ગાંધીનગર: આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજે વધુ 176 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 143 જેટલા કેસ છે. આ ઉપરાંત અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં વધુ એક રેસિડેન્ટ ડોક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તે બાબતે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ડોક્ટરે એક દર્દીની સર્જરી કરી હતી. સર્જરી બાદ ખબર પડી કે દર્દીને કોરોના પોઝીટીવ છે.
ત્યારબાદ ડોક્ટરનો રિપોર્ટ કરતા ડોક્ટર અને પેરામેડીક સ્ટાફને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે હવે કોરોના સામે લડતા ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ માટે વધુ સાવચેતી રાખવાની જરૂર પડી છે ઉપરાંત ઓ.પી.ડી. દરમિયાન પણ વધુ સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે હવે ડોક્ટરોના પણ કોરોનાના રિપોર્ટ કરવામાં આવશે. તે બાબતે સરકારે વિચારણા હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભરૂચની સિવિલ હોસ્પિટલમાં પણ 7 જેટલા કર્મચારીઓને પોઝિટિવ આવતા ભરૂચની સિવિલ હોસ્પિટલને કોર્ટે રદ કરી દેવામાં આવી છે. ત્યારે કોરોના સામે લડતા ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ માટે ખાસ પોલીસી 20 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર જાહેર કરશે.
રાજ્યમાં આજે વધુ 176 જેટલા પોઝિટિવ કેસ બાબતે અને લેટેસ્ટ માહિતી આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં કુલ 7 જેટલા મોત નિપજ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવનો આંક 1272 થયો છે.
- આજના 176 કોરોના કેસનું બ્રેક અપ..
- અમદાવાદ 143
- બરોડા 13
- સુરત 13
- રાજકોટ 2
- ભાવનગર 2
- આણંદ 1
- ભરૂચ 1
- પંચમહાલ 1