ગાંધીનગર વર્તમાન સમયમાં એવી અનેક પરિસ્થિતિ અને સંજોગો ઊભા થાય છે કે, વ્યક્તિ ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. આવી જ ઘટના ગાંધીનગર ખાતે બની છે, જેમાં 32 વર્ષની ઉંમરની આસપાસના એક યુવાને તેના 2 દિકરાઓ સાથે આવેશમાં આવીને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું અને મોતને વાલી કરી હતી.
વિડીઓમાં શું કહ્યું યુવાને જૂઓ ગાંધીનગરના રાયપુર પાસેની નર્મદા કેનાલમાં પટોલ ગામના શ્રમજીવી યુવાને લગ્ન જીવનથી (Tired of marriage life) કંટાળીને આત્મહત્યા કરી હતી. યુવકે તેના 6 અને 4 વર્ષના દિકરા સાથે નર્મદા કેનાલમાં ઝંલાવ્યું હતું. આત્મહત્યા (Youth Commits Suicide in Gandhinagar) પહેલા મૃતક યુવકે અંતિમ વિડીયો બનાવ્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે વીડિઓ જોઈને શાંતિ જોજો. હું મારા મમ્મી-પપ્પાને યાદ કરું છું, પણ રોઈને કોઈ મતલબ નથી. મારી મમ્મીને અંતિમ વખત જોવી હતી તે જોવાઇ નહીં.
છોકરાઓને દુનિયા જીવવા નહીં દે એટલે તેમને લઈને જઉં છું મૃતક યુવકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારા છોકરાઓ નાના છે, તેમને શું ખબર પડે? એમને મૂકીને જઉં તો દુનિયા મારી નાખે. એરિયાનો અનુભવ હતો. મને એટલે આતો બધા સમય સંજોગો છે. કોઈને કઈ કહેવાતું નથી. જે યુવાન વીડિયો બનાવી રહ્યો હતો. તે દરમિયાન બાળકો રડી રહ્યા હતા. ત્યારે બાળકોને ચૂપ કરાવવા માટે યુવાને બાળકોને કહ્યું હતું કે, બેટા હમણાં જઈને કેનાલ પર રમજો, મળીશું હવે પછી સમય સંજોગો મુજબ બાદ આત્મહત્યાને (Youth Commits Suicide in Gandhinagar) અંજામ આપ્યો હતો.
બાળકો રમવાના બહાને યુવાન લાવ્યો હતો કેનાલમાં નર્મદા કેનાલ ખાતે આત્મહત્યા કરનાર (Youth Commits Suicide in Gandhinagar) યુવાને વહેલી સવારે બે બાળકો સાથે નર્મદા કેનાલ પહોંચ્યા હતા અને સવારથી જ તેઓ નર્મદા કેનાલ ખાતે રમી રહ્યા હતા જ્યારે યુવાન વિડીયો બનાવી રહ્યો હતો તે દરમિયાન બાળકો રહી રહ્યા હતા અને પપ્પા ઘરે ચલો ની વાત પણ કરી રહ્યા હતા ત્યારે યુવાને કહ્યું હતું કે બેટા આપણે સવારથી તો અહીંયા રમીએ છીએ અને હમણાં ઘરે જઈએ આ જો કેનાલજો કેનાલમાં પાણી જો તેવા નિવેદન પણ વીડિયોમાં સંભળાય છે.
પહેલા એક પૂત્રને કેનાલમાં ફેંક્યો ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 4 વર્ષના પુત્રને કેનાલમાં ફેક્યો હતો. ત્યારબાદ મોટા પૂત્રને લઈને તે કેનાલમાં કૂદ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે બાલીસણા તરફથી આવેલી કેનાલમાંથી નાના પૂત્રનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પિતાનો મૃતદેહ શાંતિગ્રામ અડાલજ વિસ્તારમાંથી મળ્યો હતો. તો બીજા પુત્રનો મૃતદેહ કડીના પીરોજપુર કેનાલમાંથી મળી આવ્યો હતો. આ બાબતે ડભોડા પોલીસ સ્ટેશને (Dabhoda Police Station) તપાસ હાથ ધરી છે અને ડભોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો રાખીને દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.