ગાંધીનગર : માંગરોળના ધારાસભ્ય એવા બાબુભાઇ વાજાને સમગ્ર હકીકત અંગે જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે તેેઓએ જણાવ્યું કે તેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહેલા છે. કોંગ્રેસને મળેલા છે અને કોંગ્રેસને છોડી ક્યાંય જવાના નથી. જ્યારે અન્ય ધારાસભ્ય વિક્રમ માડમને ભાજપના સંપર્કમાં છો કે નહીં તેઓ પૂછતા તેમણે પણ સંપર્કમાં નહીં હોવાનો દાવો રજૂ કર્યો છે, ત્યારે બીજી બાજુ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ તરફથી અનેક ઓફરો અને સંપર્ક કરવામાં આવી રહ્યો હોય તેવું જણાવ્યું છે, પરંતુ સાથે સાથે તે કોઇપણ જાતનો તેમણે સીધો સંપર્ક કરવા માગી રહ્યા નથી.
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યને ઓફર હોવાની ચર્ચા - ધારાસભ્ય
રાજ્ય સભાની ચૂંટણીને લઈને ગુજરાત રાજકારણમાં હડકંપ મચી ગયો છે. એક તરફ મધ્યપ્રદેશમાં સિંધિયા અને 22 ધારાસભ્યોનાં રાજીનામાં અને ભાજપમાં જોડાણ બાદ ગુજરાતમાં પણ તોડ છોડનું રાજકારણ થાય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 જાન્યુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને લઇ હાલ ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે. રાજ્યસભામાં ભાજપને એક વધારાની બેઠક ગુમાવવી પડે તેમ છે, ત્યારે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઇ આવવા માટેની રણનીતિ શરૂ કરી છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજા તથા અન્ય ધારાસભ્યોને અનેક પ્રકારની ઓફરો થઈ ચૂકી છે, ત્યારે આ વખતે પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ઓફર કરવામાં આવી હોય તેવી વાતો એ વેગ પકડ્યો છે.