ETV Bharat / state

ખાતરમાં 'ખાતર' પડ્યાં બાદ હવે બિયારણ 'બી'ની બબાલ, લેબલ વગરનું બિયારણ ઝડપાયું

ગાંધીનગર: જિલ્લાના માણસા GIDCમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું. બે દિવસ પહેલા પણ ગાંધીનગર જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે કંપની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના બે દિવસ બાદ ગુરુવારે પુનઃ રેડ કરતા લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું છે.

author img

By

Published : May 16, 2019, 5:53 PM IST

Updated : May 16, 2019, 7:21 PM IST

માણસામાં લાયસન્સ વિના બિયારણ બનાવતી ફેક્ટરીમાં દરોડા

રાજ્યમાં કૌભાંડો પર કૌભાંડ બહાર આવી રહ્યાં છે, ત્યારે હાલમાં જ ખાતર કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ખેડૂતોની સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના બનાવ સામે આવ્યાં હતાં. હવે માણસા GIDCમાં ગુરુવારે તિરુપતિ બીજ કંપનીમા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ અંગે મદદનીશ ખેતી નિયામક આર.કે પટેલે કહ્યું કે, કંપનીમાં બે દિવસ પહેલાં નકલી બિયારણને લઇને જિલ્લાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ફરી એકવાર રેડ દરમિયાન બિયારણના પેકીંગ પર બેંચમાર્ક સહિતની વિગતો મળી નહોતી.

માણસામાં લાયસન્સ વિના બિયારણ બનાવતી ફેક્ટરીમાં દરોડા

આ અંગે અધિકારીએ કહ્યું કે, નકલી બિયારણ કહી ના શકાય, પરંતુ જે નિયમ નક્કી કરવામાં આવ્યાં છે. તે નિયમનો અમલ કરવામાં આવ્યો નથી. જ્યારે આ અસલી છે કે નકલી તેના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા બાદ રિપોર્ટ પછી કંઈક કહી શકાશે. ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે કહ્યું કે, માણસા GIDCમાં તિરુપતિ બીજ કંપની દ્વારા નકલી બિયારણ બનાવવામાં આવતું હોવાની વાતને લઈને બે દિવસ પહેલા જિલ્લાના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કંપની દ્વારા નકલી બિયારણ બનાવવામાં આવી રહી છે. જ્યારે બિયારણ બનાવતી કંપની લાયસન્સ વિના ધમધમી રહી છે. અહીં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા માણસા GIDCમાં રેડ કરવામાં આવી હતી.

આ રેડમાં તપાસ દરમિયાન નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો છે, તેવી માહિતી મળી છે. આગામી દિવસોમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં ન આવે તે માટે સમગ્ર જિલ્લામાં નકલી બિયારણ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે.

R_GJ_GDR_RURAL_03_16_MAY_2019_STORY_ DUPLICATE SEEDS_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) માણસમાં લાયસન્સ વિના બિયારણ બનાવતી ફેક્ટરીમાં દરોડા, લેબલ વિનાનું બિયારણ પકડયું

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના માણસા જીઆઇડીસીમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આ અધિકારીઓને લેબલ વિના નું બિયારણ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા પણ ગાંધીનગર જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે કંપની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના બે દિવસ બાદ આજે ગુરુવારે પુનઃ રેડ કરી આવી હતી. જ્યાં લેબલ વિનાનું બીયારણ મળતાં કૃષિ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં કૌભાંડો ઉપર કૌભાંડ જાહેર થઈ રહ્યા છે. હાલમાં જ ખાતર કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ખેડૂતોની સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના બનાવ સામે આવ્યા છે. ભોળા ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે માણસા જીઆઇડીસીમાં આજે ગુરુવારે તિરુપતિ બીજ કંપનીમા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે મદદનીશ ખેતી નિયામક આર.કે પટેલે કહ્યું કે કંપનીમાં બે દિવસ પહેલાં નકલી બિયારણને લઇને જિલ્લાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આજે રેડ દરમિયાન બિયારણના પેકીંગ ઉપર બેચ માર્ગ સહિતની વિગતો જોવા મળી ન હતી. અધિકારીએ કહ્યું કે નકલી બિયારણ કહી ના શકાય પરંતુ જે નિયમ નક્કી કરવામાં આવ્યા છે તે નિયમનો અમલ કરવામાં આવ્યો નથી જ્યારે અસલી છે કે નકલી તેના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા બાદ રિપોર્ટ પછી કહી શકાશે.

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે કહ્યું કે, માણસા જીઆઇડીસીમાં તિરુપતિ બીજ કંપની દ્વારા નકલી બિયારણ બનાવવામાં આવતું હોવાની લઈને બે દિવસ પહેલા જિલ્લાના અધિકારીઓ રેડ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કંપની દ્વારા નકલી બિયારણ બનાવવામાં આવી રહી છે. જ્યારે બિયારણ બનાવતી કંપની લાયસન્સ વિના ધમધમી રહી છે. જ્યારે આજે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા માણસા જીઆઇડીસી માં રેડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો છે, તેવી મને માહિતી મળી છે. આગામી દિવસોમાં ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં ન આવે તે માટે સમગ્ર જિલ્લામાં નકલી બિયારણ બાબતે તપાસ કરવામાં આવશે.

Last Updated : May 16, 2019, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.