સેક્ટર-26 જીઆઈડીસી પ્લોટ નં-E-180માં આવેલી ગ્રાન્ડસ્ટેપ એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં અંડર આર્મર, નાઈક, પુમા, એસીક્સ, એડીડાસ કંપનીના લોગો સાથે ટ્રેક, શોર્ટ,ટીશર્ટ તૈયાર થતા હતા. જેની જાણ થતા બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઈટ-ટ્રેડમાર્ક માટે કામ કરતી કંપનીના રીજનલ મેનેજર ભગવાનભાઈ સોનવણેએ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં અરજી કરી હતી.શનિવારે રાત્રે અઢીવાગ્યે રેડ કરી હતી. જેમાં જુદી-જુદી બ્રાન્ડના લોગો સાથેના કુલ 81,75,830ની કિંમતનો ટ્રેક, શોર્ટ અન ટી શર્ટનો જથ્થો મળી આવ્યો હતો.
આ સાથે 9.30 લાખની કિંમતના 62 સિલાઈ મશીનો, 40 હજારની કિંમતના 4 કટર મશીન, બે ઈસ્ત્રી, તથા માલિક પાસેથી 5 હજારનો મોબાઈલ મળી કુલ 91,76,830ની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હતો. જે અંગે ભગવાનભાઈ સોનવણેએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી માલિક રમણમલીક રણબીરસિંગ જાટ રહે-કિર્તીધામ સોસાયટી,વાવોલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવક સામે આઈપીસીની કલમ 420 અને કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.