ગુજરાત ATS ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ઇન્ડીયન કોસ્ટગાર્ડ સાથે રહીને પોરબંદરના દરીયામાંથી 9 ઇરાનીઓ પાસેથી ATS દ્વારા રૂા. 500 
કરોડનો અંદાજે 100 કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એ.ટી.એસ. ખાતે ગુન્હો દાખલ કરી આરોપી મહોમદ અબ્દુલ સલામ કન્નીની પુછપરછ દરમિયાન તેમના કબ્જામાં દિલ્હી ખાતેના પહાડગંજ વિસ્તારમાંથી રૂ.20 કરોડની કિંમતનું 4 કિલો મેથાએમફેટામાઈન પકડી પાડવામાં આવ્યું હતું. કચ્છના જખૌવની પાસે 21 મે, 2019 ના રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી હેરોઈન ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400,500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.