ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે 17 થી 19 જુલાઈ સુધી G20 અંતર્ગત આરોગ્ય બાબતે 90 થી વધુ દેશના આરોગ્ય પ્રધાન અને ડેલીગેસ્ટ આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર મહેમાનોના સ્વાગતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર મહેમાનોનું ગુજરાતી રીત રિવાજથી ચાંદલો કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થાના WHO વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસનું ગરબા સાથે અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ અને શરણાઈના સંગીતથી મંત્રમુગ્ધ થઈ તેઓ પોતે પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય સેવા : વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસ ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત કરી હતી. જેમાં ટેલી મેડિસિન, આભાસન, ચેપી રોગ સ્ક્રિનિંગ, હેલ્થ મેળા અને અન્ય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે ગ્રામ્ય કક્ષાએ આ રીતની આરોગ્ય વ્યવસ્થા જોઈને વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ પણ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. કોઈપણ આરોગ્ય માળખાને મજબૂત બનાવવા પ્રાથમિક આરોગ્ય સેવાનું સુધારીકરણ મહત્વનું છે. જેમાં ભારત સરકારની કામગીરી ખૂબ સારી હોવાનું નિવેદન પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ આપ્યું હતું.
-
Delighted to be in #India for the @WHO Traditional Medicine Global Summit, the Ministerial Meeting on Ending TB in @WHOSEARO and the G20 Health Ministers Meeting. Namaste India! pic.twitter.com/908fzLAGjR
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delighted to be in #India for the @WHO Traditional Medicine Global Summit, the Ministerial Meeting on Ending TB in @WHOSEARO and the G20 Health Ministers Meeting. Namaste India! pic.twitter.com/908fzLAGjR
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) August 16, 2023Delighted to be in #India for the @WHO Traditional Medicine Global Summit, the Ministerial Meeting on Ending TB in @WHOSEARO and the G20 Health Ministers Meeting. Namaste India! pic.twitter.com/908fzLAGjR
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) August 16, 2023
તુલસીના ફાયદા : WHO વડા ડો. ટેડ્રોસ તુલસી છોડ બાબતે ખાસ વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તુલસી ઘરે ઉગાડવી ખૂબ જ સારી વાત છે. તેના ઘણા ફાયદાઓ પણ છે. જ્યારે વાતાવરણ સારું કરવા માટે પણ તુલસી ખૂબ જ ઉપયોગી છે. હાલના સમયમાં જંગલનો વ્યાપ વધારવો અને વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે. આયુષ્માન ભારત પ્રોજેક્ટ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. અન્ય દેશોએ પ્રાયમરી હેલ્થ કેર માટે આ કામ કરવું જરૂરી છે.
ભારત દેશમાં કોરોના મહામારી સમયે ખૂબ જ સારું રસીકરણ થયું હતું. જ્યારે નવા વેરીએન્ટ બાબતે વિશ્વ આરોગ્ય સંસ્થાનું ધ્યાન છે. તમામ દેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે હાલમાં આ વેરીએન્ટ પર અમે ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.-- ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ (ડાયરેક્ટર જનરલ, WHO)
આરોગ્યમાં આયુર્વેદનું મહત્વ : ડો. ટેડ્રોસે વધુમાં જણાવ્યું હતું કે, તમામ દેશોની આરોગ્ય સિસ્ટમ માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રાઇમરી હેલ્થ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સારું છે. આજની મુલાકાતમાં મેં જે આરોગ્ય સેન્ટરની વાત કરી છે તે આરોગ્ય સેન્ટરમાં ટેલી મેડિસિનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આરોગ્યમાં આયુર્વેદને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, તે ખૂબ જ સારી વાત છે.