આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા તમામ લોકોએ રાજકોટમાં હોસ્પિટલની મુલાકાત કરી હતી પણ તેઓ ફક્ત રાજકારણ જ કરવા ગયા હતા. હસતા મોઢે ફોટા પડાવ્યા છે તે તમામ ફોટો મે જોયા છે.
જ્યારે ગુજરાતમાં બાળ મૃત્યુ દરની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં કુલ 98,000 બાળકોના મોત થયા છે. વર્ષ 2017માં 36000, વર્ષ 2018માં 33000 અને વર્ષ 2019માં 29000 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ ખાસ વાતચીત કરી હતી.
રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યની સરકારી હોસ્પિટલ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બાળકોની સારવાર કરવા વોર્ડમાં કુલ 92, 1 એક્સરે મશીન, 13 વેન્ટિલેટર અને 7 વોર્માર મશીન ચાલુ પરિસ્થિતિમાં છે. બરોડામાં તમામ મશીનો ચાલુ છે, રાજકોટમાં 60 પથારી 2 એક્સરે મશીન 9 વેન્ટીલેટર માં 8 ચાલુ પરિસ્થિતિ છે. જ્યારે 57માંથી 47 વોર્માર મશીન ચાલુ છે. તમામ મોટાભાગના મશીન ચાલુ છે.