ETV Bharat / state

ગાંધીનગર પર આંદોલનનો વંટોળઃ સચિવાલયના ગેટ-6 અને 7 બંધ કરાયા - latest news of gandhinagar

તલાટી પરીક્ષા મુદ્દે SC/ST અને OBC અને સર્વણ મહિલાઓ આમને સામને આવી છે. રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે. આ પરિપત્રના કારણે અનેક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મહત્વનું છે કે, ગત રોજ બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ફરી વિરોધ પ્રદર્શન થવાના છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા એટલે કે, સચિવાલયના ગેટ નંબર છ અને સાત નંબરન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

gandhinagar
gandhinagar
author img

By

Published : Feb 13, 2020, 12:11 PM IST

ગાંધીનગર: તલાટી પરીક્ષા મુદ્દે SC/ST અને OBC અને સર્વણ મહિલાઓ આમને સામને આવી છે. રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે. આ પરિપત્રના કારણે અનેક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મહત્વનું છે કે, ગત રોજ બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ફરી વિરોધ પ્રદર્શન થવાના છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા એટલે કે, સચિવાલયના ગેટ નંબર છ અને સાત નંબરન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ગાંધીનગરમાં આંદોલનને પગલે સચિવાલયના ગેટ નં 6 અને 7 બંધ કરાયા

ગતરોજ બિન અનામત મહિલાઓ દ્વારા પથિકાશ્રમથી કલેક્ટર ઓફિસ સુધી કૂચ કરવામાં આવી હતી, ત્યારબાદ સત્યાગ્રહ છાવણીથી રાજભવન સુધી કૂચ કરવાના હતા, પરંતુ કંઈ શરૂ થાય તે પહેલાં જ બિન અનામત વર્ગના લોકોની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે આજે સવારથી જ ગાંધીનગર ખાતે આંદોલનનો વાતાવરણ સર્જાયું છે. જેને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ નંબર છ અને સાત પર સુરક્ષા વધારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આંદોલનકર્તાઓ અત્યારે વિસ્ટા ગાર્ડન અને સત્યાગ્રહ છાવણી ખાતે સરકારનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો આ પ્રદર્શન સચિવાલય ખાતે જ થાય તો ગેટ નંબર છ અને સાત તેઓને નજીક પડવાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ છ અને સાત બંધ રાખવામાં આવ્યા છે.

સચિવાલયના સલામતી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વિધાનસભા અને સચિવાલયમાં કોઈપણ પ્રકારનો વિરોધ ના થાય અને કોઈ પણ વ્યક્તિ પ્રવેશી ન શકે તેના માટે સુરક્ષાની દ્રષ્ટિએ ગેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.