ગાંધીનગર વર્તમાન સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. જ્યારે ભૂતકાળમાં જાપાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું ત્યારે અમેરેકી સેનાએ જાપાનમાં નાગાસાકી અને હીરોશિમા પર પરમાણુ બૉમ્બનો ઉપયોગ કર્યો હતો. જેની અસર હજુ સુધી જોવા મળી રહી છે. ત્યારે હવે વર્તમાન અને ભવિષ્યમાં એક દેશ પોતાના દુશ્મન દેશ સાથે સીધી રીતે યુદ્ધ નહીં પણ આડકતરી રીતે ટેકનોલોજી અથવા તો બાયો વેપનનો ઉપયોગ કરીને યુદ્ધ છેડી રહ્યા છે. ત્યારે ભારતના સૈનિકો ( Indian Army )અને દેશની સરહદો પર આવું બાયો વેપન યુદ્ધ થાય તો પણ દેશના જવાનો જડબાતોડ જવાબ ( DRDO Special Bio Weapon Suit for Soldiers ) આપવા તૈયાર છે. જેની અનુભૂતિ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો( Diffexpo 2022 in Gandhinagar )માં થઇ હતી.
બાયો યુદ્ધ માટે દેશના જવાનો તૈયાર DRDOના ( Defence Research and Development Organisation ) વૈજ્ઞાનિક અજયકુમાર ગોહેલ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશ હવે આત્મ નિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. ડિફેન્સ સિસ્ટમ સહિત અનેક નવા નવા આયામો ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળી રહ્યું છે કે કેમિકલ અને બાયોલોજિકલ યુદ્ધ થઈ રહ્યું છે. ત્યારે આ ખતરાની સંભાવનાને નકારી શકાય નહીં. જેથી જૈવિક અને રાસાયણિક યુદ્ધની સ્થિતિથી બચવા માટે કેવા પ્રકારની અને કેવી સુવિધાઓ કરવામાં આવે તે બાબતે રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ શૂટ ( DRDO Special Bio Weapon Suit for Soldiers ) ખાસ ઇનોવેશન આર્મી માટે તૈયાર કરવામાં આવ્યું છે.
શું છે બાયો વેપન શૂટ બાબતે વૈજ્ઞાનિક અજયકુમાર ગોહેલે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લેબોરેટરીમાં આ બાબતે ખાસ રિસર્ચ કરવામાં આવ્યું છે. કોઈ જગ્યાએ રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ ઉભી થાય તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક ખાસ પ્રકારનું શૂટ ( DRDO Special Bio Weapon Suit for Soldiers ) તૈયાર કરવામાં આવ્યું છે. આ શૂટ તમામ પ્રકારની સુરક્ષા જવાનોને આપશે. જ્યારે જો કોઈ દુશ્મન દેશ આપણા દેશની કોઈપણ સરહદ ઉપર આવા પ્રકારનો હુમલો કરે ત્યારે જવાન ( Indian Army ) પોતે તે જગ્યા ઉપર આ શૂટ પહેરીને કયા પ્રકારનો કેમિકલ છે તેની પણ ખરાઈ કરી શકશે. આ શૂટ પહેરવાથી જવાનને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. આ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
કેવી રીતે કામ કરે છે આ સીસ્ટમ સિસ્ટમની વાત કરવામાં આવે તો ડીઆરડીઓ દ્વારા જે શૂટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આ શૂટ ( DRDO Special Bio Weapon Suit for Soldiers ) પહેરીને જવાન કેમિકલની જગ્યા ઉપર જશે અને ખાસ એક સિસ્ટમ સાથેનું એક વેપન તૈયાર કરવામાં આવી છે. જેના આધારે એ વેપન જ કહી દેશે કે આ કયા પ્રકારનું કેમિકલ છે. જ્યારે કેમિકલની જાણ થયા બાદ જવાનને એક ફાસ્ટ કીટ આપવામાં આવી છે. જેની અંદર એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન છે. તે ઇન્જેક્શન શૂટની પહેરેલ અવસ્થામાં જ મારવાનું હોય છે. જેથી જવાન 8 થી 10 કલાક સુધી ઇન્જેક્ટ થઈ જાય છે અને વાયરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત બને છે. જ્યારે આ સમય દરમિયાન જવાન કયા પ્રકારનો વાયરસ છે અને તેને કઈ રીતે ફેલાઈ રહ્યો છે તે તમામ પ્રકારની માહિતી કંટ્રોલ રૂમમાં આપશે. જેથી તાત્કાલિક ધોરણે તે વાયરસ ઉપર કંટ્રોલ મેળવવા માટેનો પ્રયાસ પણ શરૂ થઈ જશે. જેથી વધુ સમય ન બગડતા ગણતરીના કલાકોમાં જે તે વાયરસ કંટ્રોલમાં આવી શકે તેમ છે.
આર્મીમાં ઉપયોગ શરૂ બાયો વેપન શૂટ ( DRDO Special Bio Weapon Suit for Soldiers ) નો ઉપયોગ અત્યારે જ ભારતના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાનમાં લઈને ડીઆરડીઓ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ એવી માહિતી છે કે જેનાથી દુશ્મન દેશને પણ ફાયદો થઈ શકે છે. જેથી આવી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી.