ETV Bharat / state

ટમેટાં કે શાકભાજીના નામે લોકો લટાર મારે છે, DGP શિવાનંદ ઝા નારાજ

પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે જે લોકો ટમેટાં લેવાના બહાના હેઠળ ફરી રહ્યાં છે હવે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે પોલીસને હજુ કડક થવાની સૂચના રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આપી હતી.

ટમેટાં કે શાકભાજીના નામે લોકો લટાર મારે છે, ડીજીપી શિવાનંદ ઝા નારાજ

author img

By

Published : Mar 30, 2020, 8:06 PM IST

ગાંધીનગર: સમગ્ર દેશમાં લૉક ડાઉન કરવામાં આવ્યું છે પણ ગુજરાતમાં અમુક જગ્યાએ લૉક ડાઉનની મજાક કરવામાં આવી રહી છે. લોકો ટમેટાં કે શાકભાજી લેવાના બહાને લટાર મારતાં જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા આવી ઘટનાથી નારાજ હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે જે લોકો ટમેટાં લેવાના બહાના હેઠળ ફરી રહ્યાં છે હવે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે પોલીસને હજુ કડક થવાની સૂચના રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આપી હતી.

ટમેટાં કે શાકભાજીના નામે લોકો લટાર મારે છે, DGP શિવાનંદ ઝા નારાજ
વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉક ડાઉનનો અમલ પૂરો નથી થઈ રહ્યો. લોકો ટમેટાં કે અન્ય જરૂરિયાત ચીજવસ્તુ લેવાના બહાને બહાર ફરી રહ્યાં છે, લટારો મારી રહ્યાં છે ત્યારે પોલીસને વધુ કડક કરવામાં આવશે, ઉપરાંત લોકો ઘરમાં નહીં પરંતુ કોમન પ્લોટ કે ક્રિકેટ રમતાં નજરે પડી રહ્યાં હોવાની વિગતો સામે આવી રહી છે. આમ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોતાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નારાજ થયાં હોય તેમ પત્રકાર પરિષદમાં નજરે ચડ્યાં હતાં. જ્યારે લૉક ડાઉનના નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં જાહેરનામા ભંગના કુલ 983 ગુનાઓમાં 3354 આરોપીની અટકાયત કરી છે, જયારે કોરોન્ટાઈન ભંગ ના ગુનામાં 394 ગુના અને અન્ય 40 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે. જયારે લૉક ડાઉનથી અત્યાર સુધીમાં કુલ 2539 ગુના હેઠળ 8773 આરોપીઓ અટકાયત કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 6104 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. લૉક ડાઉનથી અત્યાર સુધીમાં કુલ 14,886 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જે દિવસથી ગુજરાતમાં lock downની જાહેરાત કરવામાં આવી તે દિવસથી જ પોલીસ ખડેપગે છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ રાજ્યની પોલીસને શાંત મગજથી કામ કરવા માટેની પણ સૂચના આપી હતી. ઉપરાંત તેઓ છેલ્લાં સાત દિવસથી સતત રોડ ઉપર છે ત્યારે તેમને પણ અભિનંદન રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પાઠવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.