ETV Bharat / state

દહેગામમાં ગંદા પાણીનો નિકાલ જાહેરમાં કરવા બાબતે પાલિકાએ બિલ્ડરને આપી નોટિસ - Gujarat news

ગાંધીનગરઃ દહેગામ નગરપાલિકા દ્વારા એક ખાનગી બિલ્ડરને ગટરના ગંદા પાણીનો નિકાલ રસ્તા પર કરાતો હોવાથી પાલીકાએ નોટિસ પાઠવી છે. ગટરના ગંદા પાણીને રોડ પર જાહેરમાં મોટર મૂકી છોડવામાં આવતું હતું. જાહેર આરોગ્યને નુકસાનકારક આ પ્રવૃત્તિને ડામવા અને નક્કર પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.

gdr
author img

By

Published : Mar 30, 2019, 5:54 PM IST

પ્રાપ્ત માહિતી અનુસારદહેગામ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દીપક અમીનને ફરિયાદ મળી હતી કે, મારુતિ ફ્લોર નામની સ્કીમમાંથી ગંદુ પાણી રોડ તથા પોતાના ખુલ્લા પાડી રહેલા પ્લોટમાં ઢોળવામાં આવે છે. જેના લીધે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ થાય છે. બિલ્ડર દ્વારા યોગ્ય ખાર કૂવા ન બનાવતા અંડર ગ્રાઉન્ડ કુંડીઓમાં પાણી ભરાઈ જાય છે અને તે પાણીને પંપ વડે બહાર ઢોળી દેવામાં આવે છે.

દહેગામમાં શૌચાલાયના વેસ્ટ પાણીને જાહેરમાં ઢોળવા બાબતે પાલિકાએ બિલ્ડરને આપી નોટિસ

ફરિયાદ મળતાં જ પાલિકાની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી અને મળેલી હકીકત સાચી નીકળતા બિલ્ડરને નોટિસ આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 7 દિવસની અંદર યોગ્ય ખાર કૂવો નહિ બનાવવામાં આવ્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિલ્ડર દ્વારા આપેલા વચનો પૈકી આ ખાર કુવાનું વચન પણ ઠગારું નીવડ્યું છે. સ્કીમમાં CCTV કેમેરા પણ નાખવાનું કહેવામાં આવ્યું હતુંછતાં પણ બિલ્ડર દ્વારા નાખવામાં આવ્યા નથી અને ખાર કુવા સહિત અન્ય સુવિધાઓ પણ પૂરી કરવામાં આવી નથી. ખાનગી બિલ્ડરો બુકિંગ થઇ ગયા બાદ બાદશાહ બની જતા હોય છે અને મધ્યમ વર્ગીય માણસો જે પાઈ પાઈ ભેગી કરીને પોતાના સપનાનું ઘર ખરીદતાં હોય છે તેને છેતરી લેવામાં આવતા હોય છે.

Intro:Body:

R_GJ_GDR_RURAL_03_29_MARCH_2019_STORY_DAHEGAM PALIKA BUILDER NOTICE_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડીંગ) દહેગામમા શૌચાલાયના વેસ્ટ પાણીને જાહેરમાં ઢોળવા બાબતે પાલિકાએ બિલ્ડર ને નોટિસ આપી

ગાંધીનગર,

દહેગામ નગરપાલિકા દ્વારા એક ખાનગી બિલ્ડરને ગટરના ગંદા પાણીના કોઈ નિકાલ ન હોવાની સ્થિતિમાં મળ્યા રોડ તથા ખુલ્લા પ્લોટમાં ગંદા પાણીનો નિકાલ કરતા હોવાથી નોટિસ પાઠવી છે.ગટરના ગંદા પાણીને રોડ પર જાહેરમાં મોટર મૂકી છોડવવા માં આવતું હતી, આજુબાજુના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. જાહેર આરોગ્ય ને નુકસાન કારક આ પ્રવૃત્તિ ને ડામવા અને નક્કર પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર દીપક અમીન ને ફરિયાદ મળી હતી કે મારુતિ ફ્લોર નામની સ્કીમમાંથી ગંદુ પાણી રોડ તથા પોતાના ખુલ્લા પાડી રહેલા પ્લોટ માં ઢોળવામાં આવે છે. જેના લીધે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ થાય છે. બિલ્ડર દ્વારા યોગ્ય ખાર કૂવા ન બનાવતા અંડર ગ્રાઉન્ડ કુંડીઓમાં પાણી ભરાઈ જાય છે અને તે પાણી ને પંપ વડે બહાર ઢોળી દેવામાં આવે છે. ફરિયાદ મળતાં જ પાલિકાની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી અને મળેલી હકીકત સાચી નીકળતા બિલ્ડર ને નોટિસ આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 7 દિવસની અંદર યોગ્ય ખાર કૂવો નહિ બનાવવામાં આવ્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિલ્ડર દ્વારા આપેલા વચનો પૈકી આ ખરકુવાનું વચન પણ ઠગારું નીવડ્યું છે. સ્કીમમાં સી.સી.ટી.વી કેમેરા પણ નાખવાનુ કહેવામાં આવ્યું હતું, છતાં પણ બિલ્ડર દ્વારા નાખવામાં આવ્યા નથી અને ખાર કૂવા સહિત અન્ય સુવિધાઓ પણ પૂરી કરવામાં આવી નથી. ખાનગી બિલ્ડરો બુકિંગ થઇ ગયા બાદ બાદશાહ બની જતા હોય છે અને માધ્યમ વર્ગીય માણસો જે પાઈ પાઈ ભેગી કરી ને પોતાના સપનાનુ ઘર ખરીદતાં હોય છે તેને છેતરી લેવામાં આવતા હોય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.